ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને (Assembly Election 2022) લઇ જબરદસ્ત માહોલ જામ્યો છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો માહોલ છે. જેમાંથી ભાજપ – આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે. એવામાં ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વધુ એક વાર ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના અમદાવાદ શહેર એકમના પૂર્વ પ્રમુખ, ચેતન રાવલ તેમજ મોરબીની હળવદ નગરપાલિકાના પ્રમુખ મનસુખ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનો અહેવાલ છે. આ સાથે કોંગ્રેસના ભૂતપૂર્વ મૂખ્યમંત્રી છબીલદાસ મહેતાની પૂત્રી નીતા મહેતા, દલિત લેખક તેમજ સામાજિક કાર્યકર સુનિલ જાદવ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ હવે ગુજરાતને જીતવા તરફ આગળ વઘી રહ્યી છે. જેને પગલે AAPએ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી.
પાર્ટીના નેતાઓ મને જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશઃ ચેતન રાવલ
રાષ્ટ્રીય મહાસચિવ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઉપસ્થિતમાં AAPમાં જોડાયા બાદ ચેતન રાવલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. જે અંતર્ગત ચેતન રાવલે કહ્યું હતું કે, હું એક શિસ્તબદ્ધ સૈનિક છું. ત્યારે પાર્ટીના નેતાઓ મને જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ચેતન રાવલે વધુમાં કહ્યું હતું કે, કેજરીવાલના સક્ષમ નેતૃત્વ હેઠળ પાર્ટીએ આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી તરફ ધ્યાન આપી સારું પ્રદર્શન કર્યું છે. જેને લઇને ચેતન રાવલ કહે છે કે મારો અભિગમ પાર્ટીની નીતિ-વિચાર સાથે સુસંગત છે.
આ પાર્ટીએ ખરા અર્થમાં લોકોના કલ્યાણ તરફ નક્કર પગલાં લીધાં
દિલ્હી અને પંજાબમાં શિક્ષણને આરોગ્ય પર AAPના સફળ ટ્રેક રોકોર્ડને લઇ ચેતન રાવલે વિશેષમાં કહ્યું કે, આ પાર્ટીએ ખરા અર્થમાં લોકોના કલ્યાણ તરફ નક્કર પગલાં લીધાં છે. ત્યારે આવા મુદ્દાઓ પર સફળ પરિણામને પગલે મેં AAPમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
તો આ તરફ સુનિલ જાદવ વિશે વાત કરીએ તો તેઓ રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ગુજરાતી વિભાગના સહયોગી પ્રોફેસર છે. તેઓ બી.વી પટેલ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડીકે કપુરિયા આર્ટસ કોલેજમાં ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટનું સંચાલન કૃષિ મંત્રી રાઘવજી પટેલ કરે છે. સુનિલ જાદવ 2017માં ખુબ ચર્ચામાં રહ્યા હતાં.
સુનિલ જાદવ નેતા જિજ્ઞેશ મેવાણીની ટીમના મુખ્ય સભ્ય પણ રહી ચૂક્યાં છે
જ્યારે તેમને પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ આપવામાં આવેલો મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ રાજ્ય સરકારને પરત કરવાની જાહેરાત કરી હતી. સુનિલ જાદવે વર્ષ 2016માં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારને પગલે નિર્ણય લીધો હતોં. સુનિલ જાદવને આ એવોર્ડ રાજ્યની તત્કાલિન ભાજપ સરકારએ 2011-12માં એનાયત કરાયો હતોં. સુનિલ જાદવ નેતા જિજ્ઞેશ મેવાણીની ટીમના મુખ્ય સભ્ય પણ રહી ચૂક્યાં છે.
આ પણ વાંચો:
સુનિલ જાદવે ધ ઇન્ડિયન એક્સપ્રસને જણાવ્યું હતું કે, સરકારે અસ્પૃશ્યતા નાબૂદ કરવા કે પછી દલિતો પર થતાં અત્યાચારોને રોકવા માટે અત્યારસુધીમાં કોઇ નક્કર પગલાં લીધાં નથી. એવામાં મને આશા જાગી કે, અરવિંદ કેજરીવાલ લોકોને તેમના બંધારણીય અધિકારોનું હનન નહીં થવા દે તેઓ તેમના અધિકારોનું રક્ષણ કરશે એવું વચન આપી રહ્યાં છે. જેને પગલે મેં વિચાર્યું કે AAP દ્વારા સક્રિય રાજકારણમાં જોડાવાથી જાતિ આધારિત ભેદભાવ સમાપ્ત કરવા અને સામાજિક સમરસતાને પ્રાત્સાહન આપવાના મારા મિશનને મદદ મળશે.
મનસુખ પટેલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને તેના AAPમાં જોડાવા પાછળનું કારણ જણાવ્યું કે, કોંગ્રેસ પાસે કોઇ સંગઠન અથવા માઇક્રો પ્લાનિંગ નથી. મનસુખ પટેલ વર્ષ 1991માં કોંગ્રેસમાં જોડાયા હતાં. મનસુખ પટેલના પિતા પણ કોંગ્રેસ નેતા હતાં. તેમણે હળવદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો:
તો મનસુખ પટેલ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, હું છેલ્લા 3 વર્ષથી જોઉં છું કે AAPએ દિલ્હીના લોકોને ચૂંટણી સમયે વચનો આપ્યાં હતાં તે પરિપૂર્ણ કર્યાં છે અને તે જે વચન આપે છે તે પૂરા કરે છે. AAPએ ગરીબ અને નાના વેપારીઓની પાર્ટી છે જ્યારે ભાજપ માત્ર પસંદગીના મોટા ઉદ્યોગપતિઓની પાર્ટી છે,”