scorecardresearch
Premium

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દરબાર Live : ઘર-ઘરમાં રાવણ છે, આટલા બધા રામ ક્યાથી આવશે, આપણા હૃદયના રામને જગાડો

Bageshwar dham dhirendra shastri darbar in rajkot: બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે દરબાર યોજાઇ રહ્યો છે, જેમાં વિજય રૂપાણીસહિત ભાજપના મોટા નેતા અને મોટી સંખ્યામાં ભક્તો-અનુયાયીઓ પહોંચ્યા છે.

Bageshwar dham dhirendra shastri (18)
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં બે દિવસ રોકાશે.

Bageshwar dham dhirendra shastri darbar in rajkot: બાગેશ્વાર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે આજે 1 જૂન, 2023ના રોજ ‘દિવ્ય દરબાર’ યોજાઇ રહ્યો છે. દરબારની શરૂઆત પહેલા તેમણે પ્રવચન આપ્યુ હતુ. નોંધનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય કાર્યક્રમ અર્થ રાજકોટમાં છે, જેમાં 1 જૂને દિવ્ય દરબાર લગાવશે અને ત્યારબાદ 2 જૂનના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી છેલ્લે 3 જૂન વડોદરામાં પણ એક દિવસીય દિવ્ય દરબાર લગાવશે.

Live Updates
20:38 (IST) 1 Jun 2023
ઘર-ઘરમાં રાવણ છે, આટલા બધા રામ ક્યાથી આવશે, આપણા હૃદયના રામને જગાડો

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત કરવાની પહેલા પ્રવચનમાં કહ્યુ કે, હાલ ઘર-ઘરમાં રાવણ બેઠાંમાં , આટલા બધા રામ ક્યાથી આવશે, આપણે મનમંદિરમાં રહેલા રામને જગાડવાની જરૂર છે.

20:37 (IST) 1 Jun 2023
ઘર-ઘરમાં રાવણ છે, આટલા બધા રામ ક્યાથી આવશે, આપણા હૃદયના રામને જગાડો

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત કરવાની પહેલા પ્રવચનમાં કહ્યુ કે, હાલ ઘર-ઘરમાં રાવણ બેઠાંમાં , આટલા બધા રામ ક્યાથી આવશે, આપણે મનમંદિરમાં રહેલા રામને જગાડવાની જરૂર છે.

19:51 (IST) 1 Jun 2023
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ટૂંક સમયમાં શરૂ થશે

ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે આવી પહોંચ્યા છે અને હવે ટૂંક સમયમાં દરબાર શરૂ થશે.

બાબાના ભક્તો અને અનુયાયીઓથી મેદાન ઉભરાયું

Lazy Load Placeholder Image

19:19 (IST) 1 Jun 2023
વિજય રૂપાણી બાબાના ‘દરબાર’માં

ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ ખાતે યોજાઇ રહેલા દરબારમાં સામાન્ય લોકોથી લઇને મોટા જાણીતા વ્યક્તિઓ અને ભાજપના નેતાઓ હાજર થયા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બાબાના 'દરબાર'માંં હાજરી લગાવી છે.

19:16 (IST) 1 Jun 2023
ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ ‘દરબાર’ના સ્થળના દ્રશ્ય

ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં રેસક્રોસ મેદાનમાં દરબાર લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં બાબાના ભક્તો અને અનુયાયીઓ વહેલી સવારથી આવી પહોંચ્યા છે. ઉનાળાના આગદઝાડતા તડકામાં લોકો આવ્યા છે.

19:12 (IST) 1 Jun 2023
ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં આજે દરબાર, આવતીકાલે કથા

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આજે રેસક્રોસ મેદાન ખાતે દરબાર લગાવશે અને આવતીકાલે કથા સંભળાવશે.

Web Title: Bageshwar dham sarkar dhirendra shastri darbar in rajkot live update news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×