scorecardresearch
Premium

Cyclone Biparjoy Live Updates: અમદાવાદ, 15 જૂન બપોરે 2 વાગ્યાથી 16 જૂન સુધી પ્રાણી સંગ્રહાલય, અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ

Cyclone in Gujarat, Biparjoy live : ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં રહેતા લોકો ભયમાં હોય એવું જણાઈ રહ્યું છે.

Biparjoy cyclone | biparjoy in gujarat
ગુજરાત પર બિપરજોયનું સંકટ વધ્યું – express photo

Cyclone Biparjoy Gujarat IMD update : જેમ જેમ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત ઉપર સંકટના વાદળો વધારે ઘેરા બનતા જાય છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. અને હજારો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે બિપરજોય વાવાઝોડું 15 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. લગભગ 24 કલાક જેટલો સમય બિપરજોય વાવાઝોડું ગુજરાતની ધરતી પર રહેશે. વાવાઝોડા સામે લડવા માટે હવે આર્મીની ટીમ પણ મેદાનમાં ઉતરી છે. તમામ મેડકલ સુવિધાઓથી સજ્જ થઈને આર્મીની ટીમ દ્વારકા પહોંચી છે.

સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર પોલીસ પેટ્રોલિંગથી લઇને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં રહેતા લોકો ભયમાં હોય એવું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા બિલેટીન પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે.

Live Updates
23:45 (IST) 14 Jun 2023
જખૌના ખીદરત ટાપુ પર 3 લોકો ફસાયા

જખૌના ખીદરત ટાપુ પર 3 લોકો ફસાયા. મરીન પોલીસ, NDRF, કોસ્ટગાર્ડની ટીમ ત્રણેય વ્યક્તિઓને રેસ્ક્યુ કરવા કોસ્ટગાર્ડ મથકે પહોચ્યા. દરિયામા હાઇટાઇડ વચ્ચે કઇ રીતે રેસ્ક્યુ કરવા તે અંગે ચર્ચા

22:23 (IST) 14 Jun 2023
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMC એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMC એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીના કારણોસર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

21:45 (IST) 14 Jun 2023
8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મુકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10,000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74,345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.

21:41 (IST) 14 Jun 2023
દ્વારકાના દરિયા કિનારાનો નજારો

Lazy Load Placeholder Image

(Express Photo By Bhupendra Rana)

21:35 (IST) 14 Jun 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાવિત જિલ્લાનાં ગામોના સરપંચ સાથે ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone : દરિયાકિનારાથી 0 થી 10 કિ.મી સુધી દૂર એવા 164 ગામોનો મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સીએમ ડેશબોર્ડથી સીધો સંપર્ક કરાયો (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
20:26 (IST) 14 Jun 2023
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્રારકાધીશ મંદિર પહોંચ્યા

19:42 (IST) 14 Jun 2023
બિપરજોય વાવાઝોડાથી બચવા માટે રસૂલપુરના લોકોએ ખાસ વ્યવસ્થા કરી

જામનગરના રસૂલનગર ગામના લોકોએ ચક્રવાત બિપરજોયના ખતરાથી બચવા માટે પોતાના ગામની ચારેય તરફ દોરડા લગાવી દીધા છે.

19:25 (IST) 14 Jun 2023
બિપરજોય વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ, જાણો ચક્રવાત લેન્ડફોલ થશે ત્યારે કેટલી રહેશે પવનની ઝડપ

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone : 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
18:57 (IST) 14 Jun 2023
કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસર વચ્ચે ભૂકંપનો આંચકો આવ્યો

કચ્છમાં એક તરફ બિપરજોય વાવાઝોડાની અસર વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાવાઝોડા વચ્ચે ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.વિગતો પ્રમાણે ભચાઉમાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 3.5 ની આંકવામાં આવી છે. 5:05 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું છે.

