Gujarati couple return after kidnapped in iran : અમેરિકા જવાના મોહમાં ઇરાનમાં અપહરણનો ભોગ બનનાર અમદાવાદી દંપતિ પંકજ પટેલ અને નિશા પટેલ હેમખેમ ઘરે પાછા ફર્યા છે. ગુજરાત પોલીસની ત્વરિત કાર્યવાહી અને ઇરાન સરકારના સાથ સહકારથી અમદાવાદી દંપતિને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવી વતન પરત લાવવવામાં મોટી સફળતા મળી છે. આ સમગ્ર ઘટના ગેરકાયદેસર રીતે અમેરિકા, કેનેડામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ગુજરાતીઓ માટે લાલબત્તી સમાન છે.
અમેરિકા જવાના બદલે ઇરાન પહોંચ્યા અને અપહરણ થયું
સમગ્ર ઘટનાની વાત કહીયે તો અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ગુજરાતી દંપતિ પંકજ પટેલ નિશા પટેલે અમેરિકા જવા એજન્ટનો સંપર્ક કર્યો હતો. તેઓ 3 જૂને અમેરિકા જવા માટે નીકળ્યા હતા. તેઓ પહેલા હૈદરાબાદમાં આઠ દિવસ રોકાયા ત્યારબાદ તેઓ અન્ય પાંચ કપલ સાથે તેમને અમેરિકા પહોંચાડવાની એજન્ટે વ્યવસ્થા કરી હતી. એજન્ટે આ દંપતિેને વાયા દુબાઇ અમેરિકા મોકલવાનું નક્કી કરાયુ હતુ. આ દંપતિ હૈદરાબાદથી દુબઇ જવાના હતા પરંતુ ઇરાન પહોંચી ગયા અને ત્યાં બદમાશોએ તેમનું અપહરણ કર્યું.
ગુજરાતી દંપતિના પરિવારને વીડિયો મોકલી અપહરણકારોએ ખંડણી માંગી
ઇરાનમાં પકંજ પટેલ અને પત્ની નિશા પટેલનું અપહરણ કર્યા બાદ અપહરણકારોએ તેમના પરિવારને કોલ કરીને ખંડણી માંગી. અપહરણકારોએ પકંજ પટેલના શરીર પર બ્લેડ વડે ચીરા પાડતો વીડિયો તેમના પરિવારને ના મોકલ્યો હતો. આ વીડિયોમાં પંકજ પટેલ પીડાથી કણસતો દેખાઇ રહ્યો હતો.
આ પણ વાંચોઃ અમેરિકા જવાના મોહમાં ગુજરાતી દંપતિનું ઈરાનમાં અપહરણ, બદમાશોએ ખંડણી માંગી
ગુજરાત પોલીસ અને ઇરાન સરકારના સહકારથી ગુજરાતી દંપતિનો જીવ બચ્યો
અમેરિકા જવા નીકળેલા પંકજ પટેલ અને નિશા પટેલનું ઇરાનમાં અપહરણ થયાની જાણ થતા અમદાવાદ સ્થિત તેમના પરિવાર પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસ, ક્રાઇમ બ્રાન્ચે ઇરાન સરકારનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. બંને દેશોના વહીવટી તંત્રના સધન પ્રયાસોથી અપહરણ કરાયેલા દંપતિને ઇરાનમાં શોધી કાઢ્યા અને હેમખેમ છટકારો થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દંપતિને અમેરિકા મોકલનાર એજન્ટોની અટકાયતી કરી છે. હાલ આ સમગ્ર કેસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.