Ambaji Mandir Case Accused Jatin Shah Suicide : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘી કેસના આરોપ જતીન શાહે આપઘાત કર્યો છે. જતીન શાહે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. આપઘાત કરવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ હાલ વેપાર-ધંધાને કારણ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. જતીન શાહની આત્મહત્યા કેસમાં નારોલ પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જતીન શાહ નીલકંઠ ટ્રેડર્સના માલિક હતા (Ambaji Mandir Case Accused Jatin Shah Suicide)
જતીન શાહનું નામ અંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળ માટે નકલી ઘીની સપ્લાય કરવાના કેસમાં સંડોવાયેલુ છે. જતીન શાહ નીલકંઠ ટ્રેડર્સના માલિક છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન અમાદવાદમાં દિલ્હી દરવાજા ખાતે આવેલી છે. અંબાજી મંદિરના પ્રસાદ માટે નીલકંઠ ટ્રેડર્સે નકલી ઘી મોકલવામાં આવ્યું હતું. નકલી ઘીનો ભાંડો ફૂટતા પોલીસે જતીન શાહની ધરપકડ પણ કરી હતી.

અંબાજી મંદિર નકલી ઘી કેસમાં જતીન શાહની થઇ હતી ધરપકડ
ચારેક મહિના પહેલા અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે નકલી ઘીનું કૌભાંડ બહાર આવ્યુ હતુ. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને મળ્યો હતો. મોહિની કેટરર્સને મોહનથાળનો પ્રસાદ બનાવવા માટેનું ઘી અમદાવાદના દિલ્હી દરવાજા સ્થિત માધુપુરા બજારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. આ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ હતા. અંબાજી મંદિર પ્રસાદમાં નકલી ઘીનું કૌભાંડ બહાર આવતા પોલીસ કેસ દાખલ થયો હતો અને તેમાં જતીન શાહની ધરપકડ થઇ હતી. જો કે અદાલતે જતીન શાહને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપી હતી.