18:42 (IST) 14 Jun 2023
બોડકદેવ વિસ્તારમાં પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. બોડકદેવ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

18:09 (IST) 14 Jun 2023
બિપરજોય વાવાઝોડું જખૌ બંદરેથી 270 કિલોમીટર દૂર

18:08 (IST) 14 Jun 2023
બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો 17 જૂન સુધી કોઈપણ મોબાઈલ નેટર્વકનો ઉપયોગ કરી શકશે

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone : આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
17:13 (IST) 14 Jun 2023
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની 18મી જૂને યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ, હવે 25 જૂને યોજાશે

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂનના રોજ યોજાનાર હતી. બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું છે. આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.

15:33 (IST) 14 Jun 2023
વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણપણે બંધ રહેશે

સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણપણે બંધ રહેશે. દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો. આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂનના રોજ 6 વાગ્યા સુધી બંધ રાખવાનો હુકમ કર્યો. દરિયાકિનારાની નજીકના ગામોને કરાયા એલર્ટ કરાયા.

14:45 (IST) 14 Jun 2023
Biparyjoy Cyclone | સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર, પૂરની ચેતવણી, છ પોઇન્ટમાં સમજો બિપરજોયની સ્થિતિ

Cyclone Biparjoy Live News Updates : અરબી સમુદ્રમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં વધુ નબળું પડ્યું હોવા છતાં ભારત હવામાન વિભાગ (IMD) એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત ચેતવણી તરીકે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

પૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

14:02 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: બિપરજોય વાવાઝોડાની અસર,જામનગરથી એરઇન્ડિયાની ફ્લાઇટ રદ

બિપરજોય વાવાઝોડાની અસર ધીમે ધીમે વધી રહી છે ત્યારે પવનની ગતિ પણ વધારે થતી જાય છે. પવન અને વરસાદી ગતિ વધારે હોવાના કારણએ જામનગરથી એરઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી.

13:55 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: દ્વારકા મંદિરને વાવાઝોડાની અસર, ધજા થઇ ખંડીત

ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ છવાયેલું છે ત્યારે હવે વાવાઝોડાની અસર થવા લાગી છે. ત્યારે દ્વારકાના સુપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરને પણ વાવાઝોડાની અસર થઈ હતી. મંદિર ઉપર ફરકતી ધજા ખંડીત થી હતી.

13:23 (IST) 14 Jun 2023
બિપરજોયના ભય વચ્ચે દરિયાકાંઠે લાખો બોટો ખડકાઈ, જુઓ વીડિયો

બિપરજોય વાવાઝોડાના સંકડ વચ્ચે માછીમારોન દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયા કાંઠે લાખો બોટો ખડકાઇ ગઈ છે. જુઓ વીડિયો

13:18 (IST) 14 Jun 2023
બિપરજોય ચક્રવાત અંગે મોટા સમાચાર, વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને રૂટ બદલાયો, ત્રણ દિવસનો સંભવિત રૂટ અને અસર

Lazy Load Placeholder Image

cyclone biporjoy cyclone live map : ગુજરાતના દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગુરૂવારે ટકરાયા બાદ એ પાકિસ્તાન તરફ આગળ વધે એવી સંભાવના છે. અહીં રાહતના સમાચાર એ છે કે ગુજરાતના કચ્છ માથેથી પસાર થનાર બિપરજોય ચક્રવાત હવે કચ્છ પાકિસ્તાન સરહદેથી આગળ વધે એવી શક્યતા દેખાઇ રહી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

12:28 (IST) 14 Jun 2023
Biparjoy cyclone updates: બિપરજોય ચક્રવાતના ભય વચ્ચે ગીરના જંગલમાંથી 100 સિંહોનું સ્થળાંતર

Lazy Load Placeholder Image

lions migrated from Gir forest, Biparjoy live updates : બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ સિંહોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

12:27 (IST) 14 Jun 2023
Biparjoy cyclone in Gujarat : ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો, ક્યાં કેવી પરિસ્થિતિ છે?

Lazy Load Placeholder Image

Bipar cyclone in Gujarat latest updates: 15 જૂનની સવારે વાવાઝોડું કચ્છના કાંઠે ટકરાશે ત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિ લડવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી સહિતના બચાવ ટીમો વિવિધ જગ્યાએ તૈનાત કરી દીધી છે. ચાલો જાણીએ અત્યારે ગુજરાતમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

11:19 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: બિપરજોયના સંકટ સામે લડવા આર્મી પણ મેદાને

ગુજરાત પર સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ સામે લડવા માટે આર્મી પણ મેદાનમાં ઉતરી છે. આર્મીની ટીમ મેડિકલ સુવિધા સાથે દ્વારકા ખાતે પહોંચી હતી.

11:16 (IST) 14 Jun 2023
બિપરજોય ત્રાટકે તે પહેલા કચ્છના જખૌમાં કેવી છે સ્થિતિ, જુઓ વીડિયો

બિપરજોય કચ્છના માંડવીમાં પહેલા ટકરાવવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે કચ્છના જખૌ વાવાઝોડા પહેલા કેવી પરિસ્થિતિ છે એ વીડિયોમાં જુઓ.

11:12 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: ગુજરાત પર બિપરજોયનો ખતરો વધ્યો, ગુજરાત તરફ તેજી ગતિએ આવી રહ્યું છે વાવાઝોડું

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલેટીનના પગલે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો છે. ગુજરાત તરફ તેજ ગતિએ વાવાઝોડું આવી રહ્યું છે. જખૌથી 290 કિમી દૂર, નલિયાથી 310 કિમી, પોરબંદરથી 350 કિમી દૂર અને દ્વારકાથી 300 કિમી દૂર વાવાઝોડું છે.

11:09 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: વાવાઝોડાને લઈને યાત્રાધામો દર્શનાર્થીઓ માટે બંધ, રિવરફ્રન્ટથી લઇને રોપ-વે સુધીની સુધી બધું બંધ

ગુજરાતમાં 15-16 જૂનના રોજ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જ્યારે યાત્રાધામોએ પણ નિર્ણય લીધો છે. આજથી 16 જૂન સુધી પાવાગઢ, અંબાજી અને ગિરનારમાં રોપ-વે સેવાઓ બંધ રહશે. આ ઉપરાંત સાળંગપુર-સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દીવના તમામ બીચો પણ બંધ કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પણ 15 જૂન સાંજ સુધી બંધ કરવામાં આવ્યો છે.

11:07 (IST) 14 Jun 2023
iparjoy cyclone live Updates: બિપરજોય વાવાઝોડાની અસર, ગીર જંગલ સફારી બંધ કરાઈ

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર જંગલ સફારી બંધ કરવામાં આવી છે. સાસણ જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ગિરનાર નેચર સફારી, સ્મૃતિવન, કોટેશ્વર નારાયણ સરોવર પણ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે.

11:04 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: ગુજરાત રાજ્યમાં તા. 14-06-2023 ના રોજ ભારે વરસાદની ચેતવણી

જરાત રાજ્યમાં તા. 14-06-2023 ના રોજ ભારે વરસાદની ચેતવણી

11:02 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: વાવાઝોડાને લઈને યાત્રાધામનો નિર્ણય, પાવાગઢ, અંબાજી અને ગિરનારમાં રોપ-વે સેવા બંધ

ગુજરાતમાં 15-16 જૂનના રોજ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જ્યારે યાત્રાધામોએ પણ નિર્ણય લીધો છે. આજથી 16 જૂન સુધી પાવાગઢ, અંબાજી અને ગિરનારમાં રોપ-વે સેવાઓ બંધ રહશે.

10:57 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: ગુજરાત રાજ્ય માટે પવનની ચેતવણી નકશો

બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાત રાજ્ય માટે પવનની ચેતવણી નકશો

10:53 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: બિપરજોય વાવાઝોડું ત્રાટકે એ પહેલા કચ્છના નલિયામાં કેવી છે સ્થિતિ, જુઓ વીડિયો

બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવીમાં પહેલા ટકરાવવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે કચ્છના દરિયા કાંઠે આવેલા નલિયામાં વાવાઝોડા પહેલા કેવી પરિસ્થિતિ છે એ વીડિયોમાં જુઓ.

09:48 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: પોરબંદર એસટી ડેપોના તમામ 59 રુટો બંધ

બિપરજોય વાવાઝોડાની ગુજરાત પર અસર થવા લાગી છે ત્યારે વાહન વ્યવહાર ઉપર પણ અસર પડી રહી છે. પોરબંદર એસટી ડેપોના તમામ 59 રુટો બંધ કરવામાં આવ્યા છે. 15 તારુખના રોજ બસો બંધ રહેશે. પોરબંદર રુટ પર દોડતી 64 બસોને પાર્ક કરી દેવાઈ છે. જ્યારે પોરબંદર ડેપોની તમામ 244 ટ્રીપ રદ કરવામાં આવી છે.

09:12 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: ગુજરાતના બિપરજોય સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 156 ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં બિપરજોય સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 156 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં કચ્છ જિલ્લાના 72 ગામો, પોરબંદરના 31 ગામો, વલસાડના 28 ગામો, નવસારીના 16 ગામો અને અમરેલી જિલ્લાના જાફરાબાદના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

09:09 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: રાજ્યમાં 17 NDRF અને 12 SDRFની ટીમ તૈનાત

બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં 4, દ્વારકા અને રાજકોટમાં 3, જામનગરમાં 2, જૂનાગઢ અને પોરબંદરમાં 1 ટીમ સહિત ગીર મોનાથ, મોરબી, વલસાડમાં એનડીઆરએફની કુલ 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે વડોદરામાં 2 અને ગાંધીનગર અને દીવમાં 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં 12 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર, દ્વારકામાં 2-2 ટીમ, જૂનાગઢ, પોરબંદર, બનાસકાંઠામાં 1-1 ટીમ, ગીર સોમનાથ, મોરબી, પાટણમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં SDRFની 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

08:57 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: આજે મળનારી કેબિનેટ બેઠક રદ, મુખ્યમંત્રી સ્થિતિની સમીક્ષા કરશે

ગુજરાત પર બિપરજોયનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે દર બુધવારે મળનારી કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે. જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10 વાગ્યે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જશે અને સ્થિતિની સમીક્ષા કરશે.

08:48 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: સુરતમાં બિપરજોય વાવાઝોડાની અસર, ઓલપાડમાં મકાન ધરાશાયી

ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાનો શરુ થયો છે. તો સુરતમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. સુરતના ઓલપાડના ટેકરા ફળિયામાં મકાન ધરાશાયી થયું હતું. ભારે પવન ફૂંકાવાના કારણે મકાન ધરાશાયી થયું હતું, જોકે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી.

08:43 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાવાની શક્યતા, જિલ્લા અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના કચ્છ, દિવભૂમિ દ્વારકા અને જામનગરમાં તારાજી સર્જાશે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વાવાઝોડું ફૂંકાવાના એંધાણ છે. આ સમયે 30થી 87 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે ભારે પવન સાથે 2થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. મહેસાણામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લાના અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે.

07:42 (IST) 14 Jun 2023
Biparjoy Cyclone : બિપરજોય ગુજરાતથી એકદમ નજીક, 37,000 લોકોનું સ્થળાંતર, દિવાલ ધરાશાયી થતાં 1નું મોત

Lazy Load Placeholder Image

Biparjoy cyclone Gujarat latest updates: બિપરજોયના પગલે મંગળવાર સાંજ સુધીમાં 37,700 થી વધુ લોકોને આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા જે સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે, અને સેનાને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

07:31 (IST) 14 Jun 2023
બિપરજોય ચક્રવાત : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે 15 અને 16 જૂન બે દિવસ લોકો માટે બંધ રહેશે

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું 15 જૂને કચ્છમાં લેન્ડફોલ થશે, ચક્રવાતની અસરના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક સેવાઓ બંધ કરવામાં આવી છે

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

07:23 (IST) 14 Jun 2023
અસરગ્રસ્ત જિલ્લાઓમાં તંત્રની યુદ્ધના ધોરણે તૈયારીઓ

સરકારે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડના અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 17 અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 12 ટીમો સ્ટેન્ડબાય પર છે.

