scorecardresearch
Premium

ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં બ્લેક આઉટ, રાજ્યમાં અલગ-અલગ સમયે અંધારપટ છવાયું

Gujarat News Black out: ઓપરેશન સિંદૂર પછી બુધવારે રાત્રે 8 વાગ્યે દેશભરમાં બ્લેકઆઉટ શરૂ થયું. ગુજરાતમાં રાત્રે 7:30 થી લઈને 9:00 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેક આઉટ કરાયું હતું.

Ahmedabad News Black out, Gujarat News Black out,
ઓપરેશન સિંદૂર પછી બુધવારે રાત્રે 8 વાગ્યે દેશભરમાં બ્લેકઆઉટ શરૂ થયું. (તસવીર: સોશિયલ મીડિયા)

Gujarat News Black out: ઓપરેશન સિંદૂર પછી બુધવારે રાત્રે 8 વાગ્યે દેશભરમાં બ્લેકઆઉટ શરૂ થયું. ગુજરાતમાં રાત્રે 7:30 થી લઈને 9:00 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેક આઉટ કરાયું હતું. આ દરમિયાન 7:30 થી 8:00 વાગ્યા દરમિયાન ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યાં જ 8:00 થી 8:30 વાગ્યા દરમિયાન રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં અને રાત્રે 8:30 થી 9:00 વાગ્યા દરમિયાન મધ્ય ગુજરાતમાં અંધારપટ છવાયું હતું.

આ સમયગાળા દરમિયાન ઘરોથી લઈને રસ્તાઓ સુધી, બધું અંધારામાં હતું. આ દરમિયાન લોકોએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ લોકો શાંત રહ્યા અને બ્લેકઆઉટ દરમિયાન એકબીજા સાથે વાત કરતા રહ્યા.

Ahmedabad News Black out, Gujarat News Black out
અમદાવાદમાં રાત્રે 8:30 થી 9:00 વાગ્યા દરમિયાન અંધારપટ છવાયું હતું.

ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લગભગ 30-30 મિનિટ સુધી બ્લેકઆઉટ રહ્યો હતો. આ દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે વાહનો થોડા સમય માટે રસ્તાઓ પર રોકાઈ ગયા હતા.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ રવીના ટંડનની મિસાઇલ તસવીર વાયરલ

અમદાવાદમાં અનેક જગ્યાએ દુકાન માલિકોએ પોતાના શોરૂમની લાઈટો પણ યથાવત રાખી હતી. જોકે શહેરની કેટલીક મસ્જિદમાંથી લાઉડપીકરના માધ્યમથી તમામ લોકોને 8:30 થી 9 લાઈટ બંધ રાખીને બ્લેક આઉટ કરવા તેમજ સરકારને સહયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.

Web Title: Blackout in gujarat after operation sindoor darkness prevailed in the state at different times rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×