વડોદરામાં આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટવાના મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિરાજ પટેલ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા બાદ, ખુલાસો થયો છે કે, વડોદરા સિટી પોલીસ હેડક્વાર્ટર ખાતે તૈનાત આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ભરતસિંગે દયા દેખાડી બળાત્કારના આરોપીને બાઈક પર પાછળ બેસાડી શહેરની એક કોર્ટથી આણંદ સુધી 40 કિમી દૂર મોટરસાઈકલ ચલાવી. કોર્ટ પરિસરમાંથી, જ્યાં તેને 10 નવેમ્બરે સુનાવણી માટે લાવવામાં આવ્યો હતો.
4 ડિસેમ્બરે ગોત્રી પોલીસ દ્વારા પટેલની ધરપકડ બાદ, બીજા દિવસે ભરતસિંહની ભાગી છૂટવામાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેથી પટેલ કથિત રીતે તેની માતાને મળી શકે.
એપ્રિલના શરૂઆતમાં પટેલની વડોદરામાં એક મહિલા પર બળાત્કાર કરવા અને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે મંગળવારે પટેલને 10 નવેમ્બરના રોજ કસ્ટડીમાંથી કથિત રીતે ભાગી જવાની તપાસ માટે નવ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
વડોદરાના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ઝોન 2) અભય સોનીએ જણાવ્યું હતું કે, “કોન્સ્ટેબલે અમને કહ્યું કે, તેને પટેલ પ્રત્યે દયા આવી, જેમણે દેખીતી રીતે તેને આણંદમાં તેની માતાને મળવામાં મદદ કરવા કહ્યું હતું, અને ત્યારબાદ તે પોલીસ સ્ટેશન આવી જશે તેમ કહ્યું હતુ. હિતેન્દ્રસિંહ એસ્કોર્ટ ડ્યુટી પર હતો અને 10 નવેમ્બરના રોજ પટેલ સાથે પોલીસ વાહનમાં કોર્ટમાં આવ્યો હતો. જો કે, બંને મોટરસાયકલ પર કોર્ટ પરિસરમાંથી ભાગી ગયા હતા, જેના પર કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ પણ સવાર હતો.
તેમણે કહ્યું કે, જ્યારે કોન્સ્ટેબલે કહ્યું છે કે તેણે “દયા આવી એટલે કરુણાથી કામ કર્યું”, પટેલે દાવો કર્યો છે કે, બંનેએ ભરતસિંહની મદદના બદલામાં એક સોદો કર્યો હતો.
સોનીએ કહ્યું, “અમે તપાસ કરી રહ્યા છીએ કે, મોટરસાઇકલ કોર્ટ પરિસરમાં કેવી રીતે પહોંચી અને બંનેએ ભાગી જવાની યોજના બનાવી હતી કે કેમ, કોન્સ્ટેબલે કહ્યું છે કે તે પટેલ દ્વારા વર્ણવવામાં આવેલી કહાનીથી લલચાઈ ગયો હતો અને જ્યારે પટેલ આણંદથી ભાગી ગયો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કથિત રીતે તે તેની માતાને મળી રહ્યો હતો. જો કે, પટેલે દાવો કર્યો છે કે, એક સોદો કરવામાં આવ્યો હતો, જેમાં તેણે હિતેન્દ્રસિંહને પૈસા ચૂકવવાના હતા. આરોપી ચતૂર અને ચિકની-ચુપલી વાતો કરનાર છે.
10 નવેમ્બરની ઘટના બાદ ગોત્રી પોલીસ સ્ટેશને પટેલ અને ભરતસિંહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 224 (એક વ્યક્તિની કાયદેસર ધરપકડ અને તપાસમાં અવરોધ ઉભો કરવો) હેઠળ ગુનો નોંધ્યો હતો.
પટેલ, જ્યારે ભાગી ગયો તે પહેલા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતો, તે ત્રિપુરા, આસામ અને મિઝોરમમાં છુપાયેલો હોવાનું જાણવા મળ્યું હતું, “ભારતની બહાર ભાગી જવાની ફિરાકમાં હતો”, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરે આસામ-મિઝોરમ બોર્ડર પાસેથી તેની કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી.
ગાંધીનગરના સરગાસણ ગામના રહેવાસી પટેલની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી કારણ કે, તેણે વડોદરાના મલ્ટિપ્લેક્સમાં લડાઈ દરમિયાન પોતાને CMO ના અધિકારી અને ગાંધીનગરમાં GIFT સિટીના ચેરમેન તરીકે કથિત રીતે રજૂ કર્યા હતા. તે સમયે મુંબઈની એક મહિલા પણ તેની સાથે હતી.
જ્યારે પોલીસે તેના બનાવટીપણાનો પર્દાફાશ કર્યો, ત્યારે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી, પટેલે તેણીને ગિફ્ટ સિટીની “બ્રાન્ડ એમ્બેસેડર” બનાવવાનું વચન આપીને 8 એપ્રિલથી તેના પર ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો.
ત્યારબાદ, પોલીસે પટેલ વિરુદ્ધ સુઓમોટુ એફઆઈઆર નોંધી અને તેની પર કલમ 170 (જાહેર સેવક તરીકે હોદ્દો રાખવાનો ઢોંગ), 417 (છેતરપિંડી માટે સજા), 467 (મૂલ્યવાન સુરક્ષાની બનાવટી), કલમ 468 (બનાવટી) અને IPCની કલમ 471 (અપ્રમાણિકપણે બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવો) હેઠળ કેસ નોંધ્યો.
મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે નોંધાયેલી અન્ય એફઆઈઆરમાં પટેલ વિરુદ્ધ કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા), અને 376 (2) (એન) (એક જ મહિલા પર વારંવાર બળાત્કાર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.