scorecardresearch
Premium

આણંદ: ગરબા રમતા-રમતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, VIDEO વાયરલ

Heart attack playing Garba : આણંદ (Anand) માં વીરેન્દ્ર સિંહ રાજપૂત નામનો છોકરો ગરબા કરી રહ્યો હતો, તે દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ મૃત જાહેર કરવામાં આવ્યો.

આણંદમાં ગરબા રમતા યુવકનું મોત
આણંદમાં ગરબા રમતા યુવકનું મોત

Heart attack playing Garba: સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર ઘણા વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યા છે, જેમાં અચાનક હાર્ટ એટેક (heart attack) ના કારણે યુવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટનાનો વીડિયો ગુજરાત (Gujarat) ના આણંદ (Anand) જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં ગરબા (Garba) રમતી વખતે 21 વર્ષીય યુવક જમીન પર પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીરેન્દ્ર સિંહ રાજપૂત નામનો છોકરો ગરબા કરી રહ્યો હતો, તે દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો. ત્યારબાદ ત્યાં હાજર લોકો તેને તુરંત હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ જણાવ્યું કે, યુવકનું પડી જવાથી જ મોત થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે ગરબા રમતી વખતે થોડો અસહજ જોવા મળી રહ્યો છે અને થોડી સેકન્ડ પછી જમીન પર પડી ગયો.

આવી જ એક ઘટના યુપીમાં પણ બની હતી

આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં પણ બની હતી. જ્યાં નવરાત્રિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવતા કલાકારનું મૃત્યુ થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, હનુમાનનું રૂપ ધારણ કરી રહેલા રામ સ્વરૂપ પંડાલ પાસેના ટેબલ પર ચઢીને પ્રદર્શન કરી રહ્યા છે. જે બાદ તે અચાનક અટકી જાય છે અને થોડી જ વારમાં જમીન પર આવી જાય છે. જે બાદ તે મૃત્યુ પામે છે.

લોકોની પ્રતિક્રિયાઓ

સમાજવાદી પાર્ટીના નેતા અનુરાગ ભદૌરિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ બંને ઘટનાઓનો વીડિયો શેર કર્યો છે. જેના પર તેણે લખ્યું કે, આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, તેનો અભ્યાસ કરવાની જરૂર છે. રવિ સિસોદિયા નામના યુઝરે ટિપ્પણી કરી – ટૂંક સમયમાં વૈજ્ઞાનિકો અને આરોગ્ય વિભાગે આ વિષય પર ગંભીરતાથી વિચારવું જોઈએ. શું રસીની કોઈ આડઅસર છે? અસલમ નામના યુઝરે લખ્યું- આખરે શું થઈ રહ્યું છે? સરકારે આ અંગે વહેલી તકે વિચારવાની જરૂર છે, નહીં તો ઘણા લોકોના જીવ જશે.

આ પણ વાંચોગુજરાત: ગરબા કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકાઈ, VIDEO વાયરલ

અનુભા ત્રિપાઠી નામના યુઝરે લખ્યું કે દરેક વ્યક્તિએ સીપીઆર આપતા શીખવું જોઈએ કારણ કે ક્યારે કોને તેની જરૂર છે તે ખબર નથી. હરિ સિંહ યાદવ નામના યુઝરે કમેન્ટ કરી- આવી ઘટનાનો ચોથો વીડિયો મારી સામે આવ્યો છે, તે ખૂબ જ ચિંતાજનક છે. આ બાબતે ચર્ચા કરવાની અને તબીબી નિષ્ણાત પાસેથી અભિપ્રાય મેળવવાની જરૂર છે. કુલદીપ નામના ટ્વિટર હેન્ડલ પર ટિપ્પણી કરવામાં આવી છે કે, આજકાલ આવું કેમ થઈ રહ્યું છે? સરકારે આ અંગે કોઈ પગલાં લેવા જોઈએ.

Web Title: Anand 21 year old dies of heart attack playing garba video viral

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×