scorecardresearch
Premium

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ પૂરો કાર્યક્રમ : તમે જાણવા માંગતા હશો તે બધુ જ એક Click માં

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગનો ત્રણ દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે જોઈએ ગેસ્ટ લીસ્ટ, જામનગરની પસંદગી કેમ, સહિત બધી જ જાણવા જેવી વાતો.

Anant Ambani Radhika Merchant pre-wedding all program

Anant Ambani Radhika Merchant pre wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થાય તે પહેલા ત્રણ દિવસની પ્રી વેડિંગ ઉજવણી શુક્રવાર આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં દેશભરમાંથી VVIP મહાનુભાવો ગુજરાતના જામનગરમાં આવી રહ્યા છે, અને હજુ આવવાના બાકી છે. નીતા અને મુકેશ અંબાણી દ્વારા આયોજિત ઇવેન્ટમાં આગામી દિવસોમાં અનેક થીમ આધારિત પાર્ટીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમાં 2000 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે અને રિહાન્ના જેવી ટોચની એક્ટ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

અનંત-રાધિકા પ્રી-વેડિંગ ગેસ્ટ લિસ્ટ

હાલ સમાચાર જગતમાં ચર્ચામાં છે ગુજરાતના દરિયાકિનારાનું જામનગર શહેર, કારણ કે વિશ્વની મોટી મોટી કંપનીઓના સીઈઓ, દેશ-વિદેશ, રાજ્યોના વડાઓ, બોલિવૂડ અને રમતગમતના સ્ટાર્સ, ગાયકકલાકારો, પોપ કલાકારો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ અંબાણી પરિવારની ઈવેન્ટનો ભાગ બનવા માટે આવવાનું શરૂ કર્યું છે.

અંબાણી પરિવારના પ્રસંગમાં શાહરૂખ ખાન અને પરિવાર, રિહાન્ના, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને પત્ની, બોલિવૂડ ફિલ્મ નિર્માતા બોની કપૂર, અભિનેતા દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રાની મુખર્જી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઓ પહેલાથી જ આવી ચૂકી છે, આ ઈવેન્ટમાં 2000 સ્ટ્રોંગ ગેસ્ટ લિસ્ટમાં બીજા ઘણા નામ છે.

અપેક્ષિત મહેમાનોમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, અભિનેતા ઐશ્વર્યા રાય બચ્ચન, રજનીકાંત, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, કાજોલ, રણવીર સિંહ, કેટરિના કૈફ, માધુરી દીક્ષિત અને અનિલ કપૂરનો પણ સમાવેશ થાય છે.

નેટવર્ક 18 ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય મહેમાનોમાં મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક, એડનોકના સીઈઓ સુલતાન અહેમદ અલ જાબેર, ઈએલ રોથચાઈલ્ડના ચેરમેન લિન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને કિંગ જિગ્મે ખેસરનો સમાવેશ થાય છે. તો ભૂટાનના વાંગચુક અને પત્ની જેત્સુન પેમા જેઓ પહેલાથી જ મુકામ પર પહોંચી ગયા છે.

કેટલાક ટોચના રાજકીય નેતાઓ પણ લગ્ન પહેલાના તહેવારોમાં હાજરી આપી રહ્યા છે. મહારાષ્ટ્ર શિવસેના (UBT) ના નેતા ઉદ્ધવ ઠાકરે અને પરિવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ એ લોકોમાં સામેલ છે, જેઓ જામનગર પહોંચી ચૂક્યા છે.

અનંત રાધિકા પ્રી વેડિંગ જામનગર શા માટે?

જ્યારે અનંત અને રાધિકા જેવા મોંઘા સેલિબ્રિટીના લગ્નો માટે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જામનગરની પસંદગી અંબાણી પરિવાર માટે અમુક મહત્વ ધરાવે છે. લગભગ 1,000 મહેમાનોને ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા કાર્યક્રમ સ્થળ પર લઈ જવામાં આવશે.

ઈન્ડિયા ટુડે સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, અનંત અંબાણીએ જામનગરમાં તહેવારો યોજવાના પરિવારના નિર્ણય વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ શહેર તેમના દાદીના જન્મસ્થળ તરીકે તેમના હૃદયની નજીક છે અને તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ અંબાણી સામ્રાજ્યનો અહીંથી જન્મ જોયો છે.

વધુમાં, સૌથી નાના અંબાણી પુત્રએ એમ પણ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેડ ઇન ઇન્ડિયા’ના આહ્વાહનથી અંબાણી પરિવારને દેશની અંદર જ એક સ્થળ પસંદ કરવા પ્રેરણા મળી. ગયા વર્ષે, તેમના મન કી બાત સંબોધનમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે, ભવ્ય લગ્નો માટે આંતરરાષ્ટ્રીય સ્થળો પસંદ કરતા, સ્ટાર યુગલોની સંખ્યામાં વધારો જોઈને તેઓ દુઃખી છે.

વધુમાં, નીતા અંબાણીએ જાહેર કરેલા વિડિયોમાં પણ, તેણીએ જણાવ્યું હતું કે, રાધિકા સાથે તેના સૌથી નાના પુત્રના લગ્ન પ્રસંગની ઉજવણી કરવી, જ્યાં પરિવારના મૂળ જામનગરમાં છે, તે તેમના માટે મહત્વપૂર્ણ હતું. “જામનગર અમારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેનું ઊંડું મહત્વ છે. ગુજરાત તે છે, જ્યાંથી આપણે આવ્યા છીએ, અહીં મુકેશ અને તેના પિતાએ રિફાઇનરી સ્થાપી અને મેં આ શુષ્ક અને રણ જેવા વિસ્તારને લીલીછમ ટાઉનશીપ અને વાઇબ્રન્ટ સમુદાયમાં રૂપાંતરિત કરીને મારી કારકિર્દીની શરૂઆત કરી.”

