scorecardresearch
Premium

અમદાવાદ : પક્ષીને બચાવવા જતા ફાયર કર્મી હાઈ ટેન્શન વાયરના કરંટથી સ્થળ પર જ ભડથું થયો

Ahmedabad fireman died of electrocution : અમદાવાદના બોપલ ઘુમા (Bopal ghuma) રોડ પર હાઈ ટેન્શન વાયર પર પતંગની દોરીથી ફસાયેલા પક્ષીને બચાવવા (Bird Rescue) જતા ફાયર વિભાગના કર્મચારી (Fireman) નું વીજ કરંટથી મોત (electrocution death).

Ahmedabad fireman died of electrocution
અમદાવાદના બોપલમાં પક્ષીને બચાવવા જતા ફાયર કર્મીનું કરંટથી મોત

Ahmedabad Accident : અમદાવાદમાં ઉત્તરાયણ બાદ પતંગની દોરીના કારણે વધુ એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. શહેરના બોપલ ઘુમા રોડ પર કોર્પોરેશનના ફાયર વિભાગનો કર્મચારી હાઈ ટેન્શન વાયર પર ફસાયેલા પક્ષીને બચાવવા જતા પોત જ કરંટથી મોતને ભેટ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના બોપલ ઘુમા રોડ પર એક સોસાયટી પાસે યુજીવીસીએલના હાઈ ટેન્શન વાયર પર દોરીમાં પક્ષી ફસાયુ હતુ, ફાયર વિભાગને કોલ આવતા ટીમ પહોંચી હતી, ફાયર કર્મીએ પાઈપથી પક્ષીને દોરીમાંથી બહાર કાઢવાનોપ્રયત્ન કર્યો, ત્યાં પાઈપ વાયર સાથે અડી જતા કરંટથી કર્મી સ્થળ પર ભડથુ થઈ ગયો હતો.

કેવી રીતે પક્ષીને બચાવતા ફાયર કર્મીએ જીવ ગુમાવ્યો

વિગતે ઘટનાની વાત કરીએ તો, આજે સવારે બોપલ ઘુમા રોડ પર દેવ રેસિડેન્સી પાસે એક પક્ષી હાઈ ટેન્શન વાયર પર દોરીમાં ફસાઈ ગયું હતુ, કોઈ જીવ દયા પ્રેમીએ આ મામલે બચાવ ટીમને કોલ કર્યો હતો, જેને પગલે બોપલ ફાયરની ટીમ પક્ષી રેસક્યુ માટે સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે યુજીવીસીએલને હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કરવા જામ કરી દીધી હતી. પરંતુ, યુજીવીસીએલ ને લાઈન બંધ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો, ત્યારે ફાયર કર્મચારી અનિલ પરમારને પક્ષી તરફડતુ હતુ અને ચીચીયારીઓ પાડી રહ્યું હતુ તે જોઈ દયા આવી ગઈ અને તેને બચાવવા પાઈપથી તેને બચાવવાનો પ્રયાસ કર્યો, તે સમયે જ કરંટ પાઈમાંથી ઉતર્યો અને ફાયર કર્મી ત્યાં જ ભડથુ થઈ મોતને ભેટ્યો હતો.

ફાયર કર્મી પક્ષીને તરફડતું ન જોઈ શક્યો અને…

ફાયર ટીમના સૂત્રો અનુસાર, પક્ષી હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલી દોરીમાં ફસાયુ હતુ, પક્ષી વાયરથી નીચે દોરીમાં ફસાયુ હતુ, યુજીવીસીએલને લાઈન બંધ કરવાની જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ પક્ષીની ચિચિયારી અને તરફડતુ જોઈ અનિલ ભાઈને દયા આવી ગઈ, તેઓ લાઈન બંધ થાય તે પહેલા જ પાઈપથી દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે પાઈપ વાયરને અડી જતા કરંટ સીધો તેમના શરીરમાં પહોંચી ગયો અને સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું.

આ પણ વાંચો – ગાંધીનગર: દહેગામના લિહોડા ગામમાં લટ્ઠાકાંડની શંકા, દેશી દારૂ પીધા બાદ બે ના મોત, ચાર સારવાર હેઠળ

મતૃકના પરિવારે સરકારી નોકરીની માંગ કરી

આ ઘટના બાદ મૃતક કર્મચારીના પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતકના પિતાએ કહ્યું કે, અનિલ ઘરમાં કમાવનાર એક માત્ર વ્યક્તિ હતો, પત્ની, સહિત બધા ઘરમાં તેના વિના નિરાધાર થઈ ગયા છે. મૃતકના પિતાએ કર્મચારીની પત્નીને સરકારી નોકરીમળે તેવી માંગ કરી છે, અને જો નોકરી નહીં આપવામાં આવે તો, દાણીલીમડા કોર્પોરશનની મુખ્ય ઓફિસેથી લાસ લઈ જઈ અંતિમ સંસ્કાર નહીં કરીએ.

Web Title: Ahmedabad bopal fireman died of electrocution trying save a bird km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×