scorecardresearch
Premium

ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ત્રિકોણિય જંગ, પંચાયતની ચૂંટણીને લઈ રાજનીતિમાં ગરમાવો

Gujarat By Election: ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણિય જંગ જામ્યો છે. ત્યાં જ રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે.

Gujarat Gram Panchayat Elections, By-elections in Gujarat
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ થશે. (તસવીર: File Photo)

Gujarat By Election: ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધુ છે. ગાંધીનગર પાસે આવેલી કડી વિધાનસભા સીટ પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં છે. એસસી રિઝર્વ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.

જુનાગઢની વિસાવદર બેઠક

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. આવામાં વધારે ચર્ચા વિસાવદર સીટની છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. ચૂંટણી આયોગ અનુસાર, વિધાનસભા પેટા ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની સોમવારે છેલ્લી તારીખ છે. ઉમેદવારનું ફોર્મ તપાસની તારીખ 3 જૂન છે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

આ પણ વાંચો: રાજ્યમાં આજે ક્યાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, ગરમી 40 ડિગ્રી નીચે

કેમ ખાલી થઈ બેઠકો?

ફેબ્રુઆરીમાં વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ, જ્યારે ભૂપેન્દ્રભાઈના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી થઈ. ચૂંટણી આયોગે આ બંને સીટો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.

ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ

રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 2 જૂનથી શરૂ થઈ ગઈ છે. સરપંચ અને પંચાયત સભ્ય પદ માટે 9 જૂન સુધી ફોર્મ ભરવામાં આવશે, જ્યારે ફોર્મની ચકાસણી 10 જૂને કરવામાં આવશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન રાખવામાં આવી છે. રાજ્યની 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂને મતદાન થશે અને 25 જૂને મતગણતરી થશે. હાલમાં રાજ્યમાં પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

સરપંચ પદ માટે

સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 2000 રૂપિયા જમા કરાવવા પડશે.
અનામત શ્રેણીના ઉમેદવારોએ 1000 રૂપિયા જમા કરાવવા પડશે.

પંચાયત સભ્ય (વોર્ડ સભ્ય) માટે

સામાન્ય શ્રેણી માટે 1000 રૂપિયા અને અનામત શ્રેણી માટે 500 રૂપિયા જમા કરાવવા પડશે. ઉમેદવારી ફોર્મ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી સંબંધિત તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરીમાં ભરવામાં આવશે.

Web Title: Battle for by elections to two assembly constituencies in gujarat politics heats up over panchayat elections rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×