scorecardresearch
Premium

Cyclone Biparjoy Gujarat : બિપરજોય ચક્રવાત ગુજરાતમાં ટકરાયુ, વાવાઝોડા પછી શું કરવું અને શું ન કરવું જાણો વિગતવાર

Cyclone Biparjoy Gujarat : ચક્રવાત બિપરજોય ગુજરાત માટે આજની રાત અતિ ભારે છે. આવી વિકટ પરિસ્થિતિમાં વાવાઝોડું આવે ત્યારે અને ત્યારબાદ શું કરવું અને શું ન કરવું જાણો વિગતવાર

Cyclone Biparjoy Gujarat
બિપરજોય ચક્રવાત ગુજરાતમાં ટકરાયુ (express file photo)

What to do before and after cyclone : ચક્રવાત બિપરજોય ગુજરાતના નલિયા-જખૌ ખાતે ત્રાટક્યુ છે અને ભારે તબાહી મચાવી રહ્યુ છે. ગુજરાતના કચ્છ, નલિયા, જખૌ, દ્વારાક, જામનગરમાં હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ સહિત દરિયા કિનારાના વિસ્તારો માટે આજની રાતે અતિ ભારે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડા દરમિયાન લોકોએ સાવચેતી રાખવાની અને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જાણો વાવોઝોડુ આવે ત્યારે અને ત્યારબાદ શું કરવું અને શું ન કરવું…

વાવાઝોડું ત્રાટકે ત્યાં શું કરવું અને શું ન કરવું

  • ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા
  • વાવાઝોડાના સમયે ઘરની બહાર જવાનું સાહસ કરવું નહીં
  • ચક્રવાત આવે ત્યારે રેલ મુસાફરી કે દરિયામાં મુસાફરી કરવી જોઇએ નહીં
  • બહુમારી મકાનો ઉપર કે મકાનની છત ઉપર જવાનું ટાળો, બને ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં કે તેની આસપાસ ઉભા રહો
  • માછીમારોએ દરિયામાં માછીમારી કરવા જવું નહી અને પોતાની બોટને સુરક્ષિત સ્થળે બાંધીને રાખવી જોઇએ
  • અગરીયાઓએ અગરો છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરી લેવું
  • ઝાડ હેઠળ કે જૂના જર્જરીત મકાનની નીચે ઉભુ રહેવું નહી
  • વીજળીના તાર કે ઇલેક્ટ્રીક ઉપકરણોને અડવા નહી, વીજ થાંભલાથી દૂર રહેવુ
  • વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા
  • ઘરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને દવાઓ રાખવી
  • ટેલીફોન દ્વારા શક્ય હોય તો કન્ટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું

વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું

  • કાટમાળની નજીકથી પસાર થતી વખતે કાચના ટુકડા પતરા જેવી ધારવાળી વસ્તુઓ તેમજ સાપ અને ઝેરી જીવજંતુઓથી સાવધાન રહો
  • વહીવટીતંત્ર અને સ્થાનિક અધિકારીઓની સુચનાનું પાલન કરવું
  • ઘરમાંથી બહાર નીકળતા પહેલા વાવાઝોડું સંપૂર્ણપણે પસાર થઇ ચૂક્યુ છે તેની ખાતરી કર્યા બાદ જ બહાર નીકળવું
  • રેડિયો કે ટીવી જેવા પ્રસાર માધ્યમો પર સલામતીના સ્પષ્ટ સંદેશા આવે ત્યાં સુધી રાહ જોવી
  • રાહત બચાવ દળ આવે ત્યાં સુધી રાહ જુઓ
  • પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવુ નહી
  • માછીમારોએ દરિયામાં જતા પહેલા 24 કલાક સુધી રાહ જોવી
  • લોકોની મદદ માટે આપણાથી બનતી કોશિશ કરવી
  • વીજળના તાર – થાંભલાથી દૂર રહેવુ
  • વાવાઝોડું પત્યા બાદ તરત જ ઘરમાં ઇલે. ઉપકરણોનો ઉપયોગ કરવો નહી

આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડું અત્યારે ક્યાં છે અને ક્યાંથી ક્યાં જશે, જુઓ લાઇવ લોકેશન

ચક્રવાત ટકરાતા ભયાનક દ્રશ્યો સર્જાયા

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.

Web Title: Cyclone biparjoy gujarat what to do before and after tropical cyclone

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×