scorecardresearch
Premium

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 10 ઘાયલ

Ahmedabad Vadodara Expressway Accident : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 10 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી.

Accident | road accident | accident updates
અકસ્માત પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. મંગળવારે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક બે કાર અને રાજ્ય પરિવહનની બસ વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા અને દસ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં માર્યા ગયેલા કાર ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદથી વડોદરા તરફ જતી હેચબેક કારે કાબુ ગુમાવતાં ડિવાઈડર કૂદી જતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારપછી બસની અડફેટે આવી ગઈ હતી. ટક્કરને રોકવાનો પ્રયાસ કરતી વખતે, બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું અને હાઇવે પરથી ફેંકાયેલા લાઇટ યુટિલિટી વ્હીકલ (LUV) સાથે અથડાઈ.

જ્યારે હેચબેક કારમાં સવાર બે મુસાફરોના મોત થયા હતા, બસ ડ્રાઇવર અને LUV ના મુસાફરો સહિત દસ જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા હેચબેક કારના ચાલક સામે નડિયાદ પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, બસના મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. હેચબેક કારની અંદરથી ‘MLA ગુજરાત પ્લેટ’ મળી આવી હોવા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધી, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હેચબેકના માલિકની ઓળખ હજુ બાકી છે. ઝાહિદ અલી સૈયદ અને તેના મિત્ર સમીર પ્રથમ નજરે તેમના મિત્રની કાર સવારી માટે લઈ ગયા હતો. અકસ્માત બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, પોલીસે મામલો સંભાળી રોડ પરનો વાહનવ્યવહાર તુરંત જ શરૂ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 વર્ષનું બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયું છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, TUV-300 અને બસની ટક્કર થઈ હતી. આ ઘટના ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના માનવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર કાપી લાશો બહાર કાઢી હતી.

આ પણ વાંચોદિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બસ અને કાર વચ્ચે ટક્કર – 6 ના મોત

પોલીસ અનુસાર, એક સ્કૂલ બસ ખોટી દિશામાંથી આવી રહી હતી. તો, મેરઠથી દિલ્હી તરફ જઈ રહેલા પરિવારની કારની આ બસ સાથે સીધી ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, લોકોના મૃતદેહ કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. આ અકસ્માતમાં એક બાળક ઘાયલ થયું છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવુંયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવાર ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યો હતો.

Web Title: Ahmedabad vadodara expressway accident car and bus 2 die 10 injured km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×