scorecardresearch
Premium

હજીરાની કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ

Surat News: વર્ષ 2024 ના છેલ્લા દિવસે સુરતના હજીરા ખાતે આગની મોટી દુર્ઘટના બની છે. આગની આ દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે. જ્યારે પાંચથી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે.

breaking news, Massive fire breaks out in Hazira's company, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
breaking news । બ્રેકિંગ ન્યૂઝ

Surat News: વર્ષ 2024 ના છેલ્લા દિવસે સુરતના હજીરા ખાતે આગની મોટી દુર્ઘટના બની છે. આગની આ દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે. જ્યારે પાંચથી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મોત નિપજ્યા છે. ત્યાં જ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ ઘટનામાં પાંચથી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જોકે આ દુર્ઘટના મામલે હજુ સુધી સુરત ફાયર વિભાગ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે.

Web Title: 4 employees killed more than five injured in massive fire at hazira company rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×