scorecardresearch
Premium

Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ, ઘણા વૃક્ષો, વીજ પોલ ધરાશાયી

Cyclone in Gujarat, Biparjoy live : બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે

Cyclone Biparjoy Live News in Gujarati, cyclone in gujarat, cyclone live, cyclone, cyclone biparjoy, cyclone live map, cyclone live tracking
બિપરજોય વાવાઝોડાના કારણે મોરબીમાં રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું હતું. (એક્સપ્રેક્સ તસવીર)

Cyclone Biparjoy Live, 15 june 2023 thursday : બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાયું છે. IMD મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મધરાત્રિ સુધી, લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ રહેશે. ચક્રવાત ટકરાવવાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.

કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી નજીક અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા ટીન શીટ ઉડી ગયા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યા સુધી કોઈ મૃત્યુના અહેવાલ મળ્યા ન હતા.

તેમણે ઉમેર્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, NDRF અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને વીજળીના થાંભલાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.

7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે – કોસ્ટગાર્ડ

કમાન્ડડ કોસ્ટ ગાર્ડ રિઝન નોર્થ વેસ્ટના ઇન્સ્પેકટર જનરલ એ કે હરબોલાએ માહિતી આપી છે કે બિપરજોય સાઈકલોને કોસ્ટ ગાર્ડ 6 તારીખથી મોનીટરીંગ કરી રહ્યું છે. 6 તારીખ બાદ કોસ્ટ ગાર્ડે માછીમારોને વોર્નિંગ ઇસ્યુ કરી હતી. આજે દરિયામાં કોઈપણ માછીમાર નથી. 15 જહાજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તૈયાર છે. 7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અન્ય રાજ્યમાંથી પણ એરક્રાફ્ટ સ્ટેન્ડ ટુ છે. જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવશે. લાઈફ જેકેટ અને અન્ય તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

16 જૂને સોમનાથ-દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મંદિરો બંધ

બિપરજોય વાવાઝોડું ગુરુવારે ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે સોમનાથ, દ્વારકા, ચોટીલા સહિતના તમામ મંદિરો આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

Live Updates
00:25 (IST) 16 Jun 2023
22 લોકો અલગ-અલગ કારણોસર ઇજાગ્રસ્ત

રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું – અત્યાર સુધી રાજ્યમા કોઇ માનવ મોતના સમાચાર નહી. થાંભલા પડવાના કારણે 490 ગામોમાં વિજ પુરવઠાને અસર પહોંચી છે. 22 લોકો અલગ-અલગ કારણોસર ઇજાગ્રસ્ત થયા. 23 પશુઓના મોત નોંધાયા છે. ફાઈનલ આકડા આવતીકાલે સ્પષ્ટ થઈ શકશે.

23:38 (IST) 15 Jun 2023
પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેલીફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી.સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.

23:31 (IST) 15 Jun 2023
ભુજ અને નલીયામાં વીજ પુરવઠો ખોરવાયો

તોફાની પવનના કારણે ભુજ અને નલીયામાં વીજ પુરવઠો ખોરવાયો છે

22:19 (IST) 15 Jun 2023
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ

કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી નજીક અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા ટીન શીટ ઉડી ગયા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યા સુધી કોઈ મૃત્યુના અહેવાલ મળ્યા ન હતા.

તેમણે ઉમેર્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, NDRF અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને વીજળીના થાંભલાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.

22:14 (IST) 15 Jun 2023
સીએમ ભૂપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી

21:50 (IST) 15 Jun 2023
બિપરજોય વાવાઝોડું : આજની રાત જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દયાપાર સહિતના ગામો માટે ભારે

Lazy Load Placeholder Image

Cyclone Biparjoy Updates : ચક્રવાત ટકરાવવાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
20:37 (IST) 15 Jun 2023
16 જૂને અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ

Lazy Load Placeholder Image

19:55 (IST) 15 Jun 2023
નલિયા- જખૌ રોડ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ

19:13 (IST) 15 Jun 2023
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ

18:27 (IST) 15 Jun 2023
મદદનીશ વન સંરક્ષક,વર્ગ-2ની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ

ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 12/2022-23, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની પરીક્ષા લેખિત પરીક્ષા 19,21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ 19 જૂન-2023ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-1 અને 2 મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે 21 અને 23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Lazy Load Placeholder Image

18:15 (IST) 15 Jun 2023
પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે પવન સાથે વરસાદ

17:54 (IST) 15 Jun 2023
દરિયાના પાણી માંડવી બીચના પાર્કિંગ સુધી પહોંચ્યા

સવારથી જ ઊંચા મોજા ઉછળતા દરિયાના પાણી માંડવી બીચ બહાર પાર્કિંગ સુધી પહોંચ્યા. દરિયા કિનારા આસપાસના ગામોમા ભારે પવન. નલિયામા દેખાઇ વાવાઝોડાની અસર. કેટલાક સ્થળો પર ઝાડ પડ્યા. હાલ વાવાઝોડુ જખૌથી 80 કિમી દૂર છે.

17:17 (IST) 15 Jun 2023
7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે – કોસ્ટગાર્ડ

કમાન્ડડ કોસ્ટ ગાર્ડ રિઝન નોર્થ વેસ્ટના ઇન્સ્પેકટર જનરલ એ કે હરબોલાએ માહિતી આપી છે કે બિપરજોય સાઈકલોને કોસ્ટ ગાર્ડ 6 તારીખથી મોનીટરીંગ કરી રહ્યું છે. 6 તારીખ બાદ કોસ્ટ ગાર્ડે માછીમારોને વોર્નિંગ ઇસ્યુ કરી હતી. આજે દરિયામાં કોઈપણ માછીમાર નથી. 15 જહાજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તૈયાર છે. 7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અન્ય રાજ્યમાંથી પણ એરક્રાફ્ટ સ્ટેન્ડ ટુ છે. જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવશે. લાઈફ જેકેટ અને અન્ય તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

17:11 (IST) 15 Jun 2023
બિપરજોય વાવાઝોડા દરમિયાન વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે કેવી છે તૈયારી, જાણો

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone : આ સંભવિત વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે ગોઠવી દેવામાં આવી (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
16:10 (IST) 15 Jun 2023
માંડવીમાં ભારે પવન સાથે વરસાદ

16:00 (IST) 15 Jun 2023
બિપરજોય વાવાઝોડું જખૌ પોર્ટથી 110 કિમી દૂર

https://twitter.com/Indiametdept/status/1669288042899857408

15:53 (IST) 15 Jun 2023
Biparjoy Cyclone: બિપરજોય ચક્રવાત જમીન પર લેન્ડફોલ થયા પછી કેવી અસર કરશે?

Lazy Load Placeholder Image

Biparjoy Cyclone Update : ભારતના મોસમ વિજ્ઞાન વિભાગે તાજા બુલેટિનમાં કહ્યું કે લેન્ડફોલની પ્રક્રિયા સાંજથી લઇને લગભગ અડધી રાત સુધી ઘણા કલાકો સુધી યથાવત્ રહેવાની સંભાવના છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
14:52 (IST) 15 Jun 2023
ચક્રવાત બિપરજોય: ચક્રવાતી તોફાન ગુજરાતમાં ક્યારે ત્રાટકશે?

IMD ગુજરાતના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, ચક્રવાત ગુરુવારે સાંજે “4 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે” જખૌ બંદર નજીક ત્રાટકશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે આવેલા જખૌ બંદર નજીક લેન્ડફોલ કરશે, સપાટી પરના પવનની સતત ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ઝડપે 150 kmph સુધી રહેશે.

14:33 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live updates : બિપરજોય વાવાઝોડું જખૌથી માત્ર 140 km દૂર, રાત સુધીમાં ટકરાશે

હવામાનવ વિભાગના તાજા બૂલેટીન પ્રમાણે બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 140 કીલોમીટર દૂર છે જ્યારે દેવભૂમિ દ્વારકાથી 190 કીલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડું આજ રાત સુધીમાં જખૌ બંદર નજીક ક્રોસ કરી શકે છે.

14:27 (IST) 15 Jun 2023
બીએસએફના જવાનો દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર

બીએસએફ અમદાવાદના આઈજી રવિ ગાંધીએ કહ્યું કે બીએસએફ આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તૈનાત છે. જે ચક્રવાત બિપરજોય આવનાર છે તેની અસર સીમાવર્તી વિસ્તારોમાં થશે. અમારા બધા જવાનો એલર્ટ પર છે. બધી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. આ વિપદાથી લડવા માટે જે પણ પ્રયાસો કરવાનો હોય તે અમે કરી રહ્યા છીએ.

