સોહિની ઘોષ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોતા ગામમાં, ગામના વડની સામે જીગરભાઈ શેખલીયાનું ઘર આવેલું છે. તેમના ઘરની બાજુમાં એક ગીચ વસ્તીવાળી સાંકડી ગલી છે, મોટાભાગે એક માળના મકાનો છે. 30 મેના રોજ, 21 વર્ષીય જીગરભાઈ પર તેમના ગામના સાત રાજપૂત માણસોએ કથિત રીતે હુમલો કર્યો હતો. એફઆઈઆર મુજબ, ગામમાંથી બહાર જતા સમયે તેમણે “સનગ્લાસ અને સરસ કપડાં પહેર્યા હતા”.
જીગરભાઇના ભાઇ ભુપતભાઇ અને માતા સીતાબેન દ્વારા કથિત હુમલાખોરોથી બચાવવાનો પ્રયાસ કરતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સાત આરોપીઓમાંથી એકની પત્નીએ સામે એફઆઈઆર નોંધાવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે, જીગરભાઈ, ભૂપતભાઈ અને અન્ય બેએ “તેમની છેડતી કરી” કરી હતી. શેખલિયા બંધુઓ તેમની સામે કાઉન્ટર એફઆઈઆર નોંધાયા બાદથી ફરાર છે. જીગરભાઈ અને તેમના પરિવાર પર હુમલો કરનાર સાત રાજપૂતોની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
ઉનામાં લિંચિંગની ઘટનાના સાત વર્ષ પછી – 2016 માં, જ્યારે હૌ રક્ષક લોકોએ મૃત ગાયનું ચામડું કાપવા બદલ ચાર દલિતોને કોરડા માર્યા હતા. હવે મોટા ગામના હુમલાએ શાંત પડેલા પૂર્વગ્રહને ફરી ઉજાગર કરવાની સાથે-સાથે રાજ્યમાં દલિત સમુદાયના સુક્ષ્મ પ્રતિરોધ તરફ ઈશારો કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસે અગાઉ અહેવાલ આપ્યો હતો કે, ઉનામાં મારપીટનો ભોગ બનેલા એક રમેશ સરવૈયાએ આ ઘટના બાદથી એક ઘોડી ખરીદી છે અને દાઢી પણ રાખી છે – બંને વ્યક્તિગત પસંદગીઓ હોવાનું જણાય છે, તેમ છતાં આ સામાન્ય માનવામાં આવી રહ્યું નથી. ઉચ્ચ જાતિઓ સામે અવજ્ઞાનું સાહસિક કાર્ય તરીકે દેખવામાં આવી રહ્યું છે.
ગ્રામ પંચાયતના સભ્ય 60 વર્ષીય લક્ષ્મણભાઈ શેખલિયાએ કહ્યું, “અમારી પેઢી વિનમ્ર હતી. અમે ઠાકોરો અને રાજપૂતોના ઘર અને ખેતરોમાં કામ કર્યું છે. અમને તેમના ઘરમાં પ્રવેશતા અટકાવવા અને અમને અલગ વાસણમાં પાણી આપવાનું તેમના માટે સામાન્ય હતું. અમે તેને કોઈ મુદ્દો બનાવ્યા વિના, શાંતિથી સ્વીકારીશું. આ બધું હજી પણ થાય છે, પરંતુ શું બદલાયું છે તે એ છે કે, આપણે આપણી આજીવિકા માટે હવે ઠાકોરો અને રાજપૂતો પર આધારિત નથી. ખાસ કરીને યુવા પેઢી – તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવવા માંગે છે અને તેમના અધિકારો વિશે તે સ્પષ્ટ છે.
લક્ષ્મણભાઈ જે “પરિવર્તન” ની વાત કરે છે, તે શિક્ષણ અને નોકરીઓની વધુ સારી પહોંચને કારણે પરિણમ્યું છે.
‘તેઓ ઇચ્છે છે કે અમે આભારી રહીએ’
2,000 થી વધુ પરિવારો ધરાવતા ગામ મોતામાં, લગભગ 100 દલિત પરિવારો છે, અને બાકીના રાજપૂત અને ઓબીસી ઠાકોર છે – મોટાભાગના ઘર જાતિના આધારે ક્લસ્ટર છે.
ગામના લગભગ દરેક દલિત પરિવારમાં એક સભ્ય સરકારી નોકરી કરે છે અથવા તો સશસ્ત્ર દળોમાં હવાલદાર તરીકે છે.
