Chandrayaan 3 : સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) મંગળવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના કથિત રૂપથી વૈજ્ઞાનિક ગણાવી અને સ્થાનિક મીડિયાને ઈન્ટરવ્યુ આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, તેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે ચંદ્રયાન 3 ચંદ્ર મિશન માટે લેન્ડર ડિઝાઇન કર્યું હતું. મોડ્યુલ ડિઝાઇન કર્યું હતું.
ભારતીય ગૌરક્ષા મંચ સુરતના પ્રમુખ ધર્મેશ ગામીએ 25 ઓગસ્ટે ઉમરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ કોચિંગ ક્લાસ લેનાર આરોપી મિતુલ ત્રિવેદી (51) સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટે ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું.
સુરતના પાલ નિવાસી ત્રિવેદીની ઓડિયો ક્લિપ, જે કહે છે કે તેણે વિક્રમને ડિઝાઇન કર્યું છે, આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.
ત્રિવેદીએ કથિત રીતે પોતાને ISRO ના ‘પ્રાચીન વિજ્ઞાન એપ્લિકેશન્સ વિભાગ’ના “સહાયક અધ્યક્ષ” તરીકે ઓળખાવ્યો હતો અને 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ નકલી નિમણૂક પત્ર પણ રજૂ કર્યો હતો.
એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે, તેણે ISRO ના આગામી પ્રોજેક્ટ “મર્ક્યુરી ફોર્સ ઇન સ્પેસ” માટે “અવકાશ સંશોધન સભ્ય” હોવા અંગેનો નકલી પત્ર પણ બનાવ્યો હતો.
પૂછપરછ દરમિયાન, ત્રિવેદીએ કથિત રીતે દાવો કર્યો હતો કે, તે પ્રસિદ્ધિ મેળવવા માંગતો હતો. સુરત શહેરના એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે, “મિતુલ ત્રિવેદીએ ઈસરોના હોવાનો દાવો કરતો દસ્તાવેજ સબમિટ કર્યો હતો. અમે તેને વેરિફિકેશન માટે ઈસરોને મોકલ્યો હતો અને અમને જાણ કરવામાં આવી હતી કે, આવી કોઈ વ્યક્તિ ત્યાં કામ કરતી નથી.”
“પૂછપરછ દરમિયાન, ત્રિવેદીએ કહ્યું કે તે તેના ટ્યુશન ક્લાસમાં વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે પ્રસિદ્ધિ મેળવવા માંગતો હતો. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, તેને દસ્તાવેજ ક્યાંથી મળ્યો કે, તેણે દાવો કર્યો કે તે ISRO નો હતો અને તેણે તેનો અન્ય ક્યાં-ક્યાં ઉપયોગ કર્યો”
આ પણ વાંચો – OBC Reservation: ગુજરાતમાં પાલિકા-પંચાયતમાં OBC ને 27 ટકા અનામતની જાહેરાત, એસસી-એસટીમાં કોઈ ફેરફાર નહી
તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 419 (વ્યક્તિત્વ દ્વારા છેતરપિંડી માટે સજા), 465 (બનાવટી માટે સજા), 468 (છેતરપિંડી કરવાના હેતુસર બનાવટી) અને 471 (સાચા બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો ઉપયોગ કરીને) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.