Ahmedabad rath yatra 2025 latest updates : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી રહી છે. હાજરો ભક્તો રથયાત્રામાં જાડોયા છે જ્યારે અનેક લોકો રથયાત્રાને નિહાળવા પહોંચી ગયા છે. અમદાવાદમાં ભવગાન જગન્નાથની રથયાત્રા મોટી દુરુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો બેકાબૂ બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. રથયાત્રામાં બેકાબૂ ગજરાજોના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટના ખાડિયા વિસ્તારમાં પસાર થતી રથયાત્રા દરમિયાન ઘટી હોવાના સમાચાર મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે ત્રણ ગજરાજો બેકાબૂ બન્યા હતા જોકે, તેને કાબૂમા લેવા માટે સ્ટાફ પ્રયત્ન કરી રહ્યો છે. જોકે, એક હાથી વધારે બેકાબૂ બનતા લોકોની ભીડ વચ્ચે ઘૂસીને પોળમાં દોડ્યો હતો. આ હાથી પાછળ બીજા બે હાથ પણ પાછળ દોડ્યા હતા.
અમદાવાદના રથયાત્રા રૂટના ખાડિયા વિસ્તારમાં આ ઘટના બની હતી જ્યારે હાથી અચાનક જૂથથી દૂર ગયો અને વિરુદ્ધ દિશામાં દોડી ગયો હતો અને દિવાલવાળા શહેર વિસ્તારની ભીડવાળી સાંકડી શેરીમાં ગભરાટ ફેલાવ્યો હતો. પોલીસ દ્વારા કાર્યવાહીમાં આવી હતી અને લોકોને દૂર જવાની ચેતવણી આપી હતી, કારણ કે મહાવતે હાથીનો પીછો કર્યો અને કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદ શહેર પોલીસે ટ્વીટ કરી જાણકારી આપી
અમદાવાદ શહેર પોલીસે સવારે 10:28 વાગ્યે આ બાબતની નોંધ લેતા X પર લખ્યું હતું કે, “ખાડિયા વિસ્તારમાં હાથીઓ બેકાબૂ થયા પછી, તેમને રથયાત્રામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને સરઘસ સમયપત્રક મુજબ ચાલુ છે.” સરઘસમાં 12-15 થી વધુ હાથીઓ હતા.

લોકો માંડ માંડ બચ્યા
મળતી માહિતી પ્રમાણે ખાડિયામાં લોકો ગજારોને નીહાળી રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ ગજરાજો બેકાબૂ બન્યા હતા અને દોડવા લાગ્યા હતા. જેથી તેમને કાબૂમાં લેવા માટે મહાવતો પણ મથામણ કરી રહ્યા હતા અને જાણ થતાં અન્ય સ્ટાફ પણ હાથીઓને કાબૂમાં લેવા માટે આવી પહોંચ્યો હતો. જોકે, એક હાથી ભડીમાં ઘૂસીને આગળ નીકળ્યો હતો. જોકે, ભીડમાં રહેલા લોકો હાથીને અડફેટે આવ્યા હતા જોકે, તેવો માંડ માંડ બચ્યા હતા.
બે વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો
ઘટનાસ્થળે તૈનાત GVK-EMRI પેરામેડિક સેવા અનુસાર, એક મહિલા પોલીસ કર્મચારીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે એક પુરુષ ભક્તને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
- અમદાવાદ રથયાત્રા 2025ની સતત અપડેટ મેળવવા અહીં ક્લિક કરો
17 ગજરાજ પૈકી ત્રણ હાથીને અલગ કરાયા
આજની ભગવાન જગન્નાથની રથયાત્રામાં 17 ગજરાજોએ ભાગ લીધો હતો. જોકે, ખાડિયામાં હાથીયો બેકાબૂ બનવાની ઘટના બાદ બેકાબૂ બનેલા ત્રણ હાથીઓેને કાફલાવામાંથી અલગ કર્યા હતા. જોકે ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા આગળ વધી રહી છે.