scorecardresearch
Premium

Bhupendra Zala BZ: ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ! ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લૂક આઉટ સર્કયુલર જાહેર, 5 આરોપીની ધરપકડ

Scam in Gujarat: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકોને રાતા પણીએ રડાવીને ભૂપેન્દ્ર સિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા.

Scam in Gujarat, CID Crime, Ponzi Scheme,
ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા. (તસવીર: સોશિયલ મીડિયા)

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકોને રાતા પણીએ રડાવીને ભૂપેન્દ્ર સિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ‘એક કા દો’, ‘એક કા તીન’ અને વધુ વ્યાજની લાલાચમાં ફસાઈને લોકો છેતરાય છે. ઠગ લોકોથી લઈને ઠગ ટોળકીઓ લોકોને તેમની રકમ પર મોટું વ્યાજ આપાની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરતા હોવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળી ચુક્યા છે ત્યારે હિંમતનગર રાયગઢમાં ઝાલાનગર ભુપેન્દ્રસિંહ પરબતસિંહે લોકોને 18% ઊંચા વળતરની સાથે ગોવા ટ્રિપની લાલચ આપી આશરે છ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. જોકે આજે પોલીસે આ પૌંજી સ્કીમથી લોકોને ઠગનારા 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એજન્ટ સંજય પરમાર, રાહુલ, રણવીર ચૌહાણ, અંકિત અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મુખ્ય એજન્ટ મયુર દરજીની પણ ધરપકડ કરવામાં આવી છે.

રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાંકીય સંસ્થા કરતા રોકાણકારોને ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઉંચા વ્યાજની લાલચ અને તેની સાથે 5 લાખના રોકાણ પર 32 ઈંચનું એલઈડી ટીવી, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આરોપીઓ આપતા હતા. આ રીતે રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા.

જોકે લોકો પોલીસ પાસે ફરિયાદ લઈને પહોંચે તે પહેલા ઠગના ગઢમાં સીઆઈડી ક્રાઈમે ગાબડું પાડી ગુનો દાખલ કર્યો છે. અરજીના કામે જવાબ માટે પોલીસ સમક્ષ હાજર થવાની જગ્યાએ આરોપી ભુપેન્દ્ર ઝાલા ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. સીઆઈડી ક્રાઈમે ભુપેન્દ્ર સામે ગુનો સાબરકાંઠાના તાલુકાના ખાતે રહેતા ઝાલાએ ફાયનાન્સીયલ ઓફ મેનેજમેન્ટ કંપનીના હતા.

આ પણ વાંચો: લોથલમાં માટીના સેમ્પલ લેવા ગયેલા બે મહિલા અધિકારીઓ પર ભેખડ ધસી પડી, એકનું મોત

ઉંચા વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા

હિંમતનગર રાયગઢમાં ઝાલાનગર ભુપેન્દ્રસિંહ પરબતસિંહ બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ સર્વીસ, બી.ઝેડ. ગ્રૂપ જેવી ત્રણ જેટલી સીઈઓ તરીકે કાર્યરત તલોદ, હિંમતનગર, જિલ્લામાં વિજાપુર, જિલ્લામાં મોડાસા ખાતે, ગાંધીનગરમાં ઓફિસો બીજા એજન્ટો રાખી જુદા જુદા શહેરોમાં હતી. આ ઓફિસ ઉંચા વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા હતા.

175 કરોડ રૂપિયાના ટ્રાંઝેક્શન મળ્યા

આ મામલે પોલીસે સાત સ્થળે દરોડા પાડીને આરોપીના બે બેંક ખાતામાં આઈડીએફસી બેંકમાં 1,00,20,05,997.20 ( સો કરોડ વીસ લાખ પાંચ હજાર નવસો સત્તાણું રૂપિયા અને 20 પૈસા) અને 75,12,40,016. 32 (75 કરોડ 12 લાખ 40 હજાર 16 રૂપિયા અને 32 પૈસા)ના ટ્રાન્ઝેકશન થયાની વિગતો મળી છે. પોલીસે આરોપીઓના આવા બીજા ખાતા, પર્સનલ ખાતા તેમજ સગાસંબંધીઓ અને મળતિયાઓના બેંક ખાતા અંગે તપાસ શરૂ કરી છે., 2 ડીસ્પલે, બે સીપીયુ, 3 લેપટોપ, 4 પ્રિન્ટર, 11 મોબાઈલ ફોન, કંપનીના 4 પાનકાર્ડ અને જુદા ડોક્યુમેન્ટ કબ્જે લીધા હતા.

ભુપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લૂક આઉટ સર્કયુલર જાહેર

સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર ઝાલા વિદેશ ભાગી જાય તેવી માહિતીને પગલે તેની વિરૂદ્ધ એલઓસી (લૂક આઉટ સર્કયુલર) જારી કરી તપાસ હાથ ધરાઈ છે. સીઆઈડી ક્રાઈમે બીઝેડ ગ્રૂપના સંચાલક ભુપેન્દ્રસિંહ સહિતના મળતિયાઓ સામે બી.એન. એસ.2023ની કલમ 316(5), 318 (4), 61 (2), તથા જી.પી. આઈ.ડી. એક્ટ 2003ની કલમ 3 અને ધ બેનીંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ એકટ 2019ની કલમ 21-23 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

લોકસભામાં ઉમેદવારી નોંધાવી ફોર્મ પરત ખેંચ્યું

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. જોકે બાદમાં તેણે પોતાનું નોમિનેશન પરત ખેંચી લીધુ હતુ અને વિધિવત રીતે ભાજપનો સભ્ય બની ગયો હતો. ત્યાં જ ભૂપેન્દ્ર ઝાલા ભાજપમાં જોડાયા બાદ રાજકીય વગદાર બને માટે પક્ષમાં સક્રિય બન્યો હતો અને ગામડે ગામડે તેણે ગ્રામજનો સાથે મેળાવડા કર્યા હતા. જે બાદ તેણે સામાજીક અને ગ્રામીણ લોકો સાથે મેળાવડા પણ કર્યા હતા. જે બાદ તેણે વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવીને તેમના રૂપિયા એંઠી લીધા હતા.

Web Title: 6000 crore scam in gujarat look out circular issued against accused bhupendra jhala rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×