scorecardresearch
Premium

Cyclone Biparjoy Live Updates: ‘બિપરજોય’ સામે લડવા ગુજરાત તૈયાર, વડોદરા NDRFની તમામ ટીમો સ્ટેન્ડ બાય, ગાંધીનગર કંટ્રોલ રૂમથી રખાશે ચાંપતી નજર

Cyclone in Gujarat, Biparjoy live : અરબી સમુદ્રમાં બિપરજોય નામનું ચક્રવાત સક્રિય થયું છે. આ ચક્રવાત ધીમે ધીમે ગભીર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયા કાંઠા પર ત્રાટકવાની સંભાવના છે.

Cyclone Biparjoy Live News in Gujarati | Cyclone in Gujarat 2023 | Cyclone Biparjoy Tracker
ચક્રવાત બિપરજોયની સેટેલાઇટ ઇમેજ

Cyclone Biparjoy LIVE Updates Today 9 june 2023: કેરળમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું ગુરુવારે પહોંચ્યું, ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું. દરમિયાન, વિભાગે ગુરુવારે ચેતવણી જારી કરી હતી અને કહ્યું હતું કે ચક્રવાત ‘બિપરજોય’ એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. આઈએમડીએ જણાવ્યું હતું કે ચક્રવાત આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. જોકે, IMD એ હજુ સુધી ભારત, ઓમાન, ઈરાન અને પાકિસ્તાન સહિત અરબી સમુદ્રને અડીને આવેલા દેશો પર કોઈ મોટી અસરની આગાહી કરી નથી.

ગુજરાતના દરિયા કાંઠે આગામી દિવસોમાં સંભવિત બિપરજોય બાબાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડોદાર એનડીઆરએફની તમામ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હેડ ક્વોટરમાં તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ કર્યો છે. ગાંધીનગર કંટ્રોલ રૂમથી પણ વાવાઝોડા પર ચાંપતી નજર રાખશે, વાવાઝોડાને લઇને માછીમારોને નુકસાન થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

અહીં વાંચતા રહો બિપરજોય વાવાઝોડાના પળેપળના સમાચાર….

Live Updates
14:26 (IST) 9 Jun 2023
જેકી શ્રોફની પત્ની પાસેથી 58 લાખ રૂપિયા પડાવી ઠગી રફુચક્કર, આયશા શ્રોફે નોંધાવી ફરિયાદ

Lazy Load Placeholder Image

Jackie shroff wife: જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ (Ayesha Shroff) સાથે લાખો રૂપિયાની છેતરપીંડિ થઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

14:10 (IST) 9 Jun 2023
Updated Kiger And Triber : Renault એ શરૂ કરી BS6 Phase 2 વાળી Kiger And Triber ની ડિલિવરી, કિંમતની સાથે જાણો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન

Lazy Load Placeholder Image

Updated Kiger And Triber : અપડેટેડ કિગર અને ટ્રાઇબરએ પોતાના સેગ્મેન્ટમાં સૌથી ઓછી કિંમત વાળી કોમ્પએકટ એસયુવી અને એમપીવીમાં એક છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

13:42 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy : બિપરજોય ચક્રવાત આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનશે, જુઓ ગુજરાતમાં કેવી રહેશે અસર? તંત્રની કેવી છે તૈયારી?

Lazy Load Placeholder Image

Cyclone Biparjoy gujarat effect : બિપરજોય ચક્રવાતનું સંકટ ગુજરાત સહિત દેશના પશ્ચિમ ભાગો પર તોળાઈ રહ્યું છે. તો જોઈએ તંત્ર દ્વારા કેવી તૈયારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) શું આગાહી કરી છે?

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

12:33 (IST) 9 Jun 2023
Gujarat GSEB Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ, છેલ્લી તારીખ કઈ છે?

