scorecardresearch
Premium

અમદાવાદ : ભારત vs ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે. પીએમ પણ આવશે, જુઓ કેવી છે વ્યવસ્થા

World Cup 2023 India vs Australia Final Ahmedabad : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium) માં રમાવા જઈ રહી છે, ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) સુરક્ષા, ટ્રાફિક, સહિતની તમામ વ્યવસ્થાને લઈ સમીક્ષા બેઠક કરી.

Ahmedabad India vs Australia World Cup Final
ભારત વિ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચની વ્યવસ્થાને લઈ સમીક્ષા બેઠક

India vs Australia World Cup 2023 final Ahmedabad : રવિવારે ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે, જેને પગલે સુરક્ષા, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓની તાડામાર તૈયારીઓ કેટલાય દિવસથી થઈ રહી છે. આ તમામ વ્યવસ્થાની તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તમામ વ્યવસ્થાની જાણકારી પ્રાપ્ત કરી હતી.

આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે, તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું.

આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી.

મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, તેની પણ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી.

મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું હતુ, તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલ્લિકે બેય ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત 4,500 થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે, તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.

આ પણ વાંચોવર્લ્ડ કપ ફાઇનલ : આ 5 ઓસ્ટ્રેલિયન ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનતા રોકી શકે છે, નબળા આંકવાની ભૂલ પડી શકે છે ભારે

કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા વીવીઆઈની સુરક્ષા અંગે પણ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને જાણકારી આપવામાં આવી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

Web Title: Ahmedabad india vs australia world cup final pm modi australia deputy pm arrangement km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×