નીતા અંબાણીએ એમ પણ કહ્યું હતું કે, ઉજવણીમાં ભારતની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિનો સમાવેશ કરવો એ પરિવાર માટે અત્યંત મહત્ત્વનું હતું, અમે લગ્ન દ્વારા ભારતના તમામ સર્જનાત્મક કાર્યકરોને શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છતા હતા – ભારત, ગુજરાત અને જામનગર પસંદ કરવાનું આ બીજું કારણ છે.

2,500 થી વધુ વાનગીઓથી લઈને ડ્રેસ કોડેડ પાર્ટીઓ સુધી, બધું જ આયોજન કરવામાં આવ્યું છે

ન્યૂઝ18 દ્વારા મેળવેલી ઇવેન્ટ ગાઇડ મુજબ, તમામ મહેમાનો 1 માર્ચે જામનગર આવી જશે. દરેક મહેમાનને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ એક હાથનો સામાન અને એક હાથમાં પકડાય તેટલો સામાન લઈ આવે અથવા કુલ ત્રણ સૂટકેસથી વધુ ન લાવે.

અનંત રાધિકા પ્રી વેડિંગ કાર્યક્રમ

પ્રથમ દિવસ ને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’, એક “સુંદર કોકટેલ” પાર્ટી.

બીજા દિવસે સૂચવેલ ડ્રેસ કોડ સાથે ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ સાથે ‘જંગલ ફીવર’નું આયોજન કરવામાં આવશે. આ જામનગરમાં અંબાણીના પ્રાણી બચાવ કેન્દ્રની બહાર યોજવામાં આવી શકે છે, અને મહેમાનોને આરામદાયક કપડાં અને જૂતા પહેરાવવામાં આવશે કારણ કે આ એક પ્રકારની જંગલ સફારી જેવુ હશે. મહેમાનો પછી ‘મેલા રૂજ’ તરફ આગળ વધશે, જે દેશી ગતિવિધીઓનું મિશ્રણ હશે અને મહેમાનો તેમના મનપસંદ દક્ષિણ એશિયન પોશાક પહેરી શકશે.

ત્રીજા દિવસે, મહેમાનો બે કાર્યક્રમોમાં ભાગ લેશે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હશાક્ષર’. પ્રથમ ઇવેન્ટ એક આઉટડોર ઇવેન્ટ હશે, જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને છેલ્લી અને અંતિમ ઇવેન્ટ માટે, તેઓ “હેરીટેજ ભારતીય પોશાક” માં સજ્જ થશે.

લગ્નમાં બીજુ શું ખાસ હશે

તમામ મહેમાનોને વ્યક્તિગત લોન્ડ્રી સેવાઓ, સાડી ડ્રેપર અને અન્ય કસ્ટમ સહાય પૂરી પાડવામાં આવશે. આટલો વિસ્તૃત ડ્રેસ કોડ લાગુ કરવા છતાં, અંબાણીએ મહેમાનોને તેઓ જેમાં આરામદાયક હોય તે પહેરી શકે છે, કારણ કે તેમણે માર્ગદર્શિકા પુસ્તકમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે, પરિવાર “ઇચ્છે છે કે” તેઓ દરેક ક્ષણનો આનંદ માણે. જીવનભર ટકી રહે તેવી સંપૂર્ણ અને સુંદર યાદો બનાવે.”

એક સૂત્રએ જણાવ્યું હતું કે, “લગ્ન પૂર્વેના ઉત્સવોમાં સંગીત, નૃત્ય, કાર્નિવલ, વિઝ્યુઅલ આર્ટસ્ટ્રી, એક ખાસ આશ્ચર્યજનક પ્રદર્શન સાથે-સાથે જામનગરમાં છેલ્લા કેટલાક દાયકાઓથી હાથ ધરવામાં આવેલ પ્રકૃતિ સંરક્ષણ, પ્રાણી બચાવ અને પુનર્વસન કાર્યનો અનુભવ પણ સામેલ હશે. અનંતના નેતૃત્વ હેઠળ અને જામનગર ટાઉનશીપ મંદિર સંકુલમાં પરંપરાગત હસ્તાક્ષર (સહી) સમારંભ પણ કરવામાં આવશે.”

આ પણ વાંચો – Anant Radhika Pre Wedding: અનંત-રાધિકા પ્રી-વેડિંગ થીમ શું છે? કેમ જામનગરની પસંદગી કરી? નીતા અંબાણીનો VIDEO જાહેર

21 શેફની ટીમ, 2500થી વધુ વાનગીઓ તૈયાર કરશે, મેનુ માં થાઈ, જાપાનીઝ સહિત…

વધુમાં, અહેવાલો અનુસાર, ભવ્ય કાર્યક્રમ માટે 21 શેફની ટીમ મોકલવામાં આવી રહી છે. ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન 2,500 થી વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવશે, જેમાં થાઈ, જાપાનીઝ, મેક્સિકન અને પારસી ભોજનનો પણ સમાવેશ થશે. નાસ્તામાં 70 થી વધુ વસ્તુઓ, લંચ માટે 200 થી વધુ વાનગી અને રાત્રિભોજન માટે 275 થી વધુ વાનગીઓ ઉપલબ્ધ રહેશે. મધ્યરાત્રિ ભોજન 12am થી 4pm સુધી ઉપલબ્ધ રહેશે, જેમાં 85 થી વધુ વસ્તુઓ ઓફર કરવામાં આવશે.

Web Title: Anant ambani radhika merchant pre wedding all program everything one click km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×