છતાં અત્યાચાર ચાલુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ગામના કેટલાક દલિતોને મૂછો રાખવા, સનગ્લાસ અને સારા કપડાં પહેરવા, ઘોડો રાખવા અથવા તેના પર સવારી કરવા અને તેમના લગ્નમાં પાઘડી પહેરવી, ખથવા જાન વગેરે દરમિયાન ડીજેનો ઉપયોગ કરવો જેવા કથિત ઉલ્લંઘનો જેવા કારણે હિંસા કરવામાં આવી છે.
લક્ષ્મણભાઈએ કહ્યું, “ગયા વર્ષે, જ્યારે એક દલિત વરરાજા તેમના લગ્નમાં ઘોડા પર સવારી કરવા માંગતો હતો, ત્યારે રાજપૂતો અને ઠાકોરો સહિતના ગ્રામજનોએ કહ્યું કે, તેને મંજૂરી આપી શકાય નહીં. શાંતિ જાળવવા માટે, અમે તેમની માંગ સ્વીકારી. છતાં, લગ્નના દિવસે, રાજપૂતોએ વરરાજા પર પથ્થરમારો કર્યો કારણ કે, તેણે સાફો પહેરવાની ‘હિંમત’ કરી હતી. અમારા ગામમાં, દલિતો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ ઉત્સવો શાંત તરીકે કરે. આજે પણ દલિત સમાજનો વરઘોડો ગામના ચોકમાંથી પસાર થઈ શકતો નથી.
લક્ષ્મણભાઈનો 30 વર્ષનો પુત્ર મહેશ, જે ગામ છોડીને અમદાવાદમાં નોકરી કરે છે, તે તેના પિતાને તેમનું નવું ઘર બનાવવામાં મદદ કરવા માટે હાલમાં મોતામાં હાજર છે. તેણે માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ કર્યો હોવાનું જણાવતા, મહેશે કહ્યું કે, તેણે અભ્યાસ છોડી દીધો તેનું એક કારણ એ હતું કે તેના શિક્ષકો – મોટાભાગના રાજપૂત અને ઠાકોરો – તેને શાળાના સમય દરમિયાન હંમેશા કામ પર મોકલતા હતા. “શિક્ષકો માત્ર મને જ મોકલતા, અન્ય વિદ્યાર્થીઓને નહીં, વર્ગમાં. થોડા સમય પછી તે સ્ફટિક સ્પષ્ટ થઈ ગયું.”
આસમાની શર્ટ અને જીન્સમાં સજ્જ, નાના કાપેલા વાળ, 18 વર્ષીય મયંક શેખલિયા કહે છે કે, તે પણ સરકાર અથવા સશસ્ત્ર દળોમાં જવાની ઈચ્છા ધરાવે છે.
લગભગ એક કલાકના અંતરે આવેલી ચંડીસરની એક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મયંકે કહ્યું કે, તેને નિયમિતપણે નાના-મોટા અપમાનનો સામનો કરવો પડે છે, પરંતુ તે તેને અવગણવાનું પસંદ કરે છે. “કોલેજમાં જતી વખતે, જો ગામના ચોકમાં મારો સામનો રાજપૂતો સામે થાય છે, તો તેઓ મારા કપડા અથવા કુટુંબ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. હું આ ટિપ્પણીઓને અવગણું છું. જો હું જવાબ આપીશ, તો તે વિવાદ તરફ દોરી જશે – જેમાં હું પડવા નથી માંગતો.”
જો કે ગામમાં એક સરકારી શાળા છે અને તે એક રાજપૂત ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, 15 વર્ષીય ક્રિશ શેખલિયા દરરોજ બે કલાકની મુસાફરી કરીને ચંડીસરમાં શાળામાં જાય છે. કિશોરે કહ્યું, “અહીંની સરકારી શાળા સારી નથી અને ટ્રસ્ટ સંચાલિત શાળા અમારા માટે ખૂબ મોંઘી છે.” તેણે કહ્યું કે, તેના તમામ જાતિના મિત્રો છે.
