scorecardresearch
Premium

Gujarat Rain forecast: ગુજરાતમાં મેઘો જામ્યો, આજે કચ્છ- સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Rain Weather Forecast Update Today: વરસાદી સિઝનમાં હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Today Weather Forecast Update
આજે કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે. ગુજરાતમાં ક્યાંના ક્યાંક વરસાદ પડી રહ્યો છે. મેઘાની સવાર હવે કચ્છ તરફ આગળ વધી છે ત્યારે અષાઢી બીજના દિવસે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આવી વરસાદી સિઝનમાં હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

આજે કચ્છ સહિત 5 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

હવામાન વિભાગે આજે શનિવારે કચ્છ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સુરેન્દ્રનગરના અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- Ahmedabad rath yatra 2025 : અમદાવાદ રથયાત્રામાં ગજરાજો બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ live video

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિત દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

Web Title: Aaj nu havaman gujarat weather updates 28 6 2025 heavy to very heavy rains forecast in 5 districts of kutch and saurashtra today ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×