Lazy Load Placeholder Image

GSEB supplementary exams Registration : આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચની વચ્ચે યોજાઈ હતી જેમાં લગભગ 5.91 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

11:23 (IST) 9 Jun 2023
Sonam kapoor Net Worth : સોનમ કપૂરની મહિનાની કમાણી જાણીને આંખો પહોળી થઇ જશે, અભિનેત્રી છે કરોડોની માલકિન

Lazy Load Placeholder Image

Sonam Kapoor Net Worth: સોનમ કપૂર (Sonam kapoor) ફિલ્મોમાંથી તો કરોડોની કમાણી કરી જ લે છે પરંતુ પોતના બિઝનેસમાંથી પણ સારી એવી કમાણી કરે છે. સુંદરતા સાથે લાખો લોકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી સોનમ કપૂર આજે કરોડોની સંપત્તિની માલિકી ધરાવે છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

10:55 (IST) 9 Jun 2023
Express Investigation | ઝારખંડમાં સિંચાઈ યોજનાનો ‘ચોંકાવનારો’ ખુલાસો થયો: આધારનો દુરુપયોગ, ભંડોળનો દાવો, ખેડૂતો અજાણ

Lazy Load Placeholder Image

Jharkhand Irrigation scheme : પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળની મહત્વાકાંક્ષી કેન્દ્રીય સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું મુખ્ય તત્વ, ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

10:29 (IST) 9 Jun 2023
Wrestlers Protest : ઇન્ટરનેશનલ રેફરીએ કહ્યું, ‘મેં બ્રિજ ભૂષણને તેની બાજુમાં ઊભેલા જોયા, ત્યારે મહિલાએ અસ્વસ્થ હતી, તેની સાથે કંઈક ખોટું થયું છે’

Wrestlers Protest : WFI ચીફે કુસ્તીબાજના નિતંબને ‘સ્પર્શ’ કર્યાની ઘટના અંગે જગબીર સિંહે FIRમાં ઉલ્લેખ કર્યો હતો,એફઆઈઆર મુજબ ,ફોટોગ્રાફ માટે આગળની હરોળમાં જાય તે પહેલાં સિંહે તેને બળજબરીથી ખભાથી પકડી રાખી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

10:06 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોયના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

10:02 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy Live Updates: સંભવિત બિપરજોય વાવાઝોડા સામે તંત્ર તૈયાર, વડોદરા NDRFની તમામ ટીમો સ્ટેન્ડ બાય

ગુજરાતના દરિયા કાંઠે આગામી દિવસોમાં સંભવિત બિપરજોય બાબાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડોદાર એનડીઆરએફની તમામ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હેડ ક્વોટરમાં તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ કર્યો છે. ગાંધીનગર કંટ્રોલ રૂમથી પણ વાવાઝોડા પર ચાંપી નજર રાખશે, વાવાઝોડાને લઇને માછીમારોને નુકસાન થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

09:55 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનશે: IMD

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 36 કલાકમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય તીવ્ર બનવાની તૈયારીમાં છે અને આગામી બે દિવસમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

09:53 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy Live Updates: આગામી 3 દિવસ દરમિયાન બિપરજોય વધુ તીવ્ર બનશે

હવામાન વિભાગના અપડેટ અનુસાર બિપરજોય ચક્રવાત ગોવાથી લગભગ 850 કિમી પશ્ચિમમાં, મુંબઈથી 880 કિમી દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી 890 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને કરાચીથી 1170 કિમી દક્ષિણમાં. આગામી 3 દિવસ દરમિયાન વધુ તીવ્ર બનશે.

09:31 (IST) 9 Jun 2023
Shani-Chandra Yuti : શનિ-ચંદ્રની યુતિથી બન્યો ‘ખતરનાક’ વિષ યોગ, આ ત્રણ રાશિઓને રહેવું પડશે સાવધાન, પૈસાની સાથે સ્વાસ્થ્યનું પણ થશે નુકસાન

Lazy Load Placeholder Image

vish yog in kundli, saturn moon conjunction : ચંદ્ર 9 જૂન સવારે 6.02 વાગ્યે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં અઢી દિવસ રહેશે.

