scorecardresearch
Premium

અમદાવાદ : મેટ્રો ટ્રેનમાં આવતીકાલે મુસાફરી કરવાનો પ્લાન હોય તો જાણીલો, બુધવારે ચાર કલાક મેટ્રો સેવા બંધ રહેશે

Ahmedabad Metro Train Tomorrow Deferred : અમદાવાદમાં મેટ્રો સેવા આવતીકાલે બુધવારે ચાર કલાકે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (GMRC) આ મામલે માહિતી આપતા કહ્યું છે કે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર નિરીક્ષણ કાર્યને પગલે ચાર કલાક મેટ્રો રેલ સેવા સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad Metro Train News
બુધવારે મેટ્રો ટ્રેન સેવા ચાર કલાક સ્થગિત રહેશે

અમદાવાદમાં મેટ્રો સેવા આવતીકાલે બુધવારે ચાર કલાકે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ મામલે માહિતી આપતા કહ્યું છે કે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર નિરીક્ષણ કાર્યને પગલે ચાર કલાક મેટ્રો રેલ સેવા સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે 13 ડિસેમ્બર 2023ના રોજ મેટ્રો રેલ સુરક્ષા કમિશ્નર ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના કોરિડોરનું નિર્ક્ષણ કરવાનું હોવાથી બપોરે 2થી સાંજે પાંચ કલાક સુધી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવશે.

મુસાફરોને જણાવી દઈએ કે, કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ કરવાનું હોવાથી સુરક્ષા નિરીક્ષણ કાર્ય કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જીએમઆરસીએ તેની પ્રેસ જાહેરાતમાં જણાવ્યું છે કે, મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે તા. 13 ડિસેમ્બર, 2023 ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામ થી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 2.00 કલાકથી સાંજે 5.00 કલાક દરમિયાન સ્થગિત રહેશે.

વધુમાં માહિતી આપતા કહ્યું છે કે, માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 1.00 કલાકનો રહેશે. તો સાંજે 5.00 કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોAhmedabad Mumbai Bullet Train : અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન : રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન ટર્મિનલ વીડિયોનું અનાવરણ કર્યું, કામ ક્યાં પહોંચ્યું? ક્યારે શરૂ થશે?

તમને જણાવી દઈએ કે, હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. આવતીકાલે માત્ર ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે, વસ્ત્રાલ ગામથી થલતેજ માટે ચાર કલાક મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે, નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ જ રહેશે.

Web Title: Ahmedabad metro train tomorrow wednesday closed four hours plan to travel gmrc km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×