scorecardresearch
Premium

Gujarat Election : CM ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા અને અમિત શાહના લોકસભાના મત વિસ્તારમાં છે આ રીક્ષા ડ્રાઈવરનું ઘર, શું છે કેજરીવાલનો પ્લાન?

Gujarat Election : ધ ઈન્ડિયન એક્સપ્રેસ (the indian express) સાથે વાત કરતા ઓટો રિક્ષા ડ્રાઈવર વિક્રમ દંતાણી (Vikram Dantani)એ કહ્યું, “અમે ઘણા વર્ષોથી ભાજપ (BJP) ને વોટ આપીએ છીએ. પરંતુ અમે છેલ્લા બે વર્ષમાં લોકડાઉન (Lockdown) દરમિયાન સૌથી ખરાબ સમય જોયો. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રીક્ષા ડ્રાઈવરના ઘરે ભોજન લીધુ

Gujarat Election : CM ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા અને અમિત શાહના લોકસભાના મત વિસ્તારમાં છે આ રીક્ષા ડ્રાઈવરનું ઘર, શું છે કેજરીવાલનો પ્લાન?

Gujarat Election : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) 12 સપ્ટેમ્બરે અમદાવાદ (Ahmedabad) માં 27 વર્ષીય ઓટો રિક્ષા ડ્રાઈવર (rickshaw driver) વિક્રમ દંતાણી (Vikram Dantani) ના ઘરે ડિનર કર્યું. ત્યારથી વિક્રમ દંતાણી ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, દંતાણીનું ઘર અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના દેવીપૂજક દંતાણી નગરમાં છે. ખાસ વાત એ છે કે, આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પોતે ઘાટલોડિયા વિધાનસભાથી પ્રતિનિધિત્વ કરે છે.

તમને જણાવી દઈએ કે ઘાટલોડિયા વિધાનસભા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આ લોકસભા બેઠક પરથી સાંસદ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, આમ આદમી પાર્ટીએ રાજ્યના સીએમ અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહના ગઢ પર નિશાન સાધ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપના ગઢમાં જ લોકો AAPને પસંદ કરી રહ્યા છે.

વિક્રમ દંતાણીનું શું કહેવું છે?

ધ ઈન્ડિયન એક્સપ્રેસ (the indian express) સાથે વાત કરતા ઓટો રિક્ષા ડ્રાઈવર વિક્રમ દંતાણીએ કહ્યું, “અમે ઘણા વર્ષોથી ભાજપને વોટ આપીએ છીએ. પરંતુ અમે છેલ્લા બે વર્ષમાં લોકડાઉન (Lockdown) દરમિયાન સૌથી ખરાબ સમય જોયો છે. આ સમય દરમિયાન અમારી વિધાનસભાના ધારાસભ્ય કે સરકાર દ્વારા અમને કોઈ આર્થિક લાભ, કોઈ સબસિડી કે કોઈ લાભદાયી યોજના ઓફર કરવામાં આવી ન હતી.

લોકડાઉનમાં એક જ વખત રાશન મળ્યું

વિક્રમે કહ્યું કે, લોકડાઉન દરમિયાન, અમને સરકાર તરફથી 5 કિલો ઘઉંનો લોટ અને 1 કિલો રસોઈ તેલ, ચણાની દાળ અને ચણાવાળા રાશનનું પેકેટ આપવામાં આવ્યું હતું. પરંતુ તે માત્ર એક જ વાર હતું, તે પછી લોકડાઉન દરમિયાન અમને કોઈ રાશન આપવામાં આવ્યું ન હતું.

વિક્રમ દંતાણીના ઘરે કેજરીવાલે ભોજન લીધુ

ઉલ્લેખનીય છે કે, દંતાણી ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ (SEBC) દેવી પૂજા સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો આ સમાજને પોતાના પક્ષમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે વિક્રમ દંતાણીના ઘરે ભોજન લીધું તેના એક દિવસ પહેલા, રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિવારે સમુદાયના સ્નેહ મિલન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

મોંઘવારીએ હવે લોકોને પુન:ર્વિચારતા કર્યા

દેવીપૂજક દંતાણી નગરમાં રહેતા દંતાણીઓએ અત્યાર સુધી ભાજપને મત આપ્યો છે પરંતુ કોવિડ લોકડાઉન અને રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને જોતા લોકોએ તેમની પસંદગી પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે. તેની અસર એ રીતે જોઈ શકાય છે કે, જ્યારે કેજરીવાલ ડિનર માટે વિક્રમની રીક્ષામાં સવાર થયા ત્યારે રીક્ષાની ઉપર આમ આદમી પાર્ટીના બે ઝંડા લહેરાતા હતા.

આગામી ચૂંટણીમાં મત આપવા અંગે વિક્રમે શું કહ્યું

તો, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને વોટ આપવા અંગે વિક્રમ કહે છે કે મને ખબર નથી, કારણ કે સમસ્યાઓ છે, પરંતુ હવે જોઈએ કે વર્તમાન સરકાર આપણા માટે શું વચન આપે છે. જો સરકાર અમારા જેવા ઓટોરિક્ષા ચાલકો માટે કેટલીક લાભકારી યોજનાઓ લઈને આવશે તો થોડી આશા છે.

વિક્રમે કહ્યું કે, અમારા વિસ્તારમાં લગભગ તમામ મહોલ્લાના લોકો ભાજપને વોટ આપી રહ્યા છે. પરંતુ આ વખતે સરકાર બનાવવા માટે કોને ચૂંટવામાં આવે તે નક્કી નથી. આ વખતે ઓટોરિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન પણ સ્પષ્ટ નથી. યુનિયનની બેઠક મળશે, તેમાં નિર્ણય લેવામાં આવશે.

Web Title: Arvind kejriwal auto rickshaw driver vikram dantani ahmedabad cm bhupendra patel amit shah

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×