scorecardresearch
Premium

મનરેગા યોજના અંતર્ગત ગુજરાત સરકારના મંત્રીના વિસ્તારમાં 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર

MNREGA scheme: દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતી થઈ હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેટલના કાર્યાલય સુધી પહોંચી છે.

MNREGA scheme, corruption in MNREGA scheme, MNREGA scam,
ગુજરાતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ (Express File Photo)

દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા 23 ઓગસ્ટ 2005ના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો હતો. આ એક રોજગાર ગેરંટી યોજના છે, જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. પરંતુ હવે આ યોજના કૌભાંડોનો ગઢ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં એક મંત્રીના પુત્રએ મનરેગામાં રૂપિયા 100 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે.

ખરેખરમાં દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતી થઈ હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેટલના કાર્યાલય સુધી પહોંચી છે. ત્યાં જ ભાજપ સરકારના એક મંત્રીના પુત્રના કરતૂત બહાર આવી છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામમાં 17 km અને રેઢાણા ગામમાં 13 km માટી મેટલના રસ્તા બનાવવા રાજ ટ્રેડર્સ, એન. જે એન્ટરપ્રાઈઝ અને રાજ કન્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે આ કોન્ટ્રક્ટ કંપની ખુદ ભાજપના મંત્રીપુત્રની છે. મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યાં નથી.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી, જાણો રાજ્યમાં હવામાન કેવું રહેશે?

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘બધા જ લોકોએ એફિડેવિટ કરી, સોગંધનામું રજૂ કરીને પોતાની રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જીલ્લાના દેવગઢ વરિયા તાલુકામાં 100 કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે.

નોંધનિય છે કે, 339 ચેકડેમ બનાવાય નથી તેમ છતાંય પૈસા ચૂકવાયા છે તે સરપંચો અને ગ્રામજનોને પણ ખબર નથી. આ બધુંય માત્ર ને માત્ર કાગળ પર જ ચાલી રહ્યું છે. ભ્રષ્ટ અધિકારી પણ મંત્રીના પુત્રની એજન્સીઓને કામ આપે છે.

વર્ષોથી આ પ્રકારે ગેરરીતી આચરી મંત્રીના પુત્રએ લાખો કરોડોને કમાણી કરી છે. આ મામલે સ્થાનિકોએ લેખિત ફરિયાદ કરી હોવા છતાંય ભ્રષ્ટ તંત્રએ લેખિત ફરિયાદ કરી હોવા છતાંય ભ્રષ્ટ તંત્રે કોઈ પગલાં ભર્યા નથી.

Web Title: Corruption worth over rs 100 crores in gujarat government minister area under mnrega scheme rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×