scorecardresearch
Premium

અમદાવાદ રથયાત્રા : સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી બન્યા

Ahmedabad Rathyatra 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી

Ahmedabad Rathyatra 2023, CM Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી બન્યા (તસવીર – ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર)

Ahmedabad Rathyatra 2023 : ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.

પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું. રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

બિપરજોય વાવાઝોડા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત પર આ સંકટ આવ્યું પરંતુ આપણા આગોતરા અને સમયસરના આયોજનથી ઝીરો કેઝ્યુલિટી સાથે રાજ્યમાંથી આપણે વાવાઝોડામાંથી પાર ઉતર્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને અમિતભાઇ શાહના સાથ, સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ આ વાવાઝોડાની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે.

આ પણ વાંચો – અમદાવાદમાં રથયાત્રાના દિવસે કયા રૂટથી નીકળશો તો નહીં પડે તકલીફ, ફટાફટ જોઇ લો આ નકશો

રથયાત્રા રુટ પર 3 ડી મેપિંગથી નજર રાખવામાં આવશે

અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે રથયાત્રા સંદર્ભમાં શહેર પોલીસની આગોતરી તૈયારીઓનું પ્રેઝન્ટેશન આ સમીક્ષા બેઠકમાં કર્યું હતું. આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નજર રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 3 ડી મેપિંગથી નિગરાની રાખવાનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસ દળને પ્રેરક સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં આપવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદની રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ પર રહેવાના છે. એટલું જ નહીં 45 જેટલા સેન્સિટીવ લોકેશન પરથી 94 સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે.

આ ઉપરાંત 2322 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો, યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV અને GPS સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો મેળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસે બે મહિના પહેલાંથી જ રથયાત્રાની જે તૈયારીઓ કરી છે તેનાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

Web Title: Ahmedabad rathyatra 2023 cm bhupendra patel participates lord jagannath evening aarti

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×