scorecardresearch
Premium

Biparjoy cyclone : બિપરજોય થયું અતિ ગંભીર, ગુજરાત માટે આગામી કલાકો ભારે, જાણો મુખ્ય 10 વાતો

Cyclone in Gujarat, Biparjoy live : હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન બપરો પછી બિપરજોય લેન્ડફોલ થવાની શક્યતા છે. તો ચાલો જાણીએ બિપરજોય વાવાઝોડા અંગેની 10 મહત્વની બાબતો

Cyclone Biparjoy Live News in Gujarati, cyclone in gujarat, cyclone live, cyclone, cyclone biparjoy, cyclone live map, cyclone live tracking
કચ્છની ધરતીને ગમરોશળે બિપરજોય વાવાઝોડું (Express photo by Nirmal Harindran)

Biparjoy cyclone live updates, 15 june 2023 : ગુજરાતના કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ચક્રવાત બિપરજોયનો ખતરો વધી રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન બપરો પછી બિપરજોય લેન્ડફોલ થવાની શક્યતા છે. આગામી કટેલાક કલાકો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિર ગુરુવારે બંધ કરવામાં આવ્યું છે. દ્વારકાના એસડીએમ પાર્થ તલસાણિયા પ્રમાણે સ્થિતિ સારી રહેશે તો બીજા દિવસે એટલે કે 16 જૂનના રોજ મંદિરને ફરી ખોલવામાં આવશે. પુજારી દૈનિક પૂજા કરતા રહેશે અને લોકો મંદિરની વેબસાઇટ ઉપર સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ જોઈ શકશે. તો ચાલો જાણીએ બિપરજોય વાવાઝોડા અંગેની 10 મહત્વની બાબતો

1 – હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે ખુબ જ ગંભીર ચક્રવાતી તૂફાનના રૂપમાં આવવાની સંભાવના છે. જેમાં હવાની અધિકતમ ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

2- ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પાસે શક્તિશાળી ચક્રવાત બિપરજોયની સંભવિત દસ્તક પહેલા જ અધિકારીઓએ રાજ્યની તટીય વિસ્તારમાંથી અત્યાર સુધીમાં લગભગ 73000 લોકોને સ્થળાંતરીત કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે.

3- ગીર સોમનાથના પ્રસિદ્ધ સોમનાથ મંદિર ગુરુવારે ખુલું રહેશે પરંતુ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને ગુરુવારે મંદિરમાં નહીં આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ચક્રવાત સમાપ્ત થયા બાદ જ આવવું.

4 – દ્વારકાના ઓખા વિસ્તારમાં મીઠાપુર ક્ષેત્ર સહિત દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારો ભારે વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના નવ તાલકામાં બુધવારે સવાર સુધી 24 કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવી સમુદ્ર તટ પર ચક્રવાત બિપરજોયનો પ્રભાવ જોવા મળી શકે છે. સમુદ્રની લહેરો ઉંચી ઉઠી રહી છે.

5 – જામનગરના રસૂલનગર ગામના લોકોએ ચક્રવાત બિપરજોયના ખતરાથી બચવા માટે પોતાના ગામની ચારેય બાજુ દોરડાં લગાવી દીધા છે. જેથી કરીને આપદા દરમિયાન મદદમાં આવી શકે.

6 – ગુજરાત સરકારમાં મંત્રી પ્રફુલ પંશેરિયા પ્રમાણે કચ્છ જિલ્લા આખો પ્રભાવિત ક્ષેત્ર છે. તેમણએ કહ્યું કે શરણ સ્થળો પર દવા, ખાવાનું, પાણી, દૂધ અને બાળકો માટે પૈષ્ટિક આહારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાચા મકાનો, ઝુંડપીઓમાં રહેનારા આશરે 4 હજાર લોકોને ભૂજમાં શરળ સ્થળોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

7 – દિલ્હીમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે ચક્રવાતમાં ટ્રાન્સમિશન લાઇનમાં ખરાબીની આશંકા રહે ચે. જેને પગલે બધી જ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં ઇન્ટરસ્ટેટ અને ઇટ્રાસ્ટેટ ટ્રાંસમિશન લાઇનો ચેક કરી લીધી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને સતત સંપર્કમાં છે.

8 – ગુજરાતના કચ્છમાં ચક્રવાતી વાવાઝોડું બિપરજોયના આવવાના એક દિવસ પહેલા બુધવારે સાંજના સમયે ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.5 માપવામાં આવી છે.

9 – રાજસ્થાન સરકારે પણ બિપરજોય ચક્રવાતી તુફાનથી બચવા અંગે બધી જ તૈયારી કરી લીધી છે. મુખ્ય સચિવ ઉષા શર્માએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કોઈપણ હાલતથી નિપટવા માટે એસડીઆરએફની 17 ટીમો નિયુક્ત કરવામાં આવી છે. જ્યારે 30 ટીમને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં પણ તેની જરૂરત મહેસૂસ થાય ત્યાં મોકલી દેવામાં આવી શકે.

10 – બીજી તરફ ચંડીગઢ હવામાન વિભાગે સૂચના આપી છે કે કચ્છ, સૌરાષ્ટ્રને પાર કર્યા બાદ બિપરજોયનો પ્રભાવ દક્ષિણ રાજસ્થામાં 16 જૂને જોવા મળશે. આના પ્રભાવથી 17,18 અને 19 જૂને દક્ષિણ હરિયાણામાં વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ ત્યારે ચક્રવાતની ગતિ ખૂબ જ ધીમી રહેશે.

Web Title: Cyclone biparjoy live latest updates 10 points to konw about storm and state conditions

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×