scorecardresearch
Premium

મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર અટવાયા

Air India flight from Ahmedabad to London cancelled : આજે મંગળવારે 17 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્શનલ કરવામાં આવી હતી. ટેકઓફના થોડા સમય પહેલા જ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવતા એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.

Air India | Air India flights | airlines
Air India : એર ઈન્ડિયા એરલાઇન્સ કંપની. (Photo: @airindia)

Air India flight from Ahmedabad to London cancelled : 12 જૂન 2025, ગુરુવારના રોજ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. ત્યારે આજે મંગળવારે 17 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્શનલ કરવામાં આવી હતી. ટેકઓફના થોડા સમય પહેલા જ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવતા એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્શલ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા.

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159 કેન્સલ કરાઈ

મળતી માહિતી પ્રમાણે આજે 17 જૂન 2025 મંગળવારે બપોરે 1.10 વાગ્યે અમદાવાથી લંડન માટેની એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-159 ટેક ઓફ થવાની હતી. બોઈંગ 788 વિમાનમાં ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવતા ફ્લાઈટને રદ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ કરતા લંડન જવા નીકળેલા મુસાફરો રઝળી પડ્યા હતા.

પ્લેન ક્રેશ બાદ પહેલાવાર અમદાવાદથી લંડન જતી હતી એર ઈન્ડિયાની ફ્લાઈટ

તાજેતરમાં 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી. જેમાં 241 મુસાફરો અને કેપ્ટન, પાયલ અને ક્રૂ મેમ્બસના મોત થયા હતા. અમદાવાદમાં બનેલી આ ગોજારી ઘટના બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ આજે પહેલીવાર અમદાવાદથી લંડન જઈ રહી હતી. જોકે, ટેક્નીકલ ખામીના કારણે આ ફ્લાઈટ કેન્શલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- Air India Plane Crash: વિમાને ઉડાન ભરવા સંપૂર્ણ રનવેનો ઉપયોગ કેમ કર્યો? ATCને તપાસમાં મળ્યા કેટલાક અસામાન્ય સવાલ

મોટી દુર્ઘટના ટળી!

12 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈન સાથે જે દુર્ઘટના ઘટી હતી. તે હચમચાવી દેનારી હતી. આ ઘટનાએ આખા દેશને હલાવી દીધો હતો. જોકે, આજે અમદાવાદથી લંડન જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ ટેક્નિકલ ખામી ધ્યાને આવતા કેન્શલ કરવામાં આવી ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ કેન્શલ થતાં મોટી દુર્ઘટના ટળી છે.

Web Title: Air india flight from ahmedabad to london cancelled passengers stranded at sardar vallabhbhai patel international airport ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×