14:01 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live updates : બિપરજોય વાવાઝોડું તેજ બન્યું, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ, અમદાવાદમાં પણ અસર શરુ

બિપરજોય વાવાઝોડનું જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ વધારે તેજ બનતી જાય છે. ત્યારે તેની અસર પણ ગુજરાતમાં થવા લાગી છે. બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક ક્યાંક વરસાદ પડવાની પણ શરુઆત થઇ ગઈ છે.

13:57 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live updates : બનાસકાંઠા અને પાટણમાં બે દિવસ શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય

કચ્છ જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાજોડાના પગલે કચ્છના પાડોશી જિલ્લા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાને પણ કેટલાંક અંશે અસરના પગલે તંત્ર દ્વારા શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

13:55 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live updates : બિપરજોય વાવાઝોડના પગલે કચ્છના ગામોમાં સન્નાટો, નવ ગામો સજ્જડ બંધ

બિપરજોય વાવાઝોડના પગલે કચ્છના ગામોમાં સન્નાટો છવાયો છે. કચ્છના 9 ગામો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. નખત્રાણાના ગામો પણ સજ્જડ બંધ જોવા મળ્યા હતા. ગામના રસ્તાઓ પર સુમસામ દેખાયા હતા.

13:18 (IST) 15 Jun 2023
Biparjoy cyclone photo : બિપરજોય વાવાઝોડા પહેલા જખૌ ગામમાં કેવી છે સ્થિતિ? જુઓ તસવીરો

Lazy Load Placeholder Image

Biparjoy cyclone jakhau village photos : વાવાઝોડું ત્રાટકે તે પહેલા કચ્છના જખૌ ગામમાં કેવા દ્રશ્યો જોવા મળ્યાએ તસવીરોમાં જોઈ શકાય છે.

વાવાઝોડા પહેલા જખૌમાં કેવી પરિસ્થિતિ છે તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો

12:35 (IST) 15 Jun 2023
Biparjoy cyclone | બિપરજોય વાવાઝોડું અત્યારે ક્યાં છે અને ક્યાંથી ક્યાં જશે, જુઓ લાઇવ લોકેશન

Lazy Load Placeholder Image

Biparjob cyclone live tracking : હવામન ફોરકાસ્ટ વેબસાઇટ windy.com ઉપર આવતા હવામાનના નકશા પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ- જખૌ અને પાકિસ્તાનના કચાર વચ્ચે આવેલા દરિયાકાંઠા પર ટકરાશે.

બિપરજોય વાવાઝોડાનું લાઇવ લોકેશન ટ્રેક કરવા માટે અહીં ક્લિક કરો

12:02 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: બિપરજોય વાવાઝોડા પહેલા દિરયા કાંઠાઓ સુમસામ, જુઓ વીડિયો

બિપરજોય વાવાઝોડા સાંજ સુધીમાં કચ્છના દરિયા કાંઠા નજીકથી પસાર થવાની સંભાવના વચ્ચે તકેદારીના ભાગ રૂપે માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ કચ્છના દરિયા કાંઠા એકદમ સુમસામ થઇ ગયા છે.

11:46 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: કચ્છ જિલ્લામાં બે દિવસ શાળાઓ અને કોલેજો બંધ રાખવા આદેશ

બિપરજોય વાવાઝોડાની સંભવિત દસ્તકના પગલે કચ્છ જિલ્લામાં બે દિવસ શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે જખૌના ગામડાઓમાં વિજપુરવઠો ખોરવાયો છે.

11:44 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: બિપરજોય વાવાઝોડું સાંજે પાકિસ્તાનના દરિયાકાંઠે ટકરાશે

હવામાન વિભાગે જાહેર કરેલા તાજા બિલેટીન પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુજરાતના પશ્વિમ-દક્ષિણ પશ્વિમમાં લગભગ 180 કિલોમીટર દૂર પૂર્વોત્તર અરબી સમુદ્રમાં છે. જે 15 જૂન આજે ગુરુવારે સાંજ સુધીમાં જખૌ બંદર પાસે માંડવી અને કરાચી વચ્ચેના અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને ટકરાશે.

10:51 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: ભુજ ની બજારો દુકાનો બંધ જોવા મળી

બિપોરજોર વાવાઝોડું બહુજ ભયાનક હોઈ સંભવિત નુકસાનની ટાળવા અગમચેતી દાખવી આમ જનતા વેપારીઓ ભુજ માં સંપૂર્ણ ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખ્યા

10:22 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: કચ્છના પિંગ્લેશ્વર બીચ પર દરિયો તોફાની બન્યો, 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા

બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પર લેન્ડફોલ થાય તે પહેલા કચ્છના પિંગ્લેશ્વર બીચ પર દરિયો તોફાની બન્યો, 15 ફૂટ કરતા પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને દરિયાનું પાણી રોડ રસ્તા સુધી પહોંચ્યું છે.

10:11 (IST) 15 Jun 2023
Biparjoy cyclone : બિપરજોય થયું અતિ ગંભીર, ગુજરાત માટે આગામી કલાકો ભારે, જાણો મુખ્ય 10 વાતો

Lazy Load Placeholder Image

Cyclone in Gujarat, Biparjoy live : હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન બપરો પછી બિપરજોય લેન્ડફોલ થવાની શક્યતા છે. તો ચાલો જાણીએ બિપરજોય વાવાઝોડા અંગેની 10 મહત્વની બાબતો

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

09:05 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: કચ્છના નલિયા જવાના માર્ગ પર દેશલપર ગામના દ્રશ્યો

આજે સાંજે કચ્છમાં વાવાઝોડું બિપરજોય ત્રાટકે એ પહેલાના કચ્છના નલિયા જવાના માર્ગ પર દેશલપર ગામના દ્રશ્યો

08:45 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: કચ્છ- જખઉ બંદરથી બિપરજોય વાવાઝોડું 200 કીમી દૂરઃ હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા આજે ગુરુવારે જાહેર કરેલા બિલેટીન પ્રમાણે બિપરજોય વાવાઝોડું કચ્છ જખઉથી 200 કીમી દૂર છે. VSVS તરીકે 15મી જૂનની સાંજ સુધીમાં જખાઉ બંદર પાસે માંડવી અને કરાચી વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર પસાર થશે.

08:02 (IST) 15 Jun 2023
Biparjob cyclone | બિપરજોય વાવાઝોડું કચ્છમાં બિપરજોય લેન્ડફોલ થશે, 74,000 લોકોનું સ્થળાંતર, નિષેધાત્મક આદેશો જાહેર

Lazy Load Placeholder Image

cyclone biparjoy live latest updates : સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 74,000 થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે, જેમાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35,822નો સમાવેશ થાય છે, પ્રતિબંધિત આદેશો જારી કર્યા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

07:35 (IST) 15 Jun 2023
આજે સાંજે “4 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે” જખૌ બંદર નજીક ત્રાટકશે

IMD ગુજરાતના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ચક્રવાત ગુરુવારે સાંજે “4 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે” જખૌ બંદર નજીક ત્રાટકશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે આવેલા જખૌ બંદર નજીક લેન્ડફોલ કરશે. સપાટી પરના પવનની સતત ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ઝડપે 150 kmph સુધી રહેશે.

07:22 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો 17 જૂન સુધી કોઈપણ મોબાઈલ નેટર્વકનો ઉપયોગ કરી શકશે

રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

07:20 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: કેવી રીતે પવનની ગતિ

15 જૂને બપોર સુધીમાં કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પવનની સ્પીડ વધીને 125-135 Kmph થશે. 16મી જૂને પવનની સ્પીડ ઘટીને બપોર સુધીમાં ઉપરોક્ત તમામ વિસ્તારોમાં 85-95 kmph થશે.

07:19 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ

15 જૂને વરસાદની તીવ્રતા વધશે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને આજુબાજુના દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 17 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.

07:19 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે

15મી જૂને સાંજે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયે પવનની ગતિ 135 કિમીથી લઇને 150 કિમી પ્રતિ કલાકની રહેશે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.

07:18 (IST) 15 Jun 2023
Biparjoy cyclone live Updates: બિપરજોય વાવાઝોડું આજે (15 જૂન) સાંજે જખૌ બંદરે ટકરાશે

બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. તે આજે (15 જૂન) સાંજે જખૌ બંદરે ટકરાશે. આઈએમડીના ડેઇલી બ્રિફિંગમાં જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર પરનું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 14મી જૂનના રોજ 21.9 ° અક્ષાંશની નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિય છે.જખૌ બંદર (ગુજરાત)થી લગભગ 260 કિમી દક્ષિણ પશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 270 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, નલિયાથી 280 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 330 કિમી પશ્ચિમમાં અને કરાચીથી 340 કિમી દૂર છે.

Web Title: Cyclone biparjoy live latest updates 15 june 2023 thursday cyclone in gujarat weather rain report cyclone tracker

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×