scorecardresearch
Premium

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા? વિમાન દુર્ઘટનામાં થયું મોત

Vijay Rupani dies in plane crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે. તેઓ પોતાની પત્ની અંજલી રૂપાણીને લંડનમાં લેવા જઈ રહ્યા હતા. જેઓ છ મહિનાથી પોતાની દીકરીના ઘરે હતા.

Vijay Rupani dies in plane crash
વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં મોત. (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા છે. ત્યાં જ અમદાવાદની બીજે મેડિકલ કેમ્પસના જૂનિયર ડોક્ટરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના સમયે વિજય રૂપાણી અકસ્માતગ્રસ્ત પ્લેનમાં સામેલ હતા, તેમનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. હાલમાં સોશિયલ મીડિયામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોતની પુષ્ટી થઈ છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ તો તેઓ પોતાની પત્ની અંજલી રૂપાણીને લંડનમાં લેવા જઈ રહ્યા હતા. જેઓ છ મહિનાથી પોતાની દીકરીના ઘરે હતા.

પ્લેનમાં કેટલા લોકો સવાર હતા

અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં 217 મુસાફરો પુખ્તવયના અને 11 બાળકો તેમજ 2 નવજાત શિશુ સવાર હતા. જેમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા.

આ પણ વાંચો: બીજે મેડિકલ હોસ્ટેલની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા અને વિમાન ક્રેશ થયું, જુઓ તસવીરો

વિજય રૂપાણીની છેલ્લી તસવીર

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ તે પહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. ફ્લાઇટ ક્રેશ થયા પહેલાની અંદરની તસવીર સામે આવી છે. આ ફોટો પ્લેનની અંદરનો ફોટો હોવાનું કહેવાય છે જ્યારે આગળ બેઠેલી એક મહિલા મુસાફરે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનો ફોટો લીધો હતો.

ગાંધીનગર નિવાસસ્થાને કાર્યકર્તાઓ એકઠા થયા

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગાંધીનગરમાં નિવાસસ્થાન છે. તેમના અવસાનના સમાચાર મળતા જ તેમના ગાંધીનગર નિવાસસ્થાનની બહાર ભાજપના કાર્યકરોની ભીડ એકઠી થવા લાગી છે. કાર્યકરો અશાંત છે અને પોતાના નેતાને યાદ કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે. ગાંધીનગરના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે તેમના નિવાસસ્થાન પરના કાર્યાલયમાં હાજર લોકોએ પહેલા કહ્યું હતું કે વિજય રૂપાણી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બાદમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ વિજય રૂપાણીના અવસાનના સમાચારની પુષ્ટિ કરી.

Web Title: Ahmedabad plane crash why was former gujarat cm vijay rupani going to london rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×