scorecardresearch
Premium

ઓપરેશન સિંદૂર પર અમિત શાહે કહ્યું – પાકિસ્તાન ડરેલું છે, ભારત ન્યૂક્લિયર ધમકીઓથી ડરવાનું નથી

Amit Shah Gujarat Visit : ગુજરાતમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે સત્તા સંભાળ્યા બાદથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓને આવો જડબાતોડ જવાબ આપ્યો છે, જેનાથી આખી દુનિયા ચકિત છે અને પાકિસ્તાન ડરી ગયું છે

Amit Shah, અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહ (તસવીર – અમિત શાહ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય મંત્રી અમિત શાહે શનિવારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારત હવે પરમાણુ ધમકીઓથી ડરતું નથી. તેમણે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે અને ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી દ્વારા પાડોશી દેશને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

પાકિસ્તાનના એરબેઝ નષ્ટ – અમિત શાહ

અમિત શાહે એ પણ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર હેઠળની કાર્યવાહીમાં પાકિસ્તાનની જનતાને કોઈ નુકસાન થયું નથી પણ અમે પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કરી દીધું છે. અમિત શાહે કહ્યું કે આતંકીઓના અડ્ડાઓને તોડી પાડવામાં આવ્યા હતા. અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન ભારતથી ખરાબ રીતે ડરે છે.

પીએમ મોદીએ આતંકવાદી હુમલાઓને આવો જડબાતોડ જવાબ આપ્યો છે

કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે સત્તા સંભાળ્યા બાદથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓને આવો જડબાતોડ જવાબ આપ્યો છે, જેનાથી આખી દુનિયા ચકિત છે અને પાકિસ્તાન ડરી ગયું છે. આ વખતે ભારતે પાકિસ્તાનમાં હાજર જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોના હેડક્વાર્ટરને ધ્વસ્ત કરી દીધા હતા. અમે આવા 9 સ્થળોને નષ્ટ કર્યા હતા જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. આપણી સેનાએ આતંકીઓને એવો જવાબ આપ્યો કે આખી દુનિયાને તેનાથી ચકિત છે.

આ પણ વાંચો – દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ પાર્ટી છોડી, નવા પક્ષની રચના કરી

ઓપરેશન સિંદૂરનું નામ પીએમ મોદીએ આપ્યું હતું

જ્યારે પણ બંને દેશો વચ્ચે તણાવ વધે છે ત્યારે પાકિસ્તાન પરમાણુ ધમકીઓ આપે છે. આ અંગે અમિત શાહે કહ્યું હતું કે ભારત હવે પરમાણુ ધમકીઓથી ડરતું નથી અને આખું વિશ્વ ભારતની પ્રશંસા કરી રહ્યું છે. આ દરમિયાન અમિત શાહે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદરનું નામ પીએમ મોદીએ પોતે આપ્યું હતું.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા અને તેને નષ્ટ કર્યા હતા. આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Web Title: Amit shah on operation sindoor 9 terror sites hit 100 km inside pakistan under operation ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×