સમુદાય દ્વારા જે ભેદભાવનો સામનો કરવો પડે છે તે વધુ સૂક્ષ્મ હોવાનું જણાવતા, 30 વર્ષીય ભરત શેખલિયાએ કહ્યું, “રાજપૂતોને એ વાત પરેશાન કરે છે કે અમે પોતાને અને અમારા બાળકોને શિક્ષિત કરવાની કોશિસ કરી રહ્યા છીએ, તથા સારું જીવન જીવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમને જે જોઈએ છે તેના પર અમે ખર્ચ કરવાનો પ્રયાસ કરીએ છીએ.” અથવા આકર્ષક દેખાવા અથવા મોટરસાઇકલ ચલાવવા જેવી નાની લક્ઝરી લાઈફ જીવવા માંગીએ છીએ. આ સુનિશ્ચિત કરે છે કે, તે અમને અમારી મર્યાદામાં રહેવાની અને તેમના માટે આભારી રહેવાની યાદ અપાવવાની તક ક્યારેય ચૂકતા નથી. પરંતુ હવે, અમારા સમુદાયના લોકો સરકારી અથવા અન્ય નોકરીઓમાં જોડાઈ રહ્યા છે. ઉપરાંત, હવે અમારી આજીવિકા હવે માત્ર તેમની જ સાથે જોડાયેલી નથી. હવે અમે શહેરોમાં કામ કરીએ છીએ, બીજી નોકરીઓ પણ કરીએ છીએ.”
ખેમીબેન શેખલિયા (80 વર્ષિય) યાદ કરે છે કે, અમે યુવાન હતા તેવા સમયમાં તેમના સમુદાયને સામાન્ય નળમાંથી પાણી જેવી મૂળભૂત સુવિધાઓની પણ વંચિત કરવામાં આવતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, દલિતોએ ત્યારે ભેદભાવ અને અપમાન સહન કર્યું કારણ કે, તેઓ આર્થિક રીતે રાજપૂતો અથવા ઉચ્ચ જાતિ પર નિર્ભર હતા.
જોકે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનો ડેટા ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ સામેના ગુનાઓ/અત્યાચારોમાં થોડો વર્ષ-દર-વર્ષે ઘટાડો દર્શાવે છે – 2018માં 1,426 ઘટનાઓથી 2021માં 1,201 સુધી પહોંચી છે – તો દોષિત ઠેરવવાનો દર 2018માં 3.1% થી વધીને 5.21% થયો છે.
ઉલ્લેખનીય છે કે, 2018 અને 2019 ની વચ્ચે, ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ ચુકાદાઓમાં, બનાસકાંઠા જિલ્લામાં એક વિશેષ ન્યાયાધીશે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ દાખલ કરાયેલા કેસોમાં દલિત ફરિયાદીઓને રક્ષણ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કેટલાક કિસ્સામાં એટ્રોસિટી એક્ટમા આરોપીઓને નિર્દોષ છોડતી વખતે, ખોટી ફરિયાદ ગણી સરકાર પાસેથી મળેલ વળતર પાછુ વસુલવામાં આવે છે તે “ખતરાને” અવગણી શકાય નહીં. ગુજરાત સરકારના કાનૂની વિભાગે આ નિર્ણયો સામે અપીલ દાખલ કરવા માટે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.
અમદાવાદ સ્થિત દલિત અધિકાર કાર્યકર્તા કાન્તિલાલ પરમાર કહે છે કે, સંખ્યાઓ પુરૂ ચિત્ર બતાવતું નથી. “એફઆઈઆર એ આઇસબર્ગની માત્ર ટોચ છે. અત્યાચારના મોટાભાગના કિસ્સામાં પરિયાદ નોંધાતી પણ નથી. ઘણા દલિતો પરિણામોના ડરથી પોલીસ સ્ટેશનમાં જતા નથી, જ્યારે કેટલાકને ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવે છે અથવા સમાધાન કરવા અને કેસનું સમાધાન કરવા દબાણ કરવામાં આવે છે.”
સમાધાન કરનારાઓમાં અતુલભાઈ શેખલિયાનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2022 માં, તેમના લગ્નના વરઘોડા પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો કારણ કે તેમણે પાઘડી પહેરી હતી. અતુલભાઈના પિતા વીરાભાઈએ આઈપીસીની વિવિધ કલમો અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુના માટે એફઆઈઆર નોંધાવી હતી અને 28 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ચાર મહિના પછી, 23 જૂન, 2022 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી હતી જ્યારે વિરાભાઈએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેઓ આ બાબતને આગળ વધારવા માંગતા નથી.
પરિવારના એક સભ્યએ કહ્યું, “તેઓએ મામલો પતાવ્યો કારણ કે તેમને કેસ અને તેના ખર્ચ વ્યવહાર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ આરોપી તરફથી મામલો થાળે પાડવાનો ‘આગ્રહ’ થયો હતો. પરિવારને ગામના અન્ય દલિતો તરફથી કોઈ ટેકો ન મળ્યો હોવાથી, તેઓએ આ બાબતને આગળ ન વધારવાનું વધુ સારું માન્યું. સાચું કહું તો રાજપૂતોએ ત્યાર પછી અમને કોઈ પરેશાન કર્યા નથી.
