scorecardresearch
Premium

Ambaji Bhadarvi Poonam 2023| ભાદરવી પૂનમ મેળો 2023 : અંબાજી મંદિરનો ઈતિહાસ અને ગાથા?

Ambaji temple history : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા (Ambaji Bhadarvi Poonam melo 2023) માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, તો જોઈએ અંબાજી મંદિરનો ઈતિહાસ શું છે, મા અંબાના પ્રગટ્યની પૌરાણિક ગાથા (Mythical story) શું છે.

Ambaji temple history
અંબાજી મંદિર ઈતિહાસ (ફોટો – અંબાજી મંદિર વેબસાઈટ)

Ambaji Temple History and Story : અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. દેશભરમાંથી લાખો ભક્તો મા અંબાના દર્શને આવી રહ્યા છે. કેટલાક પગપાળા સંઘ લઈ આવી રહ્યા છે, તો કેટલાક બસ કે અન્ય વાહન દ્વારા અંબાજી પહોંચી રહ્યા છે. આવતીકાલે ભાદરવી પૂનમ અને મેળાને અંતિમ દિવસ છે. આમ તો દર પૂનમે અંબાજીમાં બક્તોનું ઘોડાપુર ઉમટે છે, પરંતુ ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં લોકો અંબાજી દર્શન માટે આવે છે. તો જોઈએ મા અંબાના પ્રાગટ્ય અને મંદિરના ઈતિહાસની ગાથા.

અંબાજી મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક ગાથા

અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પર મા અંબાજી મંદિરનો ઈતિહાસ અને તેમની ગાથા તમને જોવા મળી શકે છે. મા અંબાના પ્રાગટયનો ઈતિહાસ પુરાણોમાં જણાવ્યા અનુસાર, પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે, તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેતા અને પિતાના મોઢે પતિ શંકરની નીંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ કર્યું હતું, અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે, તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. જ્યાં 52 શક્તિપીઠની સ્થાપના થઈ, અંબાજીના આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.

આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો

તંત્ર ચુડામણીમા આ બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું નામ પણ પુરાણોમાં જોવા મળે છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે.

ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અંબાજીમાં થઈ

ભાગવતમાં ઉલ્લેખ છે કે, ભગવાન શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.

પાંડવો અંબાજીમાં તપ કરવા આવ્યા

પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.

ભગવાન રામને મા અંબાએ અજય બાણ આપ્યું

વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા માતાજીના દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.

આ પણ વાંચોAmbaji Bhadarvi Poonam 2023 | અંબાજી ભાદરવી પૂનમ મેળો : બોલ માડી અંબે, જય જય અંબે ના નાદથી દાંતા – હડાદ રોડ ગુંજી ઉઠ્યા

અંબાજી મંદિરનો ઈતિહાસ પુરાણોથી લઈ અર્વાચીન ઈતિહાસમાં પણ જોવા મળે છે

આ રીતે અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.

આ પણ વાંચોઅંબાજી ભાદરવી પૂનમ મેળો 2023 : ત્રિશૂળીયા ઘાટ પર પદયાત્રી માટે પોલીસ જવાનો બન્યા ભગવાન !!

દેશ આઝાદ થયો બાદ દાંતાના રાજાએ મંદિરને સરકાર હસ્તક સોંપ્યું

સ્વતંત્રતા પહેલા રાજવી ભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામના મેળવેલ છે. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે વી.પી.મેનન, ભારત સરકારના સચિવ (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાતાના રાજવી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાંતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું. દાંતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટસ એચ.ગોપાલ સ્વામી આયંગર તથા ત્યારબાદ ડો.કે.એન.કાન્જે તથા બાદમાં શ્રી વી.વિશ્વનાથન વચ્ચે ઘણા પત્ર વ્યવહાર થયા. છેવટે પૃથ્વીરાજસિંહજી ધ્વારા તા.25-5-53 ના પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિને આ બાબત નામ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા સુપ્રિમકોર્ટ પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાત ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

Web Title: Ambaji bhadarvi poonam 2023 history story ambaji temple km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×