scorecardresearch
Premium

Amul Super Milk : અમૂલનું લેટેસ્ટ સુપર મિલ્ક : 5 ગણું વધુ પ્રોટીન વાળુ સુપર દૂધ લોન્ચ કરશે

Amul Super Milk High Protein : અમૂલ ટૂંક સમયમાં તેનું તાજુ ‘સુપર મિલ્ક’ લોન્ચ કરવા જઈ રહી છે. આ દૂધ હાઈ પ્રોટિનથી ભરપૂર હશે, આ સાથે દહી પણ લોન્ચ કરી શકે છે.

Amul Super Milk High Protein
અમૂલ હાઈ પ્રોટિન સુપર મિલ્ક લોન્ચ કરશે

અવિનાશ નાયર | Amul Super Milk : અમૂલ ટૂંક સમયમાં સામાન્ય કરતાં પાંચ ગણા વધુ પ્રોટીન સાથે ‘સુપર મિલ્ક’ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર ઈનચાર્જ જયેન મહેતાએ ‘TIECON અમદાવાદ’ ની બાજુમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં હાઇ-પ્રોટીન તાજું દૂધ અને દહીં લોન્ચ કરીશું. આ સુપર મિલ્કના 200 મિલી પાઉચમાં 30 ગ્રામ પ્રોટીન હશે. હાલમાં બજારમાં વેચાતા 200 મિલી દૂધમાં માત્ર 6 ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીનનું સ્તર પાંચ ગણું વધારવામાં આવશે.”

મહેતાએ જણાવ્યું હતું કે, “આ દૂધ પીઈટી બોટલ અથવા કાર્ટનના સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવશે અને અમૂલના ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, અમૂલ પ્રોડક્ટ્સ અમદાવાદ, ચંદીગઢ, મુંબઈ, પુણે, બેંગલુરુ, કોલકાતા અને દિલ્હીમાં ઈ-કોમર્સ ડિલિવરી દ્વારા સીધા ગ્રાહકો સુધી પહોંચી રહી છે.

અગાઉ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TIE) અમદાવાદની ફ્લેગશિપ વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા મહેતાએ જણાવ્યું હતું કે, “આપણે બધાને દરરોજ આપણા શરીરના વજનના કિલોગ્રામ દીઠ 1 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જો આપણે શાકાહારી હોઈએ, તો આપણા સ્ત્રોતો મર્યાદિત છે અને આપણા શરીરને જરૂરી પ્રોટીન મેળવવું મુશ્કેલ છે.

આ પણ વાંચોGujarat Tourist Place : દિવાળીની રજાઓમાં ગુજરાતમાં અંબાજી, દ્વારકા, SOU સહિતના પ્રવાસન સ્થળો છલકાયા, કઈ જગ્યાએ કેટલા પ્રવાસીઓ ઉમટ્યા?

અમૂલે પહેલેથી જ હાઈ-પ્રોટીન લસ્સી, મિલ્કશેક અને છાશ લોન્ચ કરી છે, જે તે તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને સીધું વેચે છે. જો કે, આ ઉત્પાદનોમાં 15-20 ગ્રામ પ્રોટીન હોય છે. દૂધ સહકારી છાશ પ્રોટીન પણ વેચે છે, જેની કિંમત 960 ગ્રામ માટે રૂ. 2,000 છે.

Web Title: Amul super milk 5 times more protein will be launched super curd but will get km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×