Ahmedabad SG highway Iskcon Accident Updates : અમદાવાદમાં બુધવારની મોડી રાત સમગ્ર શહેર અને ગુજરાતને હચમાવી દેનારી સાબિત થઈ હતી. એક 19 વર્ષના યુવકે ચિત્તાસ્પીડે જેગુઆરથી અસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર થાર જીપનો અકસ્માત જોવા ઉભેલા ટોળા ફરી વળ્યો હતો. નવ લોકોના મોતના તાંડવથી અનેક પરિવારોના ઘરોમાં માતમ છવાયો હતો. ત્યારે આ રાત કોઈ મૃતકના પરિજનો માટે તો અવિશ્મરણીય છે પરંતુ અન્ય લોકો માટે પણ આઘાત જનક હતી.
મૃતકોમાં એક બોટાદનો રહેવાશી અક્ષર પટેલ પણ હતો. અક્ષર પટેલ (ચાવડા) પોતાના ઉજ્વળ ભવિષ્ય માટે અમદાવાદમાં એમબીએમાં પ્રવેશ ફોર્મ ભરવા માટે આવ્યો હતો. પરંતુ તેને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે બોટાદથી અમદાવાદની આ સફર તેની અંતિમ સફર બની જશે. અક્ષર પટેલ સાથે તેના બોટાદના બે મિત્રો પણ આ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે 21 વર્ષીય અક્ષર પટેલ (ચાવડા) બુધવારે એમબીએ કોર્સ માટે એડમિશન ફોર્મ ભરવા બોટાદથી અમદાવાદ આવ્યો હતો, તે દિવસ પછી ઘરે પરત ફરવાનું આયોજન કરતો હતો. જો કે, અમદાવાદમાં તેના મિત્રોએ આગ્રહ કર્યો કે તે રાત માટે રોકાઈ જાય અને બીજા દિવસે પાછો ફરે. જો કે, આ રાત તેના માતા-પિતાને આઘાત સમાન બની જશે અને તે જીવિત નહીં પરંતુ તેનો નસ્વર દેહ ઘરે પહોંચશે તેનો ખ્યાલ નહીં હોય.
અક્ષર અને તેના બે મિત્રો માટે મોડી રાતે ચા પીવા માટે ઘાતક બન્યું જ્યારે 1.15 વાગ્યાની આસપાસ વ્યસ્ત SG હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવર એક 16 વર્ષીય છોકરા દ્વારા ચલાવવામાં આવેલ થાર ડમ્પર ટ્રક સાથે અથડાયા બાદ તેઓ ફ્લાયઓવર પર અકસ્માત સ્થળે રોકાયા હતા. ત્યારબાદ 150 કિમી/કલાકથી વધુ ઝડપે જગુઆરે તેને અને અન્ય લોકો સાથે હડફેટે લીધા હતા.
લક્ઝરી કાર દ્વારા 19 વર્ષના તથ્ય પટેલની જેગુઆર નવ લોકોના મોત થયા હતા જેમાં અક્ષર પટેલ પણ હતો. અક્ષરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના મિત્રો 24 વર્ષીય કૃણાલ ડોડિયા અને 23 વર્ષીય રોનક વિહલપરા બંને બોટાદના વતની જેઓ અનુક્રમે અમદાવાદમાં નોકરી અને અભ્યાસ કરતા હતા તેઓ પણ આ અકસ્માતમાં મોતનો કોળિયો બની ગયા છે.
ગુરુવારે સોલા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર અમદાવાદમાં રહેતા અક્ષરના કાકા નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેના મૃત્યુ અંગે માતા-પિતાને જાણ કરવામાં આવી નથી. “અમે પરિવારના એક સભ્યને ટીવી અને ગેજેટ્સથી દૂર રાખવા કહ્યું છે. તેઓ અકસ્માતથી વાકેફ છે પરંતુ તેઓ સારવાર હેઠળ હોવાનું માને છે. અમે અક્ષરના મૃતદેહને તેના અંતિમ સંસ્કાર માટે બોટાદ લઈ જઈશું અને ત્યારે જ તેના માતા-પિતાને તેના મૃત્યુની જાણ થશે.”
અક્ષરના પિતા અનિલભાઈ પાસે કોઈ નિયમિત રોજગાર નથી અને તેઓ આજીવિકા માટે તેમના ખેતર પર આધાર રાખે છે, એમ નરેન્દ્રએ જણાવ્યું હતું. “અક્ષરે અમદાવાદથી બીબીએ કર્યું છે અને ત્યારથી તે કૃણાલ અને રોનક સાથે મિત્રતા ધરાવે છે. તેઓ પહેલા એક જ હોસ્ટેલમાં રહેતા હતા.”
બોટાદમાં કપાસનું કારખાનું ચલાવતા રોનકના પિતા રાજેશભાઈ વિહળપરાના બિઝનેસ પાર્ટનર પંકજ વનાળીયાએ જણાવ્યું હતું કે રોનકના પિતા હોસ્પિટલમાં હતા ત્યારે તેની માતાને અંધારામાં રાખવામાં આવી છે. મૌન બની ગયેલા રાજેશભાઈએ કોઈને મળવાની ના પાડી.રોનક અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
આ પણ વાંચોઃ- અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો Live Video – જુઓ કેવી સ્પીડમાં કાર આવી અને લોકોને ફંગોળ્યા
વનાલિયાએ જણાવ્યું હતું કે, “અમને એક મિત્રનો સવારે 1.40-2 વાગ્યે ફોન આવ્યો અને અમદાવાદ જવા નીકળ્યા, લગભગ 6 વાગ્યે અહીં પહોંચ્યા. અમને જણાવવામાં આવ્યું હતું કે રોનકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.
બે મહિના પહેલા જ વાસણાની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે જોડાયેલ કૃણાલ બીએસસી ગ્રેજ્યુએટ હતો. તેમના મામા મહેન્દ્રભાઈ પટેલે હોસ્પિટલમાં કહ્યું: “તેઓ બે દિવસ પહેલા જ નવા પીજીમાં શિફ્ટ થયા હતા.”
સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપિકા સિંઘલે જણાવ્યું હતું કે હોસ્પિટલને સવારે 2.45-3 વાગ્યાની આસપાસ મૃતદેહો મળવાનું શરૂ થયું હતું. જ્યારે આઠને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે નવમા વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો