Cyclone Biparjoy Gujarat IMD update : ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાનું શરૂ થઇ ગયુ છે.
વરિષ્ઠ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી છે.
Cyclone Alert for Saurashtra & Kutch Coast: Yellow Message. ESCS BIPARJOY over eastcentral Arabian Sea, at 1730 IST of 11th June near lat 18.6N & long 67.7E, Likely to cross between Mandvi (Gujarat) & Karachi (Pakistan) by noon of 15thJune. More details: https://t.co/EGetkpfaKk pic.twitter.com/3jhmKCWpPH
— India Meteorological Department (@Indiametdept) June 11, 2023
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન:સ્થાપન માટેની ટીમ, પંપિંગ મશીન્સ, જનરેટર્સ સહિતની જરૂરી વ્યવસ્થાઓ તૈયાર રાખવા પણ સૂચનો કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મી સાથે સંકલન સાધી આ એજન્સીઓને આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય પર રાખેલ છે. આ ઉપરાંત, NDRF ની 7 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે તેમજ 3 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. SDRFની 12 ટીમ પણ જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચવા સજ્જ રાખવામાં આવેલ છે.
બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે. હર્ષદ ખાતે દરિયામાં કરંટ દેખાયા બાદ દરિયાનાં પાણી રસ્તા પર આવી ગયા છે. અહીં અનેક દુકાનો સુધી પાણી ઘૂસ્યા છે.
https://twitter.com/Indiametdept/status/1667911884081618946
જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે.
અરબી સમુદ્રમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 15 જૂને બપોરે 2 વાગ્યાની આસપાસ કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125થી 150 કિમી રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં કાંઠા વિસ્તારમાં તોફાનની તીવ્ર ગતિ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો પ્રભાવ રહેશે. 14 તારીખે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂને રાજકોટ, ભાવનગર, જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવલખી, માંડવી, ઓખા બંદર, બેડી, મુંદ્રા, જખૌ બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે.
રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર, દ્વારકાથી 440 અને નલિયાથી 530 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપરજોયની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
#WATCH | Tidal waves and rain hit Mumbai due to cyclonic storm 'Biparjoy' in Arabian Sea pic.twitter.com/BehVpPrqVA
— ANI (@ANI) June 11, 2023
Cyclone Biparjoy on Pakistan & Gujarat : પાકિસ્તાનના મીડિયા અહેવાલ અનુસાર ચક્રવાતની અસરે ભારે વરસાદ પડતા 24 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે યલો એલર્ટ જારી કર્યું છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો) #WATCH | Dwarka, Gujarat | Effect of cyclone 'Biparjoy' seen at coastal areas. Visuals from Gomti Ghat. pic.twitter.com/DRgGSHeFSa
— ANI (@ANI) June 11, 2023
Cyclone Alert for Saurashtra and Kutch Coast: Yellow Message. ESCS BIPARJOY lay at 1130IST today, about 450 km SSW of Porbandar, 490 km SSW of Dwarka, 570 km SSW of Naliya. To cross Saurashtra and Kutch and adj Pakistan coasts around noon of 15 June as VSCS. pic.twitter.com/hAue8eaaI9
— India Meteorological Department (@Indiametdept) June 11, 2023
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી છે.
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના 6 જિલ્લા દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસોએ યોજાશે.
ગુજરાતમાં આવી રહેલા ચક્રવાત બિપરજોય વિશે પળે-પળેની માહિતી આપી રહ્યા છીએ.