Ahmedabad weather today rain update : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે જન્માષ્ટમીના દિવસે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. થોડા વિસ્તારોને બાદ કરતા સમગ્ર શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ દેખાયા હતા.
બપોરે 12 વાગ્યા સુધીમાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો
સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 16 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.22 ઈંચ વરસાદ નોંધાય હતો. જેના પગલે શહેરમાં પાણી પાણી થયું હતું. શહેરના અમુક વિસ્તારોમાં નામ માત્ર વરસાદ રહ્યે હતો.
અખબાર નગર અંડર પાસ બંધ કરાયો
અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદના પગલે શહેરમાં રસ્તાઓ ઉપર પાણી પાણી થયું હતું. જ્યારે વાડજ વિસ્તારમાં આવેલો અખબાર નગર અંડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે તંત્રએ આ અંડરપાસ બંધ કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ- Gujarat Rain : ગુજરાતમાં 115 તાલુકામાં મેઘમહેર, સુરેન્દ્રનગરના થોનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો
12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 16 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ શહેરમાં 1.22 ઈંચ પડ્યો હતો. જ્યારે ગાંધીનગરના દહેગામમાં 0.94 ઈંચ વરસાદ નોંધાયો હતો.