Ahmedabad Traffic Police News: અમદાવાદમાં રાત્રે કાર કે બાઈક ચલાવનાર સાવધાન રહેજો. અમદાવાદ પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ અને કોમ્બિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ પોલીસની ખાસ કવાયત હેઠળ 9 દિવસની અંદર ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કરનાર 481 વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રન્ક અને ડ્રાઇવના ગુનામાં પકડકાયેલા 481 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
દારૂ પીને વાહન ચલાવનાર 481 લોકોના લાઈસન્સ રદ થશે
અમદાવાદ પોલીસે 9 દિવસમાં ડ્રન્ક અને ડ્રાઈવ કવાયત હેઠળ 481 વાહનચાલકોને ઝડપ્યા છે. હવે દારુ પીન વાહન ચલાવનાર લોકોના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં પકડકાયેલા 481 વાહનચાલકોના લાઈસન્સની વિગત આરટીઓને મોકલી દીધી છે.
વાહનચાલકો પાસેથી 73 લાખનો દંડ વસુલ્યો
અમદાવાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને કોમ્બિંગ કવાયત ચાલી રહી છે. પોલીસે છેલ્લા 8 દિવસ દમરિયાન 1,07 લાખ વાહનની તપાસ કરી છે, જેમા 9862 ગુના નોંધ્યા છે. સૌથી ખાસ વાત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી અધધધ… 73 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉપરાંત કૂલ 4689 વાહન જપ્ત કર્યા છે.
હવે 31મી ડિસેમ્બર આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ડ્રન્ક અને ડ્રાઇવ કવાયત હેઠળ વાહન ચેકિંગ અને કોમ્બિંગની કાર્યવાહી ચાલુ રહેશે. ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી આપી છે.