scorecardresearch
Premium

Today Weather : આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી, કેવું રહેશે હવામાન? ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

Ahmedabad today rain forecast : આજે ગુરુવારના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Today Ahmedabad weather forecast in gujarati
અમદાવાદ આજનું હવામાન – photo- IMD

Today weather forecast, ahmedabad havaman : સમગ્ર ગુજરાતમાં ચોમાસું જામી ચુક્યું છે ત્યારે દરરોજ વરસાદ પડી રહ્યો છે. જોકે, અમદાવાદમાં વરસાદ નરમ પડ્યો છે. સોમવારે અમદાવાદમાં મેઘમહેર રહ્યા બાદ વરસાદે આરામ લીધો છે. ત્યારે આજે ગુરુવારના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન, કેટલો પડશે વરસાદ?

હવામાન વિભાગે આજે 24 જુલાઈ 2025, ગુરુવારના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે ગુરુવારના દિવસે અમદાવાદનું આકાશ 70થી 95 ટકા વાદળોથી ઘેરાયેલું રહેશે. જ્યારે 2.2 એમએમ વરસાદ પડવાની શક્યતા છે.

વેબસાઈટ પ્રમાણે આજે અમદાવાદમાં પવનની ગતિ 24થી 28 કીલોમીટરની આસપાસ રહેશે. જ્યારે 40 ટકા વંટોળની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સીયશ રહેશે.

Aaj Nu Havaman Ahmedabad Rain
Ahmedabad Rain Forecast Today: અમદાવાદ ભારે વરસાદ, આજનુ હવામાન – Express photo

દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાડ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં અહી પડશે હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત ATS એ આતંકી મોડ્યુલનો કર્યો પર્દાફાશ, 4 આતંકવાદીઓની ધરપકડ

આ ઉપરાંત વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. અને ગાજવીજની પણ શક્યતા છે.

Web Title: Aaj nu havaman today ahmedabad weather rain forecast imd updates ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×