scorecardresearch
Premium

અમદાવાદ પ્લેન ક્રેશ: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત, ફોન નંબર જાહેર

Ahmedabad State Emergency control room: રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

Ahmedabad plane crash, Control room, Emergency Operation Center
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે.

Plane Crash in Ahmedabad: ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં ઘણા લોકોના માર્યા જવાની આશંકા છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. વિમાન એરપોર્ટ પરિસરની ખૂબ નજીક અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યું તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વિમાનના કાટમાળમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણી સહિત 242 લોકો સવાર હતા, જુઓ મુસાફરોનું લિસ્ટ

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં B787 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ તમામ પેસેન્જરોનું લિસ્ટ પણ સામે આવ્યું છે જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. ત્યાં જ આ લિસ્ટમાં બ્રિટિશ મુસાફરો પણ સામેલ હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પ્લેન નજીકથી 2 પાયલોટ સહિત 25 મુસાફરોના મૃતદેહ મળ્યા છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટના બાદ હોટ લાઈન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. વડોદરાથી 25 ફાયર ફાયટર અને 200 કર્મચારીઓ ઘટના સ્થળે મોકલવામાં આવ્ચા છે. અમદાવાદ એરપોર્ટ આજે રાત્રે 12 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યું છે.

Web Title: Ahmedabad plane crash control room operational at state emergency operation center rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×