scorecardresearch
Premium

જિગ્નેશ મેવાણીએ IPS અધિકારી પર લગાવ્યો અપમાન કર્યાનો આરોપ, કોંગ્રેસ MLAએ અધિકારીને યાદ કરાવ્યો પ્રોટોકોલ

જિગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તેમણે કહ્યું છે કે વરિષ્ઠ IPS અધિકારીએ તેમના અસંસ્કારી અને ઘમંડી વર્તનથી તેમના સ્વાભિમાનનું ઉલ્લંઘન કર્યું છે, જે સરકારી કર્મચારી માટે અયોગ્ય છે.

Jignesh Mevani, IPS Rajkumar Pandian, Gandhinagar,
જિગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. (તસવીર: @jigneshmevani80 X)

Gujarat News: ગુજરાતના દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સીનિયર IPS રાજકુમાર પાંડિયન પર ખોટો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પાસે IPS રાજકુમાર પાંડિયન વિરૂદ્ધ ‘વિશેષાધિકાર હનન’ માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે, જ્યારે તેઓ મીટિંગ માટે IPS રાજકુમાર પાંડિયનની ઓફિસમાં ગયા તો અધિકારીએ તેમની સાથે ‘અશિષ્ટ અને અભિમાની રીતે’ વ્યવહાર કર્યો.

જિગ્નેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને આપેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે, મંગળવારે તેઓ દલિતો સાથે જોડાયેલા મુદ્દાને લઈ રાજ્યમાં પોલીસની SC/ST સેલના ADGPથી મુલાકાત માટે તેમના ગાંધીનગર સ્થિત આવાસ પર પહોંચ્યા હતા. ત્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું.

IPS પર લગાવ્યો દુર્વ્યવહારનો આરોપ

જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં દલિત સમુદાયના કેટલાક મુદ્દાઓ પર ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા સાથે મંગળવારે પાંડિયનને મળવા ગયા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ઓફિસમાં પ્રવેશ્યા ત્યારે IPSએ તેમનો ફોન બહાર રખાવ્યો હતો. IPS અધિકારીની સૂચનાથી નારાજ મેવાણીએ તે પછી વિવાદ થયો તે અંગેના નિયમો અથવા કાયદાઓ જાણવા માંગતા હતા.

આ પણ વાંચો: કંડલાની કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ટાંકી સાફ કરતા 5 કામદારોના મોત

જ્યારે ધારાસભ્યએ કાયદા વિશે પૂછ્યું, ત્યારે પાંડિયન વધુ ગુસ્સે થઈ ગયા અને કર્મચારીઓને તેમના મોબાઈલ ફોન લઈ લેવા કહ્યું અને દાવો કર્યો કે મેવાણી અને પીઠડિયા તેમના ફોન પર વાતચીત રેકોર્ડ કરી શકે છે. ધારાસભ્યએ કહ્યું કે અમે અમારો મોબાઈલ ફોન બહાર રાખવા તૈયાર છીએ પરંતુ ધારાસભ્ય સાથે આવું વર્તન યોગ્ય નથી.

અધિકારીને યાદ કરાવ્યો પ્રોટોકોલ

ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રમાં મેવાણીએ પાંડિયનને જણાવ્યું હતું કે એક લેખિત પ્રોટોકોલ છે જે કહે છે કે અધિકારીઓએ સાંસદો અને ધારાસભ્યો સાથે આદરપૂર્વક વાત કરવી જોઈએ અને જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચેમ્બરમાં પ્રવેશ કરે છે તો તેમણે તેમની સીટ પરથી ઉઠી જવુ જોઈએ. આ સાંભળીને પાંડિયને બંને કોંગ્રેસી નેતાઓને બેઠક પૂરી થઈ ગઈ હોવાનું કહીને ચેમ્બરમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે પ્રોટોકોલ વિશે યાદ કરાવવા છતાં પાંડિયને તેમના સ્ટાફની હાજરીમાં કથિત રીતે બંને કોંગ્રેસી નેતાઓનું અપમાન કર્યું હતું અને મેવાણીના પોશાક પર પણ ટિપ્પણી કરી હતી કે તમે ધારાસભ્ય હોવા છતાં તમે ટી-શર્ટ કેમ પહેરો છો?

જિગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તેમણે કહ્યું છે કે વરિષ્ઠ IPS અધિકારીએ તેમના અસંસ્કારી અને ઘમંડી વર્તનથી તેમના સ્વાભિમાનનું ઉલ્લંઘન કર્યું છે, જે સરકારી કર્મચારી માટે અયોગ્ય છે. વિધાનસભા અધ્યક્ષને કરેલી અપીલમાં મેવાણીએ પત્રમાં કહ્યું છે કે તેમણે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે વિધાનસભા સચિવ સીબી પંડ્યાએ કહ્યું કે તે સ્પીકરના અધિકારક્ષેત્રમાં આવે છે. જો આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને જણાવીશું.

Web Title: Clash between jignesh mevani and ips rajkumar pandayan at gandhinagar rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×