scorecardresearch
Premium

CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે

Gujarat Chief Minister Bhupendra Patel: પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પાછા ફરશે.

Mahakumbh 2025, Gujarat Chief Minister Bhupendra Patel, Prayagraj,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પહેલા બડે હનુમાનજી મંદિરની પણ મુલાકાત લેશે અને પૂજા કરશે. (તસવીર: X)

Maha Kumbh 2025: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આવતીકાલે એટલે કે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પહેલા તેઓ સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને બડે હનુમાનજી મંદિરમાં પણ મુલાકાત લેશે અને પૂજા કરશે.

પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પાછા ફરશે.

આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીય વ્યક્તિએ 40 કલાકની મુસાફરીને “નરક કરતાં પણ ખરાબ” ગણાવી

PM મોદીએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું હતું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સંગમ શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મેળા ‘મહાકુંભ’માં ભાગ લીધો હતો અને પવિત્ર સંગમ નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. પીએમ મોદીએ શાહી સ્નાનની તારીખો પસંદ કરવાને બદલે 5 ફેબ્રુઆરી શા માટે પસંદ કરી હતી.

પોષ પૂર્ણિમા અને બસંત પંચમીનો દિવસ પસંદ કરવાને બદલે વડાપ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરીએ સ્નાન કરવાનો નિર્ણય લીધો કારણ કે આ દિવસે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Web Title: Bhupendra patel will visit the prayagraj mahakumbh 2025 rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×