scorecardresearch
Premium

દિલ્હી ખાતે PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બાદ નવા-જૂનીના એંધાણ!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન મેળવવા માટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી.

Delhi, PM Narendra Modi, CM Bhupendra Patel, Gujarat Politics
PM નરેન્દ્ર મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત (તસવીર: Bhupendrapbjp/X)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન મેળવવા માટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીની પાસે એક ફાઈલ પણ હતી. જોકે આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, લાગે છે રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર થવાના છે?. ત્યાં જ અન્ય યુઝરે લખ્યું કે, દાદા મળી ને આવ્યા – કંઈક નવા જૂની થવાની લાગે છે.

આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે પોતાના એક્સ હેન્ડલ પરથી આ મુલાકાતની તસવીરો શેર કરી હતી. ત્યાં જ તેમણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે,”આજે નવી દિલ્હી ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી સાથે મુલાકાત કરી. ગુજરાતના સર્વાંગીણ વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે તેમની સાથે ચર્ચા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા અંગે તેઓનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું”.

તમને જણાવી દઈએ કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, સેકન્ડ લેડી ઉષા વાન્સ બે દિવસ માટે ભારત પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે અને આજે તેઓ વડા પ્રધાન મોદીને મળશે.

Web Title: Cm bhupendra patel congratulatory meeting with pm modi in delhi rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×