Biparjoy Cyclone updates : ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત બિપરજોય નબળું પડ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં આગળ વધ્યું છે. ચક્રવાતથી તબાહી બાદ ગુજરાત સરકારે આશરે 1000 ગામોમાં વીજળી વ્યવસ્થા ફરીથી સ્થાપિત કરવા અને રોડ-રસ્તાઓ ઉપર પડેલા ઝાડોને હટાવવાનું કામ પૂરજોષમાં શરુ કર્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
પીએમ મોદી અને અમિત શાહના માર્ગદર્શનમાં થયું સંભવ : CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે એક મોટી આપદા સામે લડવા માટે આપણે સક્ષમ થયા છીએ. એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય એજન્સીઓએ ચક્રવાતથી કોઈપણ નુકસાનથી બચાવ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના માર્ગદર્શમાં આ સંભવ થયું છે. હું રાજ્યની જનતાને તેમના સહયોગ માટે આભારી છું.
બિપરજોય વાવાઝોડા અંગે વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સરકારે એકપણ મોત ન હોવાનો દાવો કર્યો
પ્રેસકોન્ફરન્સ દરમિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હવાલો આપીને કહેવાયું હતું કે પહેલાથી પ્લાનિંગ અને એક લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિજળી પુનઃ સ્થાપિત કરવા માટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જીલ્લામાં 1127 ટીમો કામ કરી રહી છે. વન વિભાગ રસ્તાઓ ઉપર પડેલા 581 ઝાડને હટાવી દીધા છે.
આ પહેલા રાજ્ય રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેએ પ્રેસકોન્ફરન્સમાં કહ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડાથી રાજ્યમાં એકપણ વ્યક્તિનો જીવ ગયાની માહિતી મળી નથી. આ રાજ્ય માટે સૌથી મોટી ઉપબલ્ધી છે. આ આપણા બધાના સહયોગથી સંભવ છે.