ગામમાં સમાજની જૂની વસાહતથી દૂર આવેલ અતુલભાઈનું ઘર, મોતા ગામમાં થોડા નવા દલિત ઘરોમાંનું એક છે.
ભૂપતભાઈ (31 વર્ષિય) જેમના પર ગયા મહિને હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તેમના ભાઈએ “સનગ્લાસ અને સરસ કપડાં પહેર્યાં હતા”. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગામના વડીલો અને આરોપીના પરિવાર દ્વારા “મામલો ઉકેલવા” માટે તેમના પર દબાણ કરવામાં આવતું હતું. “અમે બધા ભેદભાવનો સામનો કરીએ છીએ, મોટાભાગે કોઈ એફઆઈઆર નોંધાવતું નથી. અમે આરોપીઓ સાથે સમાધાન કરી લઈએ તો પણ અમારી સ્થિતિ બદલાય એવું લાગતુ નથી. એક પણ ધરપકડ કરવામાં આવી નથી. તેના બદલે, અમને કાઉન્ટર એફઆઈઆરમાં આરોપી દાખલ કરવામાં આવ્યા છે.”
ભરતે કહ્યું, “તમે એકવાર સમાધાન કરો છો, તો તેઓ સમજે છે કે તમે નબળા છો. અમારું ત્રણ વીઘાનું ખેતર એક રાજપૂત અને ઠાકોરના ખેતરને અડીને છે. બોરવેલ તેની જમીન પર છે અને અમે સામાન્ય રીતે તેના બોરવેલમાંથી પાણી લઈએ છીએ. જીગરભાઈનો કેસ નોંધાયા બાદ તેઓએ અમારા પર દબાણ લાવવા માટે અમારો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો.”
કાર્યકર્તાઓ પરમાર ભેદભાવને રોકવા માટે નિર્ધારિત કેટલીક પદ્ધતિઓને અમલમાં મૂકવાની ઇચ્છાના અભાવ માટે દુખ વ્યક્ત કરે છે.
“હાલમાં, રાજ્ય પાસે તકેદારી અને દેખરેખ સમિતિ પણ નથી, જે SC અને ST (અત્યાચાર નિવારણ) નિયમો, 1995 ના પેટા-નિયમ 16 હેઠળ નિર્ધારિત છે. કમિટિ, જેના સભ્યોમાં મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે, તે વર્ષમાં બે વાર મળવાની હોય છે, પરંતુ 1995 થી અત્યાર સુધીમાં આની માત્ર 14 બેઠકો બોલાવવામાં આવી છે.
રાજપૂતોનું કહેવું છે કે, કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે
ગામના રાજપૂત ભાગમાં, 28 વર્ષીય નરેન્દ્રસિંહ પરમાર અને 30 વર્ષીય રણજીતસિંહ પરમારનો આરોપ છે કે, ગામમાં દલિતોએ “વિશેષ કાયદા”નો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે.
“અમારા મોટાભાગના યુવાનો સરકારી નોકરીમાં છે, લશ્કરમાં પણ. વાસ્તવમાં, ગયા વર્ષે દલિત વરરાજા પર પથ્થરમારો કરવાના 28 આરોપી એવા બતાવવામાં આવ્યા જે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. એફઆઈઆર ઇરાદાપૂર્વક તેમના ભવિષ્યને બરબાદ કરવા માટે દાખલ કરવામાં આવી હતી.” તેમણે દાવો કર્યો, તેઘટના બની ત્યારે તે ગામના ચોક પાસે એક પ્રોવિઝન સ્ટોર પર બેઠો હતો.
વકીલ નરેન્દ્રસિંહ અને ખેડૂત રણજીતસિંહ દાવો કરે છે કે, કેટલાક દલિતોના લગ્ન માટે તો સ્થાનિક કોમ્યુનિટી હોલ મફતમાં આપવામાં આવ્યા હતા.
રણજીતસિંહે કહ્યું કે, બંનેએ જાતિ ભેદભાવના આરોપોને ફગાવી દેતા કહ્યું કે, તેઓ તમામ જાતિઓ દ્વારા આયોજિત સામાજિક કાર્યોમાં ભાગ લે છે. “તે માત્ર થોડા લોકો છે જેઓ ઉદ્ધત છે. અને તેઓ (દલિતો) તેને એવું દેખાડે છે કે, જાણે તે જાતિનો મુદ્દો છે.”
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો