scorecardresearch
Premium

Cyclone Biparjoy Live Updates: બિપરજોય ચક્રવાત : પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી, તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી

Cyclone in Gujarat, Biparjoy live : આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાનું શરૂ થઇ ગયુ છે.

Cyclone Biparjoy Live News in Gujarati | Cyclone in Gujarat 2023 | Cyclone Biparjoy Tracker
બિપરજોય ચક્રવાતની અસર મુંબઈના દરિયામાં પણ જોવા મળી રહી છે (તસવીર – એક્સપ્રેસ)

Cyclone Biparjoy Gujarat IMD update : અરબી સમુદ્રમાં સક્રિય બનેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં પણ આ વાવાઝોડાએ તબાહી માચવી છે. પાકિસ્તાનમાં આશરે 25 લોકોના મોત વાવાઝોડાના કારણે થયા છે. જ્યારે ગુજરાતના દરિયા કાંઠે બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે કંડલા પોર્ટ પર પોર્ટ સિગ્નલ નં.10 લગાવવામાં આવ્યું છે સાથે જ મોટા જોખમની ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાત પર સંભવિત બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક બોલાવી હતી. વાવાઝોડાની સ્થિતિ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.

ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાનું શરૂ થઇ ગયુ છે.

ગુજરાતમાં 12થી 15 જૂન સુધીમાં બિપરજોય ચક્રવાતની ત્રાટકવાની સંભાવનાના પગલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા ભાજપના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના જૂનાગઢની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં 12,13 જૂન રજા જાહેર કરાઈ છે. બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે નિર્ણય લેવાયો છે.

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે તીવ્ર વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલેટૂન પ્રમાણે આજે 12 જૂન 2023ના રોજ આગામી ત્રણ કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ આ વિસ્તારમાં 30-40 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી વરસાદ ફૂંકાશે. આઉપરાંત ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરત અને ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

Live Updates
23:52 (IST) 12 Jun 2023
બિપરજોય ચક્રવાત : પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી, તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી

પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓએ આપી.

22:23 (IST) 12 Jun 2023
મુંબઈમાં જુહૂ બિચ 5 યુવક ડૂબ્યા, એક યુવકને બચાવ્યો, 4ની શોધખોળ ચાલુ

બિપરજોય ચક્રવાતની અસર મુંબઈના દરિયામાં પણ જોવા મળી રહી છે. મુંબઈના જુહૂ બીચ 5 યુવકો નાહવા ગયા હતા. ઊંચી લહેરોને કારણે આ 5 યુવકો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 4 છોકરાઓની શોધખોળ થઈ રહી છે. પહેલા સમાચાર હતા કે 6 યુવકો છે. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સંખ્યાઓ અંગે સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે જુહૂ બીચ નજીક કોલીવાડા ખાતે છ નહીં કુલ પાંચ યુવકો ડૂબી ગયા હતા. માછીમારો દ્વારા 15 વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો. ચારની શોધખોળ ચાલુ છે. બીએમસીએ કહ્યું કે ભરતીના કારણે સર્ચ ઓપરેશન મુશ્કેલ બની રહ્યું છે અને તેમાં સમય લાગી રહ્યો છે.

21:22 (IST) 12 Jun 2023
વાવાઝોડા સમયે તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

20:51 (IST) 12 Jun 2023
બિપરજોય વાવાઝોડાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, પશ્ચિમ રેલવેએ 137 ટ્રેનમાંથી 90 ટ્રેન રદ કરી

બિપરજોય વાવાઝોડાના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવે દ્વારા 137 જેટલી ટ્રેન પૈકી 90 ટ્રેન રદ કરવામાં આવી છે. તો 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. મુસાફરોને અગવડતા ન પડે અને ટ્રેનની વિગત મેળવી કે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.

19:12 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી, જાણો કેમ

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone : ગુજરાતમાં ભયંકર બિપરજોય ચક્રવાતનું સંકટ ઉભું થયું છે, દ્વારકામાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે (સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો)

18:35 (IST) 12 Jun 2023
આકસ્મિક સંજોગોમાં આ નંબરનો સંપર્ક કરો

18:12 (IST) 12 Jun 2023
બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRF ની 12-12 ટીમો મુકાઇ

રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તારીખ 13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 5 કિ.મી. અને ત્યારબાદ 5 થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે. જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, ભારે પવન અને વરસાદથી લોકોને સલામત સ્થળે ખસેડવા વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRFની 12-12 ટીમો મુકાઇ છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે, મોરબી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં NDRF ની એક ટીમ અનામત રખાઇ છે. આ જ રીતે SDRFની કુલ 12 ટીમમાંથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં બે-બે જ્યારે જૂનાગઢ, મોરબી, પોરબંદર,ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક ટીમ તહેનાત કરાઇ છે.

17:38 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Alert: સાયક્લોન બિપરજોય વાવાઝોડા દરમિયાન શું તકેદારી રાખશો? જાણો

Lazy Load Placeholder Image

Cyclone Biparjoy Alert: ચક્રવાત બિપરજોય એક ખતરનાક વાવાઝોડું છે જે આગામી થોડા દિવસોમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. કેવી રીતે સુરક્ષિત રહેવું અને તમારી મિલકતને કેવી રીતે સુરક્ષિત કરવી તે અંગેની કેટલીક ટીપ્સ અહીં આપી છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
16:37 (IST) 12 Jun 2023
ગાંધીધામ, ભચાઉ અને અંજાર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાશે

બિપરજોય વાવાઝોડાના પગલે ગાંધીધામ, ભચાઉ અને અંજાર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ. એક હજાર જેટલા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવ્યા જયારે અંદાજે પાંચ હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે.

16:14 (IST) 12 Jun 2023
રાજકોટમાં વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાવવા લાગી છે. રાજકોટમાં વરસાદ વરસ્યો છે.

Lazy Load Placeholder Image

(Express photo, રાજકોટ)

16:02 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy : બિપરજોય ચક્રવાત| ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: કયા જિલ્લાને ક્યારે ઘમરોળશે વાવાઝોડું

Lazy Load Placeholder Image

Cyclone Biparjoy Gujarat Alert Effect and forecast : બિપરજોય સાયક્લોન ગુજરાતના દરિયા કિનારે તેની અસર દેખાડી રહ્યું છે, આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સહિતના વિસ્તારોમાં ભારે પવન (Gujarat storm) સાથે વરસાદ (Rain) ની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. તો જોઈએ કયા જિલ્લામાં ક્યારે અસર વર્તાશે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
15:24 (IST) 12 Jun 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છ ખાતે સમીક્ષા બેઠક કરી

સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કચ્છ ખાતે સમીક્ષા બેઠક કરી. બેઠકમા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી. સ્થળાંતરિત લોકો માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા, પાણી, વીજળી, સંચાર વ્યવસ્થા, વાવાઝોડાં દરમિયાન પશુધનની સુરક્ષા અને તેના માટે ખોરાકની વ્યવસ્થા વગેરે સંદર્ભે તથા નહિવત જાનહાનીના અભિગમને કેન્દ્રમાં રાખીને ચર્ચા અને પરામર્શન કરીને તંત્રને ખડેપગે રહેવા સૂચના પણ આપી.

14:38 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: પાકિસ્તાની સત્તાવાળાઓએ સિંધમાં નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કર્યું

પાકિસ્તાની સત્તાવાળાઓએ દક્ષિણ સિંધ પ્રાંતના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે કારણ કે તેઓ નજીક આવી રહેલા ચક્રવાત બિપરજોય માટે તૈયારી કરી રહ્યા છે જે સતત મજબૂત થઈ રહ્યું છે અને દેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.

અરબી સમુદ્ર પર સ્થિત બિપરજોય રવિવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયા બાદ તમામ સંબંધિત અધિકારીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ જણાવ્યું હતું કે ચક્રવાત 13 જૂને સિંધના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગોને અસર કરે તેવી શક્યતા છે. પાકિસ્તાન હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે ચક્રવાતી સિસ્ટમ કરાચીથી દક્ષિણમાં 690 કિમીના અંતરે સ્થિત છે.

14:32 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોયની ગુજરાત પર અસર વધી, કંડલા પોર્ટ પર પોર્ટ સિગ્નલ નં.10 જાહેર

ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે કંડલા પોર્ટ પર પોર્ટ સિગ્નલ નં.10 લગાવવામાં આવ્યું છે સાથે જ મોટા જોખમની ચેતવણી પણ આપવામાં આવી છે. (Photo courtesy of DPA )

14:29 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોયના કારણે વલસાડના દરિયામાં ભારે કરંટ, ઊંચી લહેરો ઉઠી

ચક્રવાતી વાવાઝોડું બિપરજોયના કારણે વલસાડમાં ભારે પવન સાથે ઉંચી લહેરો ઉઠી

14:13 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે તીવ્ર વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલેટૂન પ્રમાણે આજે 12 જૂન 2023ના રોજ આગામી ત્રણ કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ આ વિસ્તારમાં 30-40 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી વરસાદ ફૂંકાશે. આઉપરાંત ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરત અને ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

13:50 (IST) 12 Jun 2023
‘ધ આર્ચીઝ’ના પોસ્ટરમાં સુહાના ખાનનો લૂક જોઇને ભાન ભૂલી જશો, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Lazy Load Placeholder Image

Archies New poster: સુહાના ખાન (Suhana Khan) ની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. સુહાના ખાને તેની ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કરીને આ અપડેટ આપ્યું છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

13:43 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે ચક્રવાત એલર્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે ચક્રવાત એલર્ટ: ઓરેન્જ મેસેજ. ESCS BIPARJOY આજે 0830IST પર, પોરબંદરના લગભગ 320km SW, દેવભૂમિ દ્વારકાના 360km SSW, જખાઉ બંદરની 440km દક્ષિણમાં, નલિયાના 440km SSW પર મૂકાયું હતું. વીએસસીએસ તરીકે 15મી જૂનના બપોર સુધીમાં જખાઉ બંદર (ગુજરાત) નજીક પાર કરશે.

12:22 (IST) 12 Jun 2023
Jignesh Mevani Interview| જીગ્નેશ મેવાણી : ‘CM ભૂપેન્દ્ર પટેલ દલિત પીડિતોને ન્યાય અપાવવામાં ન તો મક્કમ છે કે ન તો નરમ’

Lazy Load Placeholder Image

Jignesh Mevani interview : જીગ્નેશ મેવાણીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં દલિત પર થઈ રહેલા હુમલા, અત્યાચાર, એટ્રોસિટી એક્ટ (atrocity act) અને ગુજરાત સરકારના ઉદાસીન વલણ અંગે કરી ખુલીને વાત.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

12:08 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર સજ્જ, DRF અને NDRFની ટીમોનું રાઉન્ડઅપ

ગુજરાતમાં સંભિવત વાવાઝોડું બિપરજોયના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સજ્જ થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ જ્યારે SDRFની એક ટીમને ભૂજમાં સ્ટેન્ડબાય રખાઈ છે. આ ઉપરાંત 1 SDRF અને 1 NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત છે. અને 1 NDRFની ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે.

12:02 (IST) 12 Jun 2023
UPSC Civil Services Prelims 2023 Results : યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 14624 ઉમેદવારો પાસ

Lazy Load Placeholder Image

UPSC Civil Services Prelims 2023 Results : આ વર્ષે પ્રારંભિક પરીક્ષા 28 મેના રોજ લેવામાં આવી હતી. પંચ દ્વારા કુલ 14624 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

11:50 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડા અંગે વડાપ્રધાન મોદીએ બોલાવી મહત્વની બેઠક

ગુજરાત પર સંભવિત બિપરજોય વાવાઝોડાનું ત્રાટકવાનું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક બોલાવી હોવાના સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે એક વાગ્યે બેઠકમાં વાવાઝોડાની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. વાવાઝોડાની સ્થિતિ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે

11:43 (IST) 12 Jun 2023
UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ 2023 ના પરિણામો જાહેર, 14624 ઉમેદવારો પાસ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે ​​સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કર્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પર પરિણામ જોઈ શકે છે.

આ વર્ષે પ્રારંભિક પરીક્ષા 28 મેના રોજ લેવામાં આવી હતી. પંચ દ્વારા કુલ 14624 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. જેઓ ક્વોલિફાય થયા છે તેઓ હવે 15 સપ્ટેમ્બરથી યોજાનારી મુખ્ય પરીક્ષા માટે હાજર રહેશે.

આ ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ છે. પરીક્ષાના નિયમો અનુસાર આ તમામ ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2023 માટે વિગતવાર એપ્લિકેશન ફોર્મ-I (DAF-I) માં ફરીથી અરજી કરવાની રહેશે. DAF ભરવા માટેની તારીખો અને મહત્વપૂર્ણ સૂચનાઓ -હું અને તેની રજૂઆત નિયત સમયે જાહેર કરવામાં આવશે

11:38 (IST) 12 Jun 2023
રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ માં 42 વર્ષની વયે મુખ્ય ભૂમિકા માટે શોના નિર્માતાઓનો માન્યો આભાર, કહ્યું…

Lazy Load Placeholder Image

Rupali Ganguly: રૂપાલી ગાગુંલીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આપ્યું હતું. જેમાં તેણે ‘અનુપમા’માં 42 વર્ષની વયે મુખ્ય ભૂમિકા માટે શોના નિર્માતાઓનો આભાર માન્યો હતો.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