ખતરનાક વિષ યોગથી કઈ કઈ ત્રણ રાશિઓને સાવધાન રહેવાની જરૂર છે એ જાણવા અહિં ક્લિક કરો

08:47 (IST) 9 Jun 2023
રણબીર કપૂર રામ અને આલિયા બનશે સીતા, રાવણના પાત્રમાં આ સાઉથ સુપરસ્ટાર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

Lazy Load Placeholder Image

Alia Ranbir Ramayana: દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘રામાયણ’પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેમાં રણબીર-આલિયાની એન્ટ્રી થઇ ગઇ છે અને તેના પાત્ર માટે ટેસ્ટ ચાલી રહ્યો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

08:02 (IST) 9 Jun 2023
Radhika Madan Goes Vegan: રાધિકા મદન કહે છે ‘શાકાહારી બનવાથી મારું જીવન બદલાઈ ગયું, શાકાહારી ખોરાક લેવાથી આયુષ્ય વધે’

Lazy Load Placeholder Image

Radhika Madan Goes Vegan: રાધિકા મદન (Radhika Madan ) કહે છે કે, “પશુપાલન -પ્રાણીઓનું સંવર્ધન, ઉછેર અને કતલ – ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે જે પૃથ્વી માટે નુકસાનકારક વધુ છે. અને હું બધાને વીગન (Vegan) થવા માટે પ્રોત્સાહિત કરું છું.”

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

07:35 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy Live Updates: આજે વાવાઝોડાની ઝડપ 135 થી 145 કિમી પ્રતિ કલાકની રહેશે

હવામાન વિભાગ દ્વારા ચક્રવાત બિપરજોયને લઇને એક પ્રેસ રિલિઝ જારી કરવામાં આવી છે. હાલ ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયા કિનાર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની એક રિલિઝ અનુસાર 9 જૂનના રોજ વાવાઝોડાની ઝડપ 135 થી 145 કિમી પ્રતિ કલાકની રહેશે, જે વધીને 160 થી 170 કિમી પ્રતિ કલાક સ્પીડ સુધી પહોંચી શકે છે. ત્યાર પછીના 10, 11 અને 12 જૂનના રોજ ચક્રવાત વધારે તીવ્ર બની શકે છે.

07:33 (IST) 9 Jun 2023
Cyclone Biparjoy Live Updates: માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

વાવાઝાડુ જેમ જેમ ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ તેની અસર વરતાઇ રહી છે. ભારે પવન અને દરિયામાં ઉંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા પોરબંદર, જાફરાબાદ જેવા બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

07:32 (IST) 9 Jun 2023
આજનો ઇતિહાસ 9 જૂન : બિરસા મુંડા શહીદ દિવસ, ઇન્ટરનેશનલ આર્કાઇવ ડે

Lazy Load Placeholder Image

Today history 9 june : આજે 9 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આદિવાસ લોક નાયક બિરસા મુંડાનો શહીદ દિવસ અને ઇન્ટરનેશનલ આર્કાઇવ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસના ઇતિહાસ વિશે સંપૂર્ણ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો

07:20 (IST) 9 Jun 2023
Daily Horoscope, 9 june 2023, આજનું રાશિફળ : રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મિથુન રાશિના જાતકો માટે આજે સોનાનો દિવસ

today Horoscope, 9 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિ ભવિષ્ય

07:18 (IST) 9 Jun 2023
Biparjoy cyclone live updates: બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર એલર્ટ

ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય નામનું વાવાઝોડાનું આવવાની સંભાવનાના પગલે ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. દરિયાકિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે.

07:11 (IST) 9 Jun 2023
અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય આગામી 2 દિવસમાં લગભગ ઉત્તર પશ્વિમ તરફ આગળ વધશે

અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન Biparjoy 8 જૂનના IST પર 23.30 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 840 કિમી, મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિમી. આગામી 36 કલાક દરમિયાન ક્રમશ: વધુ તીવ્ર બનશે અને આગામી 2 દિવસમાં લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે: હવામાન વિભાગ

Web Title: Cyclone biparjoy live updates 9 june 2023 news in gujarati know gujarat weather rain forecast report

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×