scorecardresearch
Premium

VIDEO: અનંત અંબાણી પગપાળા દ્વારકા દર્શન માટે નીકળ્યા, દરરોજ 15 થી 20 કિમી ચાલશે

Anant Ambani Dwarka Padyatra: આગામી 8 એપ્રિલનાં રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. ત્યારે તેઓ પોતાનો જન્મ દિનસ દ્વારકામાં ઊજવશે તેવી સંભાવના છે.

Anant Ambani, Dwarka Padyatra, અનંત અંબાણી, દ્વારકા
અનંત અંબાણી 8 એપ્રિલે પોતાનો જન્મ દિવસ દ્વારકામાં ઊજવશે તેવી સંભાવના છે. (તસવીર: સોશિયલ મીડિયા)

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 27 માર્ચ 2025 ના રોજ જામનગરમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાઉનશીપથી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા માટે પદયાત્રા પર નીકળ્યા છે. અનંત અંબાણી ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર છે. એક અહેવાલ અનુસાર, અનંત અંબાણી દરરોજ રાત્રિનાં 15 થી 20 કિમોમીટર ચાલીને દ્વારકા જશે. આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના છે.

યાત્રાની વધુ વિગતવાર માહિતી

યાત્રા:
કહેવાય છે કે તેઓ 27 માર્ચ, 2025 ના રોજ જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાઉનશીપથી પગપાળા દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. આ યાત્રામાં ઘણા દિવસો લાગવાની ધારણા છે, અહેવાલો સૂચવે છે કે તેઓ લગભગ 12 દિવસમાં દ્વારકા પહોંચશે.

હેતુ:
આ યાત્રાને શ્રદ્ધા અને ભક્તિની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ સેવા આપે છે.

તમને જણાવી દઈએ કે, આગામી 8 એપ્રિલનાં રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. ત્યારે તેઓ પોતાનો જન્મ દિવસ દ્વારકામાં ઊજવશે તેવી સંભાવના છે. અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે. અનંત અંબાણી જામનગર રિલાયન્સથી પોતાની પદયાત્રાની શરૂઆત કરી છે. હાલમાં તેઓની પગપાળા યાત્રાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ambani_update પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં અનંત રસ્તા પરથી પસાર થતા સમયે સ્થાનિક લોકો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી રહ્યા છે.

આ પણ વાંચો: બજાર જેવી મસ્ત સફેદ બટાકાની કાતરી બનાવવા માટે આ વસ્તુ મિક્સ કરો

અનંત અંબાણીએ 2017 માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. ત્યાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈ, 2024 ના રોજ લગ્ન કર્યા હતા, જે બાદ તેઓ દ્વારકા અને સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અનંત અંબાણી સોમનાથ અને દ્વારકાધીશમાં ખુબ જ શ્રદ્ધા રાખે છે અને અવારનવાર તેઓ અહીં દર્શન કરવા પહોંચે છ.

Web Title: Anant ambani a pilgrimage on foot dwarka rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×