scorecardresearch
Premium

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : FSLના રિપોર્ટમાં ખુલાસો, તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 કિમી હતી

Ahmedabad iskcon Bridge Accident Case : તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે સોમવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો

iskcon Bridge Accident | Tathya Patel
તાજેતરના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ એએમસી અને ટ્રાફિક પોલીસ એક્સિડન્ટ અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આખરે જાગી    

Ahmedabad Iskcon Accident latest updates : અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે FSLના રિપોર્ટમાં કારની સ્પીડનો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટમાં કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. અકસ્માત મામલે તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે સોમવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આરોપી તથ્ય સામે અન્ય એક અકસ્માતના મામલામાં પણ નામ સામે આવ્યું છે, જેને પગલે પોલીસે શંકાસ્પદ તરીકે વધુ એક એફઆઈઆર નોંધી છે. પોલીસે જણાવ્યું હતું કે ઈસ્કોન અકસ્માત બાદ તથ્ય પટેલનો વધુ એક વીડિયો વાયરલ થયો. જેમાં 3 જુલાઈના રોજ સિંધુ ભવન રોડ પર મહિન્દ્રા થાર એક રેસ્ટોરન્ટની કમ્પાઉન્ડ વોલમાં કથિત રીતે ઘૂસી ગઈ હતી. જે ફૂલ સ્પીડમાં ચલાવવામાં આવી રહી હતી.

તપાસ માટે કમિટીની રચના

ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાને લઇને તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદી, SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી સાગઠિયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.જી કટારિયાનો કમિટીમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો – દેશમાં વધી રહી છે સડક દુર્ઘટના, એક વર્ષમાં 1 લાખ 55 હજારથી વધારે લોકોના થયા મોત, જાણો ગુજરાતની શું છે સ્થિતિ

તથ્ય પટેલ કોણ છે?

તથ્ય પટેલ 19 વર્ષનો સુખી સંપન્ન ઘરનો યુવાન છે. તથ્ય પટેલના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે, જે એક બિલ્ડર છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અકસ્માત સર્જાયો ત્યારે તથ્યની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવાન પણ હતા. તથ્ય પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મની સામે હરે શાંતિ બંગલામાં રહે છે.

કેવી રીતે થયો અકસ્માત?

19 જુલાઇના રોજ રાત્રે આશરે 1 વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા ઇસ્કોન બ્રિજ ઉપર એક થાર જીપ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા અને મદદ કરવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે ઓવર સ્પીડે જતી જેગુઆર કારે આ ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે અમદાવાદના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પહેલા નવ લોકો અને પછી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ જેગુઆર કારની અડફેટે આવી જતા 10 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર શહેર અને ગુજરાત આખું હચમચી ગયું હતું.

Web Title: Ahmedabad iskcon bridge accident case fsl report speed of tathya patel car was 142 kmph ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×