અવિનાશ નાયરઃ ગુજરાતમાં ફરીથી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ગઈ છે. અને 16 મંત્રીઓના મંત્રીમંડળની રચના પણ થઇ ગઇ છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં મંગળવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાના આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં સુવિધાઓની સમસ્યા વર્ણવી હતી. તેમણે ડેડિયાપાડાની સમસ્યોની એક યાદી તૈયાર કરી છે જેમાં પાણી વગરના નળ, માત્ર એક જ શિક્ષકથી ચાલતી શાળા અને 1986થી એક એક્સ રે મશીન સહિત અનેક સમસ્યાઓની યાદી તૈયાર કરી છે.
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ મંગળવારે વિધાનસભામાં પોતાના પહેલા ભાષણમાં જણાવ્યું હતું કે, ભાજપનું સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર નિસ્ફળ ગયું છે. કારણ કે મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં 305 ગામ છે જ્યાં સાડા ત્રણ લાખ લોકો રહે છે. આમ છતાં સરકારે એક્સ રે મશીન ઉપરાંત એક પણ આધુનિક મશીન આપ્યું નથી. આ એક્સરે મશિન 1986થી છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યના વોકઆઉટ બાદ બોલવા ઊભા થયેલા વસાવાએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા વિસ્તારમાંથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી હતી પંરતુ મારા ક્ષેત્રમાં 29 પ્રાથમિક શાળા એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે. અનેક શાળાઓ જર્જરીત હાલતમાં છે.”
આ પણ વાંચોઃ- ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ છૂટકારો, ભાવનગર પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં કરી કાર્યવાહી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા બોલવા માટે ત્રણ મિનિટ આપવામાં આવનાર આપના ધારાસભ્યે પાવાના પાણીની સમસ્યા અંગે સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. નળથી જળ યોજના અંતર્ગત દરેક ગામોમાં નળ લગાવવામાં આવ્યા છે. પરંતુ આજે આ નળોમાં પાણીનું એક ટીંપુ પણ નીકળતું નથી.
સિંચાઈ માટેના પાણી અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર પરિયોજના, કડાણા બંધ અને ઉકાઇ બંધ પરિયોજનાઓ અંતર્ગ તેમના મત વિસ્તારના પરિવારોનું પુનર્વાસ કરવામાં આવ્યું છે. પીવાના પાણી માટે અમારા વિસ્તારમાં મહિલાઓ વચ્ચે સૌથી વધારે મારામારી થાય છે. જ્યારે રાજ્ય સરકાર નર્મદા બંધો શ્રેય લે છે તો હું સરકારને જણાવવા માંગુ છું કે નર્મદા બંધથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા માતાસર અને કાનાજી ગામમાં પીવાના પાણી માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે.
નોકરીઓ અંગે વસાવાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર, દાહેજ અને ભરૂચ ડેડિયાપાડાના નજીકના ઉદ્યોગિક વિસ્તાર છે. ‘દરરોર 6,000-7000 અસંગઠિત લોકો કામની શોધમાં ભરૂચ ચૌકી ઉપર એકઠાં થાય છે.’ જોકે, અધ્યક્ષે તેમને સમય પુરો થવાના કારણે બોલતા અટકાવ્યા હતા.
ત્યારબાદ બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બોલવા માટે ઉભા થયા હતા. તેમણે પોતાના મત વિસ્તારમાં કરવામાં આવેલા કાર્યો માટે ભાજપા સરકાર અને તેમના નેતાઓની પ્રશંસા કરી હતી. પોતાના મત વિસ્તારમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કોલેજની માંગણી કરી હતી. જેથી કરીને ગ્રામીણોને અભ્યાસ માટે ખાનગી કોલેજોમાં પ્રવેશ લેવાની જરૂર નહીં પડે.