scorecardresearch
Premium

છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપે સતત ચોથી વખત જીત મેળવી, જશુ રાઠવાનો 3,98,777 મતોથી જંગી વિજય

Chhota Udepur Result 2024 Lok Sabha Election : છોટા ઉદેપુર લોકસભા બેઠક પરિણામ, છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવાનો કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા સામે 3,98,777 મતોથી વિજય થયો

Chhota Udepur Lok Sabha Election Result 2024, Chhota Udepur ,Lok Sabha Election Result 2024
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર જશુભાઇ રાઠવાનો વિજય

Chhota Udepur Result 2024 Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઇ ગયા છે. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવાનો કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા સામે 3,98,777 મતોથી વિજય થયો છે. છોટા ઉદેપુર બેઠક પર ભાજપે સતત ચોથી વખત જીત મેળવી છે. આ પહેલા ત્રણ ચૂંટણી 2009, 20014 અને 2019 માં જીત મેળવી હતી. જશુભાઈ રાઠવાને 7,96,589 મતો મળ્યા હતા. જ્યારે સુખરામ રાઠવાને 3,97,812 મતો મળ્યા હતા.

છોટા ઉદેપુર લોકસભા બેઠક મતદાન

ભરીચ લોકસભા બેઠક પર મતદાનની વાત કરીએ તો, 2024ની ચૂંટણીમાં 67.18 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2009માં 54.19 ટકા, 2014 માં 71.71 ટકા અને 2019માં 73.90 ટકા મતદાન નોંધાયું હતું. જો આપણે છોટા ઉદેપુર અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોના મતદાનીન વાત કરીએ તો, છોટા ઉદેપુરમાં 66.87 ટકા મતદાન, ડભોઈમાં 67.84 ટકા, હાલોલમાં 68.70 ટકા, જેતપુરમાં 67.45 ટકા, નાંદોદમાં 73.44 ટકા પાદરામાં 69.19 ટકા મતદાન અને સંખેડામાં 71.01 ટકા મતદાન નોંધાયું હતું.

છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી પરિણામ 2019

છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી 2019 ના પરિણામને યાદ કરીએ તો, રણજીતસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા, તો સામે ભાજપે ગીતા બહેન રાઠવાને ટિકિટ આપી હતી. તો ગીતા બહેન રાઠવાએ 7,64, 445 મત મેળવ્યા હતા, અને કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,86,502 મત મળ્યા હતા. આ રીતે ગીતાબેને 3,77,943 ના માર્જિન અને 30.67 ટકા વધારે મતથી જીત મેળવી હતી.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
ગીતાબેન રાઠવાભાજપ764,445જીત
રણજીતસિંહ રાઠવાકોંગ્રેસ3,86,502હાર
NOTA32,868

છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી પરિણામ 2014

છોટા ઉદેપુરના 2014 ના લોકસભા પરિણામની વાત કરીએ તો, ભાજપે રામસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા, તેમણે 607,916 મત તો કોંગ્રેસના ઉમેદવાર નારણભાઈ રાઠવાએ 4,28,187 મત મેળવ્યા હતા અને ભાજપ ઉમેદવારની 179,729 ના મત માર્જિનથી 16.33 ટકા વોટશેર સાથે જીત થઈ હતી.

Chhota Udepur Result 2024 Lok Sabha Election
ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
રામસિંહ રાઠવાભાજપ607,916જીત
નારણ રાઠવાકોંગ્રેસ4,28,187હાર
અર્જુન રાઠવાઆપ23,116હાર
NOTA28,815

છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી પરિણામ 2009

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 2009 માં પણ ભાજપના રામસિંહ રાઠવાએ જીત નોંધાવી હતી અને 353,526 મત મેળવ્યા હતા. તો નરણભાઈ રાઠવાએ જબરદસ્ત ટક્કર આપી 3,26,522 પ્રાપ્ત કર્યા હતા, જોકે ભાજપ ઉમેદવારની 26,998 મત માર્જિનથી 3.53 ટકા વોટશેર સાથે જીત થઈ હતી.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
રામસિંહ રાઠવાભાજપ353,526જીત
નારણ રાઠવાકોંગ્રેસ3,26,522હાર
પ્રકાશભાઈ ભીલબીએસપી43,970હાર

છોટા ઉદેપુર લોકસભા બેઠકનો ઈતિહાસ

લોકસભા બેઠકના ઈતિહાસ પર એક નજર કરીએ તો, નવા સિમાંકન બાદ 1967 માં પ્રથમ વખત આ બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી. અત્યાર સુધીમાં 14 વખત ચૂંટણી થઈ જેમાં 10 વખત કોંગ્રેસ ઉમેદવારોએ બાજી મારી છે, તો ચાર વખત ભાજપ ઉમેદવાર આ બેઠક પર જીત્યા છે.

છોટા ઉદેપુર લોકસભા બેઠક ઉમેદવારો

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 2024 ની ચૂંટણીમાં છ ઉમેદવારો મેદાનમાં છે. જોકે ખરો જંગ ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા અને કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા વચ્ચે છે. આ બેઠક પર આદિવાસી મતોનું પ્રભુત્વ રહેલું છે, તો તમામ ઉમેદવારો પણ આદિવાસી સમાજના જ છે.

ક્રમઉમેદવારપાર્ટી
1જશુભાઈ રાઠવાભાજપા
2સોમાભાઈ ભીલબસપા
3સુખરામભાઈ રાઠવાકોંગ્રેસ
4રણછોડભાઈ તડવીભારતીય બહુજન કોંગ્રેસ
5ફુરાકનભાઈ રાઠવામાલવા કોંગ્રેસ
6મુકેશભાઈ રાઠવાકોંગ્રેસ

આ પણ વાંચો – Gujarat Exit Poll Result 2024 | ગુજરાત એક્ઝિટ પોલ 2024 : 26 બેઠકો માંથી કોણ કેટલી સીટો જીતશે? જુઓ 11 સર્વેના આંકડા

તમને જણાવી દઈએ કે, છોટા ઉદેપુર બેઠક સિમાંકન ચેન્જ થતા 1967 માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર કોંગ્રેસના નારણ રાઠવાનો પહેલા દબદબો હતો, જેઓ 1989 થી 1998 સળંગ 10 વર્ષ અને 2004માં પણ કોંગ્રેસને જીત અપાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ 2009 થી ભાજપ સતત આ બેઠક પર કબ્જો કરતી આવી છે.

Web Title: Chhota udepur lok sabha election 2024 result bjp jashubhai rathva congress sukhrambhai rathva km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×