scorecardresearch
Premium

ઈસ્કોન બ્રિજ અકસ્માત : મુખ્ય આરોપી તથ્ય પટેલ પોલીસ પકડમાં, 3 યુવતીઓની પણ અટકાયત કરી

ahmedabad iskcon bridge accident : અમદાવાદમાં ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આ પછી તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. ટ્રાફિક પીઆઈ વી બી દેસાઈ (PI V B Desai) ફરિયાદી બન્યા.

ahmedabad iskcon bridge accident | tathya patel | pragnesh patel | Ahmedabad Satellite Police
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત – તથ્ય પટેલ સહિત 6ની અટકાયત

ahmedabad iskcon bridge accident : અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને 3 યુવતી, 2 યુવક સહિત 7 લોકોની અટકાયત કરી છે. અમદાવાદમાં ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આ પછી તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે 1 વાગ્યાની આસપાસ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર કાર ચાલક તથ્ય પટેલે ભારે સ્પીડ સાથે ગાડી ચલાવી દીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, આઠ લોકોના સ્થળ પર જ મોત થયા હતા અને 1નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

અકસ્માત મામલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સેટેલાઈટ પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ, 3 યુવતીઓ સહિત 6 લોકોની અટકાયત કરી છે. તમામને સેટેલાઈટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઅમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો Live Video – જુઓ કેવી સ્પીડમાં કાર આવી અને લોકોને ફંગોળ્યા

એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલામાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ખુદ ફરિયાદી બન્યા છે. પોલીસે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઅમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત – આરોપી તથ્ય પટેલ કોણ છે? પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ ગેંગરેપનો આરોપ

ઈસ્કોન અકસ્માત – મૃતકોના નામ

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકોમાં અમન અમિરભાઈ કચ્છી (ઉ. 25, રહે. સુરેન્દ્રનગર), અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર), રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ), અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ), કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ) આ સિવાય ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ), નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ) અને એક વ્યક્તિની હજુ ઓળખ થઈ શકી નથી.

Web Title: Ahmedabad iskcon bridge accident tathya patel pragnesh patel detention of 6 names of the dead km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×