11:31 (IST) 12 Jun 2023
PM-SVANidhi Scheme : દક્ષિણના રાજ્યોમાં મહિલાઓએ વધુ શેરી વિક્રેતાઓ માટે લોન યોજનાનો લાભ લીધો

Lazy Load Placeholder Image

PM-SVANidhi Scheme : આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં યોજનાના કુલ લાભાર્થીઓ (36.33 લાખ)માંથી 21.31 લાખ પુરુષો અને 15.02 લાખ મહિલાઓ છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

11:30 (IST) 12 Jun 2023
પંજાબમાં ચોરોએ સરકારી શાળાઓને બનાવી ટાર્ગેટ, રમકડાંથી લઇને એલઇડી સ્ક્રીન સુધી બધું જ ચોરી ગયા, સરકાર ચિંતામાં

Lazy Load Placeholder Image

Government Primary School : પંજાબમાં ફિરોઝપુર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓથી માંડીને મધ્યમાં સ્થિત લુધિયાણા મોગા અને દોઆબા પટ્ટામાં હોશિયારપુર સુધી – બેશરમ ચોરીના બનાવોથી પીડાઈ રહી છે. છેલ્લા 1.5 વર્ષમાં જિલ્લાની સરકારી શાળાઓમાં ચોરીની 123 ઘટનાઓ નોંધાઈ છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

10:58 (IST) 12 Jun 2023
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાના પગલે જૂનાગઢની શાળાઓમાં રજા જાહેર

ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના જૂનાગઢની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં 12,13 જૂન રજા જાહેર કરાઈ છે. બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે નિર્ણય લેવાયો છે.

10:16 (IST) 12 Jun 2023
સની દેઓલ દિકરાના બેન્ડ બાજા બારાતની તૈયારીમાં ! આખા ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું

Lazy Load Placeholder Image

Karan Deol Marriage: સની દેઓલનો મોટો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલના લગ્ન નક્કી થઇ ગયા હોવાના સમાચાર સામે આવ્યાં છે. જાણો ક્યારે અને કોની સાથે છે લગ્ન

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

10:01 (IST) 12 Jun 2023
ખરાબ હવામાનના કારણે રસ્તો ભટકીને પાકિસ્તાન પહોંચી ગઈ ઇન્ડિગો ફ્લાઇટ

ખરાબ મોસમના કારણે ઇન્ડિંગો એરલાઇન્સની એક ફ્લાઇટ શનિવારે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ અને પાકિસ્તાનના ગુજરાંવાલામાં પહોંચી ગઈ હતી. ત્યાં ભારતીય હવાઇ ક્ષેત્રમાં પરત પાછી આવી હતી. વિમાન કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે આ ફ્લાઇટ અમૃતસરથી અમદાવાદ જઈ રહી હતી. આ દરમિયાન ખરાબ હવામાન હોવાના કારણે ઇન્ડિગો ફ્લાઇટ અટારીથી પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં ઉતારવી પડી હતી.

09:54 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : ‘બિપરજોય’ વાવાઝોડાની અસર વધી, દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું

જેમ જેમ બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ વાવાઝોડાની અસર વધી રહી છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે સાથે પવનની ગતિ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

09:49 (IST) 12 Jun 2023
Stocks To Watch : DMartનું ઓનલાઈન પ્લેટફોર્મ DMart રેડીએ તેની ડિસ્કાઉન્ટ સ્ટ્રેટેજીના વધુ તીવ્ર બનાવી, TVS મોટર્સ, વેદાંત, LIC સહિતની અન્ય કંપનીઓની શું છે સ્થિતિ

Lazy Load Placeholder Image

Stocks To Watch : SGX નિફ્ટીએ સોમવારે સવારે સ્થાનિક સૂચકાંકો NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ માટે પોઝિટિવ શરૂઆતનો સંકેત આપ્યો હોવાથી, વેપારમાં જોવાના મુખ્ય શેરો પર અહીં એક નજર.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

09:39 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : બિપરજોયના કારણે નવસારીના દરિયા કાંઠે ભારે પવન અને હાઇટાઇટ

ચક્રવાત 'બિપરજોય' ની અસર ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન અને હાઇટાઇટના પગલે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

09:32 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : બિપરજોય વાવાઝોડું 14 જૂનના સવાર સુધીમાં લગભગ ઉત્તર દિશા તરફ આગળ વધશે

બિપરજોય વાવાઝોડું 14 જૂનના સવાર સુધીમાં લગભગ ઉત્તર દિશા તરફ આગળ વધશે ત્યારબાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ વળે અને 15 જૂન 2023ના બપોરે 150 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે સૌરાષટ્ર – કચ્છમાં માંડવી તથા કરાચી વચ્ચેના ભગમાંથી પસાર થાય તેવી સંભાવના છે.

09:10 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : બિપરજોય વાવાઝોડા અંગે ભાજપનો મોટો નિર્ણય, 12 થી 15 જૂન સુધીના ભાજપના તમામ કાર્યક્રમો રદ્દ

ગુજરાતમાં 12થી 15 જૂન સુધીમાં બિપરજોય ચક્રવાતની ત્રાટકવાની સંભાવનાના પગલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા ભાજપના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

08:46 (IST) 12 Jun 2023
Biparjoy cyclone : બિપરજોય ચક્રવાત ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રને ટકરાશે, 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone in Gujarat latest updates : બિપરજોય જે પહેલાથી જ “અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા” તરીકે વિકસિત થઈ ચૂક્યું છે. તે રવિવારે સાંજે મુંબઈથી લગભગ 540 કિમી પશ્ચિમમાં સ્થિત હતું.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

08:17 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં વ્યાપક નુકસાન થવાની અપેક્ષા

હવામાન વિભાગના બિલેટીનમાં જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય જે અગાઉ પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધતું જણાતું હતું, હવે 15 જૂને લેન્ડફોલની અપેક્ષા સાથે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે સહેજ પૂર્વ તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે . તેના પરિણામે 2-3 મીટરના વાવાઝોડા, ખાડાવાળા મકાનોનો વિનાશ, પાકાં મકાનો અને રસ્તાઓને નુકસાન, પૂર, સ્થાયી પાક, વાવેતર અને બગીચાને વ્યાપક નુકસાન અને ઉત્તરીય અને રેલ્વે, પાવરલાઈન અને સિગ્નલિંગ સિસ્ટમમાં વિક્ષેપ આવવાની અપેક્ષા છે.

07:58 (IST) 12 Jun 2023
આજનો ઇતિહાસ 12 જૂન : વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ – બાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીયે

Today history 12 june : આજે 12 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસનો ઇતિહાસ વાંચવા માટે અહીં ક્લિક કરો

07:57 (IST) 12 Jun 2023
Daily Horoscope, 12 june 2023, આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના લોકોએ વ્યવસાયિક બાબતોમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે

today Horoscope, 12 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અહીં ક્લિક કરોને વાંચો

07:56 (IST) 12 Jun 2023
Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે.

મહાકાલના દર્શન કરવા માટે અહીં ક્લિક કરો

07:30 (IST) 12 Jun 2023
બિપરજોયની સંભવિત ટક્કરના પગલે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન બહાર પાડી

જ્યારે ચક્રવાતી તૂફાન બિપરજોય રવિવારે 11 વાગ્યે તેજ થયું અને ગુજરાતના સૌરાષ્ટ્ર તટ તરફ આગળ વધવા લાગ્યું ત્યારે સરકારે સમુદ્ર તટોને બંધ કરી દીધા હતા. અને તટ પર રહેનારા લોકો સુધી પહોંચવાનું શરુ કર્યું હતું. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરે પણ ગુજરાત સરકારને એક એડવાઇજરી રજૂ કરી હતી. જેમાં દેખરેખ રાખવા, યોગ્ય પગલાં ઉઠાવવાં માટે કહેવામાં આવ્યું હતું.

આ સતર્કતાનું ખાસ કારણ ચક્રવાતના રહેતા પાકિસ્તાનમાં થયેલા નુકસાનને પણ જણાવવામાં આવી રહ્યું છે. જેમાં અનેક ઘરો પડી ગયા છે અને ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 145 લોકો ઘાયલ થયા છે.

07:27 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : આગામી 12 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે ચક્રવાત

હવામાન વિભાગના તાજા અપડેટ્સ પ્રમાણે ગંભીર ચક્રવાતી તૂફાન બિપરજોય આગામી 12 કલાક દરમિયાન ગંભીર ચક્રવાતી તૂફાનમાં ફેરવાવવાની સંભાવના છે.

07:24 (IST) 12 Jun 2023
Biparjoy cyclone live udpates : બિપરજોય ચક્રવાત પોરબંદરથી 200-300 કિમી દૂરથી પસાર થવાની સંભાવના છે

બિપરજોય ચક્રવાત પોરબંદરથી 200-300 કિમી દૂરથી પસાર થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસમાં પ્રદેશના અનેક હિસ્સાઓમાં વાવાઝોડું અને ભારે પવન ફૂંકાશે

Web Title: Cyclone biparjoy live updates 12 june 2023 news in gujarati know gujarat weather rain forecast report

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×