scorecardresearch
Premium

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો વાયરલ – ‘મારું મન મોર બની થનગાટ કરે…’

Dhirendra shastri peacock video : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે અને આ દરમિયાન સોશિયલ મીડિયામાં તેમનો મોર સાથેનો એક વીડિયો ઘણો વાયરલ થયો છે.

bageshwar dham dhirendra shastri
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી. (@bageshwardham)

બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મોર સાથે નૃત્યુ કરતા દેખાઇ રહ્યા છે. આ વીડિયોમાં તેઓ મોરની સામે નૃત્યુ કરતા હોય તેવું દેખાઇ રહ્યું છે. તો મોર પણ નિર્ભય બનીને તેમની આસપાસ ફરતો ફરી રહ્યો છે.

મારું મન મોર બની થનગાટ કરે…

બાગેશ્વર ધામ સરકારન સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ટ્વિટર એકાઉન્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીના મોર સાથેના નૃત્યુવાળો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બાબા મોર સામે ડાન્સ કરી રહ્યા છે અને મોરને પણ ડાન્સ કરવાના સંકેત આપી રહ્યા હોય તેવા દેખાય છે. મોર પણ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર તેમની આસપાસ ફરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા 1 મિનિટ અને 28 સેકન્ડના આ વીડિયોમાં તેમણે સફેદ કલરનો એક લાંબો ઝભ્ભો પહેરેલો છે.

કિર્તી દાને રમઝટ બોલાવી હતી

નોંધનિય છે કે, સપ્તાહે જ્યારે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો ત્યારે કાર્યક્રમના અંતે ગુજરાતના લોક કલાકાર કિર્તી દાને ગઢવીએ રમઝટ બોલાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચનમાં કિર્તીદાન ગઢવીનો ઉલ્લેખ લોકોને પુછ્યુ હતુ કે, કયું ગીત સાંભળવું ત્યારે લોકોએ ‘મારું મન મોર બની થનગાટ કરે’ની ફરમાઇશ કરી હતી. એવું પણ સાંભળવા મળ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં જ્યાં જ્યાં કાર્યક્રમ યોજાશે કિર્તી દાન ગઢવી ત્યાં ત્યાં લોકગીતોને રમઝટ બોલાવશે.

અમદાવાદમાં કાર્યક્રમ રદ, હવે રાજકોટમાં ‘દરબાર’ લાગશે

અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં આંગણજ વિસ્તારમાં જે જગ્યાએ બીએપીએસ શતાબ્ધી મહોત્સવ યોજવામાં આવ્યો હતો એજ જગ્યાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજવાનો હતો. પરંતુ પાણી ભરાઈ જવાના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ જેને પગલે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ બાગેશ્વર બાબાનો જાદુ : ચૂંટણીના વર્ષમાં કેમ તમામ રસ્તાઓ મધ્ય પ્રદેશના મંદિરોના શહેર તરફ જાય છે

રાજકોટમાં 1 અને 2 જૂને દરબાર અને હનુમાન કથા થશે

ધીરેન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Web Title: Dhirendra shastri peacock video bageshwar dham darbar gujarati

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×