scorecardresearch
Premium

ભુજમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલી યુવતી 32 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગઈ

Bhuj News: ભુજ તાલુકાના કંડેરાઈ ગામની 22 વર્ષની ઈંદિરા 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે 32 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગઈ છે.

Bhuj News, Girl trapped in borewell, Rescue operation,
બોરવેલમાં ખાબકેલી ઈંદિરા 32 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં 22 વર્ષની ઈંદિરા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગઈકાલે સવારે 6 વાગ્યાની આસપાસ બોરવેલમાં ખાબકેલી ઈન્દિરા 32 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગઈ છે. આજે સાંજના સમયે ઈન્દિરાને 32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કરી હતી.

રેસ્ક્યુ ટીમ અને ભુજ ફાયર વિભાગની ટીમ સાથે એસપી, એસડીએમ, પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઈન્દિરાને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન સ્થળે પહોંચી ગયા હતા. એનડીઆરએફની ટીમ, બીએસએફની ટીમ પહોંચી હતી. આ અકસ્માત સોમવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. બોરવેલમાં પડી ગયેલી ઈન્દિરાને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 22 વર્ષીય ઈન્દિરાને બચાવવા માટે બોરવેલમાં સતત ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. તેને ઉપર લાવવા માટે ફાયર વિભાગ દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ યુવતીનું નામ ઈન્દિરાબેન કાનજી મીના છે જે સોમવારે સવારે લગભગ 5 વાગે બોરવેલમાં પડી હતી. પરિવારજનો જ્યારે જાગી ગયા ત્યારે યુવતી ઘરે ન હતી. જ્યારે લોકોએ જોયું કે બોરવેલની અંદરથી અવાજ આવી રહ્યો છે, ત્યારે છોકરીના ભાઈએ તરત જ ફાર્મ માલિકનો સંપર્ક કર્યો અને પોલીસને જાણ કરી હતી.

પોલીસની થિયરીમાં ચોંકાવનારી વાત સામે આવી

સ્થાનિક પોલીસે કહ્યું છે કે આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગે છે કારણ કે 22 વર્ષની છોકરી બોરવેલની અંદર પડી ન હતી. તે ઉંમરની છોકરી તેની અંદર જઈ શકતી નથી. આ યુવતીની રાત્રે સગાઈ થઈ હોવાની માહિતી મળી છે. તે પછી તેના મંગેતરનો ફોન આવ્યો હતો. તે વાત કરી રહી હતી ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. છોકરી મોટેથી બોલી રહી હતી. અને આ ઘટના સવારના સમયે બની હોવાની માહિતી મળી રહી છે. શક્ય છે કે ગુસ્સે થયેલી યુવતી બોરવેલમાં પડી ગઈ હોય.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ વિઝા નિયમોમાં ફેરફાર; જાણો ભારતીયોને ફાયદો થશે કે નુકસાન?

ઈન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ

ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ એમ.રાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરી હતી. તાત્કાલિક કચ્છ એસપી સહિત ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. એબરવેલમાં ઓક્સિજન અને કેમેરા લગાવવામાં આવ્યા હતા. કચ્છના ડીએમ અમિત અરોરા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંદા સહિત એસડીએમ અનિલ યાદવ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર થઈ ગયા હતા. યુવતીને બચાવવા માટે 32 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પરંતુ આખરે ઈન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ. હાલમાં યુવતીના પરિવારજનો ભારે શોકમાં છે ત્યાં જ ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

Web Title: A girl who fell into a 500 feet deep borewell in bhuj died after 32 hours rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×