07:21 (IST) 14 Jun 2023
ગની જામનો પરિવાર 1998માં એટલો ભાગ્યશાળી ન હતો

રેલવે ઝુપડા વિસ્તારમાં રહેતા ગની જામનો પરિવાર 1998માં એટલો ભાગ્યશાળી ન હતો. તેની માતા હવાબાઈ, દાદી આયેશા અને તેનો એક વર્ષનો પુત્ર હસન ભરતીના મોજામાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. “એક ભરતીનું મોજું અમારા ઘરમાં પૂર આવ્યું. બીજી લહેર, જે ટેકરી જેટલી ઊંચી દેખાતી હતી, તેણે મારા શિશુ પુત્રને મારા હાથમાંથી છીનવી લીધો. કોઈક રીતે, હું અમારા લાકડાના ઘરની ટોચ પર ચઢવામાં સફળ રહી અને બચી ગઈ,” મંગળવારે ગાંધીધામમાં તેના ભાઈ જુસબ મંધરાના ઘરે આશ્રય લેતી વખતે ગનીની પત્ની ફાતેમા યાદ કરે છે.

07:20 (IST) 14 Jun 2023
સાવચેતીના પગલારૂપે સરકારે 15 જૂન સુધી શાળાઓ બંધ

સાવચેતીના પગલારૂપે સરકારે 15 જૂન સુધી શાળાઓ બંધ કરી દીધી છે. કંડલા અને જખૌ બંદરો સહિત કચ્છના અખાતના તમામ દરિયાઈ બંદરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ રેલ્વેએ ગુજરાતના ચક્રવાતથી પ્રભાવિત છ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી પસાર થતી 67 ટ્રેનો અને ટૂંકા ગાળાની અથવા ટૂંકા ગાળાની 43 અન્ય ટ્રેનો રદ કરી છે.

07:19 (IST) 14 Jun 2023
સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોના 563 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વીજ વિતરણ કંપની પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે વરસાદ અને તોફાની પવનને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોના 563 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો કારણ કે 778 વીજ થાંભલાઓને નુકસાન થયું હતું. ગામડાઓને વીજ પુરવઠો પૂરો પાડતા 129 ફીડર, શહેરી વિસ્તારોને નવ અને ખેડૂતોને 1,433 વીજ પુરવઠો સહિત કુલ 1,587 વીજ ફીડરમાં ખામી સર્જાઈ હતી.

07:18 (IST) 14 Jun 2023
આ ચક્રવાતને કારણે બુધવારે અતિભારે વરસાદની આગાહી

IMDએ ચેતવણી આપી છે કે આ ચક્રવાતને કારણે બુધવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે,ગુરુવારે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વરસાદની આ તીવ્રતા વધશે જ્યારે બિપરજોય કચ્છ નજીક લેન્ડફોલ કરશે.

07:17 (IST) 14 Jun 2023
37,794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

સરકારી જાહેરનામા અનુસાર મુખ્ય સચિવ રાજ કુમારે મુખ્યમંત્રીને જણાવ્યું કે મંગળવાર સાંજ સુધીમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ,મોરબી અને રાજકોટ આઠ જિલ્લામાંથી 6,229 સોલ્ટ પાન કામદારો સહિત 37,794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

07:16 (IST) 14 Jun 2023
10 કિલોમીટરના અંતરિયાળ સુધી રહેતા વધુ 7278 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે

એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે મંગળવાર સાંજ સુધીમાં જિલ્લા વહીવટીતંત્રે પાંચ કિલોમીટર અંદરના ઝૂંપડા અને કચ્છના મકાનોમાં રહેતા કુલ 14,088 લોકોને સ્થળાંતર કરવાનું હતું અને જો જરૂર પડશે તો, 10 કિલોમીટરના અંતરિયાળ સુધી રહેતા વધુ 7278 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. કચ્છના 122 દરિયાકાંઠાના ગામોમાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 11,000 લોકોને પહેલાથી જ ચક્રવાત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.

07:07 (IST) 14 Jun 2023
Biparjoy cyclone live Updates: ચક્રવાત બિપરજોય 15 જૂને ત્રાટકશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય 15 જૂને સાંજ સુધીમાં ગુજરાતના કચ્છના દરિયા કિનારે ત્રાટકી શકે છે. તે વખતે પવનની ગતિ 125થી 130 કિમી પ્રતિ કલાક જેટલી રહી શકે છે.

Web Title: Cyclone biparjoy live updates 14 june 2023 news in gujarati know daily gujarat weather rain forecast report

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×